૧૧ મી શતાબ્દીમાં બન્યું હતું અંબરનાથ શિવમંદિર, પાંડવો એ એકજ રાતમાં જ કર્યું હતું મંદિરનું નિર્માણ

અંબરનાથ શિવમંદિર મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. આ મંદિર સાથે જોડાયેલી કથા અનુસાર તેનું નિર્માણ અજ્ઞાતવાસ દરમ્યાન પાંડવો દ્વારા કરવામાં આવ્યું હતું. આ મંદિર એક જ દિવસમાં નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે આ મંદિરનું નિર્માણ કાર્ય પૂરું થઈ શક્યું નહતું. ત્યારબાદ આ મંદિરનું પુનઃનિર્માણ ૧૦૬૦ મહારાજા માંબાળી એ કરાવ્યું હતું. આ મંદિરમાં ખૂબ જ સુંદર શિવલિંગ રાખવામાં આવી છે. અને દર વર્ષે અહીં દૂર દૂરથી લોકો આવે છે. આ મંદિર પાંડવકાલીન મંદિર નાં નામથી પણ ઓળખાય છે. મંદિરને ભવ્ય રીતે બનાવવામાં આવ્યું છે મંદિર ની વાસ્તુકળા નો જોતાજ ખ્યાલ આવે છે. અંબરનાથ મંદિર ની અંદર અને બહાર ઓછામાં ઓછી બ્રહ્મદેવની ૮ મૂર્તિઓ છે. એવી માન્યતા છે પહેલા નાં સમયમાં અહીં બ્રહ્મદેવ ની ઉપાસના કરવામાં આવતી હતી. આ ઉપરાંત મંદિરમાં ગણેશજી, કાર્તિકેય, ચંડિકા વગેરે દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ લગાવેલ છે. મંદિરની દિવાલો પર શિવની મૂર્તિ પણ બનાવેલી છે.
શિવ મંદિર નાં ગર્ભગૃહની પાસે ગરમ પાણીનો કુંડ છે. આ મંદિર નાં કુંડના પાણીથી લોકો સ્નાન કરે છે માન્યતા છે કે. કુંડ નાં પાણીથી સ્નાન કરવાથી દરેક રોગ દૂર થાય છે, અને પુણ્ય પ્રાપ્ત થાય છે. મંદિરની પાસે એક ગુફા બનાવેલી છે જે પંચવટી સુધી જાય છે.દર વર્ષે આ મંદિરમાં મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળા નું આયોજન શિવરાત્રી દરમિયાન કરવામાં આવે છે. અને ત્રણ-ચાર દિવસો સુધી મેળો ચાલે છે. આ સમય દરમ્યાન લાખો ની સંખ્યા માં લોકો મંદિરે આવે છે અને શિવજીની પૂજા કરે છે.
આ કારણે મંદિરનું નિર્માણ પૂર્ણ થઈ શક્યું નહી
અજ્ઞાતવાસ દરમ્યાન આ જગ્યા પર આવ્યા હતા. તેઓએ મંદિર બનાવવાનું કામ શરૂ કર્યું હતું. જોકે સવાર થતાં જ પાંડવોને આ જગ્યા છોડીને ચાલ્યા જવું પડ્યું હતું. કારણ કે કૌરવ તેમનો પીછો કરી રહ્યા હતા જેના કારણે મંદિરનું કામ અધૂરું રહી ગયું હતું. પૌરાણિક કથા અનુસાર આ મંદિર પાંડવોએ એકલ પથ્થરો થી બનાવ્યું હતું. પરંતુ પછીથી તેનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું.
યુનેસ્કોએ અંબરનાથ શિવ મંદિર ને સાંસ્કૃતિક વિરાસત ઘોષિત કર્યું છે. આ મંદિર મહારાષ્ટ્ર નાં મુંબઈ થી લગભગ ૬૦.૮ કિલોમીટર દૂર છે. મુંબઈ થી અમરનાથ શિવ મંદિર જવા માટે સરળતાથી બસ અથવા ટેક્સી મળી રહે છે. આ મંદિરની આસપાસ ઘણી સારી ધર્મશાળાઓ પણ છે જ્યાં રોકાવાની વ્યવસ્થા પણ છે. શિવરાત્રી અને સોમવાર નાં દિવસે આ મંદિરે યાત્રાળુઓ દર્શન કરવા આવે છે.