૧૧ માર્ચ શિવરાત્રી નાં દિવસે બુધ ગ્રહ કરી રહ્યા છે રાશિ પરિવર્તન, આ ૨ રાશિના લોકોનું ચમકશે ભાગ્ય

આ વખતે મહાશિવરાત્રીનો તહેવાર ૧૧ માર્ચ નાં દિવસે આવી રહ્યો છે. આ દિવસે ભોળાનાથની પૂજા કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે. માન્યતા છે કે, જે લોકો મહાશિવરાત્રી નાં દિવસે શિવલિંગ પર જળ અર્પણ કરે છે અને પૂજા કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ વખતે મહાશિવરાત્રી નાં તહેવાર પર શિવ યોગ પણ બની રહ્યો છે. તેના કારણે આ તહેવારનું મહત્વ ખાસ રહેશે. સાથે જ આ વખતે બુદ્ધિ અને વાણીના કારક બુધ દેવ મહા શિવરાત્રિમાં પોતાની રાશિ પરિવર્તન કરવાના છે. જેના કારણે દરેક રાશિઓ પર તેનો પ્રભાવ જોવા મળશે.જ્યોતિષ અનુસાર બુધ દેવ મકર રાશિમાં થી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. બુધનાં આ ગોચરથી દરેક રાશિ પર તેનો પ્રભાવ જોવા મળશે. કોઇ રાશિ પર તેનો સારો પ્રભાવ જોવા મળશે તો કોઈને અશુભ ફળ પ્રાપ્ત થશે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે બુધનું ગોચર શુભ સાબિત થશે. આ રાશિના જાતકો નો આર્થિક પક્ષ મજબૂત રહેશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા માટે સમય અનુકૂળ રહેશે. આ રાશિના લોકોએ કોઇ સાથે વાદવિવાદમાં ન પડવું. કોઈ પણ નિર્ણય સમજી-વિચારીને લેવો.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકોના માન સન્માનમાં વધારો થશે. વિચારેલ કાર્ય પૂર્ણ થઇ શકશે. જમીન સાથે જોડાયેલ બાબતમાં ચાલી રહેલ વિવાદ પૂર્ણ થશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. આ ગોચર તમારા માટે શુભ રહેશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે બુધનું ગોચર અનુકૂળ ફળ પ્રદાન કરશે. આ રાશિના લોકોના ભાગ્યમાં વૃદ્ધિ થશે. શીક્ષા સાથે જોડાયેલા લોકોને સફળતા મળવાના યોગ બની રહ્યા છે. પરિવારની સાથે તમારા સંબંધો સારા રહેશે. મનમાં વિચારેલ તમારું દરેક કાર્ય પૂર્ણ થઇ શકશે.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકો માટે આ ગોચર શુભ સાબિત થશે નહીં. અને આ રાશિના લોકોને સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. તેથી સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું. સાથેજ પરિવારમાં કોઈ પ્રકારનાં વાદ વિવાદ થઈ શકે છે. આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકોને સારા સમાચાર મળી શકશે. પરિવારના લોકો સાથે પ્રેમમાં વધારો થશે. જે જાતકોનાં લગ્ન થવામાં પરેશાની આવી રહી હોય તેના લગ્ન જલદી થઈ જશે. પરિવારમાં માંગલિક કાર્યોનું આયોજન થઇ શકે છે. સંતાન સંબંધી ચિંતામાંથી મુક્તિ પણ મળશે.
કન્યા રાશિ
કન્યા રાશિ માટે આ ગોચર લાભકારી સિદ્ધ થશે. આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્યમાં સુધાર આવશે. જુના રોગોમાંથી તમને છુટકારો મળશે. કન્યા રાશિના લોકોએ શત્રુઓથી સાવધાન રહેવું. અને સમજી-વિચારીને તમારૂ દરેક કામ કરવું.
તુલા રાશિ
તુલા રાશિના લોકોના જીવનમાં સુખ-શાંતિ બની રહેશે. નોકરીમાં લાભ તથા પરિવારનાં લોકોનો સહયોગ પ્રાપ્ત થશે. પ્રેમ વિવાહ કરવા ઇચ્છતા લોકોને માટે સમય અનુકૂળ રહેશે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિવાળા લોકોને ધનલાભ પ્રાપ્ત થશે. સંપત્તિમાં વધારો થશે. મિત્રો સાથેના સંબંધોમાં મધુરતા રહેશે. કોઈ યાત્રા પર જવાનું આયોજન કરી રહ્યા હોવ તો તેમાં સાવધાન રહેવું. બની શકે તો યાત્રા પર જવાનું ટાળવું.
ધન રાશિ
ધન રાશિવાળા લોકોને લાભ પ્રાપ્ત થશે. ભાઈ બહેન નાં સંબંધો મજબૂત બનશે. નવા કાર્ય શરૂ કરવા માટે સમય ઉત્તમ રહેશે. મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં સફળતા પ્રાપ્ત થશે. દાન-પુણ્ય નાં કાર્ય કરવાથી તેનું ફળ અવશ્ય મળશે.
મકર રાશિ
આર્થિક લાભ પ્રાપ્ત થશે. તમને દરેક કાર્યમાં વિજય પ્રાપ્ત થશે. પરિવારમાં સુખ-શાંતિ બની રહે છે. કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે અનુભવીની સલાહ લેવી. દરેક વ્યક્તિ સાથે નમ્રતા અને પ્રેમથી વાત કરવી. નવું વાહન ખરીદવા માટે સમય ઉત્તમ છે.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. સંતાન સંબંધી પરેશાની દૂર થશે. નવી નોકરી મળવાના પણ અવસર બની રહ્યા છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સારી સફળતા પ્રાપ્ત થશે.
મીન રાશિ
મીન રાશિના લોકોને આ ગોચર થી લાભ રહેશે. આર્થિક નિર્ણયો સમજી-વિચારીને લેવા. કોર્ટ-કચેરીની બાબતથી દુર રહેવું. કોર્ટ કચેરીની બહાર જ કોઈ પણ વિવાદ નું નિવારણ લાવવું.