૧૨ વર્ષ બાદ કુંભ રાશિમાં ગુરુનો થઈ રહ્યો છે પ્રવેશ, આ રાશિનાં જાતકો ને થશે લાભ,અને અન્ય એ રહેવું સાવધાન

Posted by

દેવગુરુ બૃહસ્પતિ એ ૬ એપ્રિલ નાં મોડી રાત્રી નાં કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. બ્રહસ્પતિ અત્યાર સુધી પોતાની સૌથી કમજોર રાશિ મકરમાં બિરાજમાન હતા. જ્યોતિષ અનુસાર ગુરુ એ બાર વર્ષ બાદ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. જેનાથી દેશ અને દુનિયા પર તેની અસર જોવા મળી શકે છે. ચાલો જાણીએ ગુરુનાં રાશિ પરિવર્તનથી કયા લોકો પર સૌથી વધારે પ્રભાવ જોવા મળશે.

મેષ રાશિ

કરિયર અને વેપારની બાબતમાં શુભ રહેશે. આર્થિક સ્થિતિમાં  સુધારો આવશે. રોકાયેલા ધનની પ્રાપ્તિ થશે. કર્જ માંથી મુક્તિ મળી શકશે. પૂજા-ઉપાસના માં તમારું ધ્યાન વિશેષ રહેશે.

વૃષભ રાશિ

સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું આવશ્યક રહેશે. વ્યવસાયિક અને પારિવારિક બાબતમાં ધ્યાન રાખવું. કોઈ પ્રકારનાં વિવાદથી દૂર રહેવું. દર ગુરૂવાર નાં દિવસે કેળા નું દાન કરવું.

 મિથુન રાશિ

સ્વાસ્થ્ય ની સમસ્યામાં સુધારો આવશે. કરિયર અંગે ની સમસ્યા દૂર થશે. નવી નોકરીનાં અવસર પ્રાપ્ત થશે. વેપારમાં પ્રગતિ નાં યોગ બની રહ્યા છે. આ સમયે તમને ખૂબ જ લાભ પ્રાપ્ત થશે.

કર્ક રાશિ

સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. સંપત્તિ સાથે જોડાયેલા કામ બની શકશે. પિતા પક્ષથી સંપતિ અને ધન લાભ પ્રાપ્ત થશે. આ દરમ્યાન લાંબા ગાળા માટે કરેલ રોકાણ માંથી ફાયદો થશે. ગુરુ નાં મંત્રના જાપ કરવાથી લાભ થશે.

સિંહ રાશિ

સિંહ રાશિના અવૈવાહિક લોકોના લગ્ન નક્કી થઈ શકે છે. જીવનમાં કોઈ નવી વ્યક્તિ ની એન્ટ્રી થઈ શકે છે. રિલેશનશિપમાં આવેલ  દુરી ખત્મ થવાનો સમય છે. સ્વાસ્થ્ય તથા જીવનમાં સુધારો આવશે. ખાનપાન તથા જીવનમાં સાત્વિકતા રાખવી.

કન્યા રાશિ

આ સમયે સંબંધો પર વિશેષ ધ્યાન રાખવું. પાર્ટનર કે પરિવાર નાં કોઇ વ્યક્તિ સાથે મતભેદ થઈ શકે છે. જીવન નાં મોટા નિર્ણયો સાવધાનીથી લેવા. દરરોજ સવારે ગુરૂનાં મંત્રના જાપ કરવા.

તુલા રાશિ

કરિયર અને જીવનમાં લાભકારી પરિવર્તન નાં યોગ છે. સંતાન અને શિક્ષણની બાબતમાં સફળતા મળશે. સંતાન પક્ષથી સારા સમાચાર પ્રાપ્ત થશે. ગુરુવાર નાં દિવસે પીળા રંગ ની વસ્તુઓનું દાન કરવાથી લાભ પ્રાપ્ત થશે.

વૃશ્ચિક રાશિ

કરિયર ની બાબતમાં બેદરકારી ન રાખવી. મોટા કાર્યોમાં અસફળતા મળી શકે છે. કોઈપણ નવું કામ શરૂ કરવાથી બચવું. આ સમયે એક સોનાની વીંટી તર્જની આંગળીમાં ધારણ કરવી.

ધન રાશિ

કેરિયરમાં બદલાવ અને સ્થાન પરિવર્તન નાં યોગ છે. કાર્યસ્થળ પર સહકર્મચારીઓ સાથે વાદ-વિવાદ થઈ શકે છે. પરિવારમાં વાદ-વિવાદ અને તણાવથી બચવું. સારા જ્યોતિષની સલાહ લઇને પીળો પોખરાજ ધારણ કરવો.

મકર રાશિ

આ સમયે તમારા કેરિયરમાં તમને ખૂબ જ સફળતા પ્રાપ્ત થશે. ધન અને સંપત્તિ સંબંધી સમસ્યાઓ દૂર થશે. કર્જ અને ખર્ચા બંનેમાં રાહત મળશે. દરરોજ સવારે ગુરુ નાં મંત્રના જાપ કરવા.

કુંભ રાશિ

સ્વાસ્થ્ય અને માનસિક ચિંતાઓ પર ધ્યાન દેવું જરૂરી રહેશે. સંતાન અને વિવાહ નાં યોગ બની રહ્યા છે. આ સમય દરમ્યાન વધારે ઈશ્વરની ઉપાસના લાભકારી થશે.

મીન રાશિ

કરિયરમાં સમસ્યા અને બદલાવ નાં યોગ છે. નોકરી વેપારમાં લાભ મળવાનો સમય નજીક આવી રહ્યો છે. વાદ-વિવાદથી બચવું. સંપત્તિથી લાભ મળશે. સારા જ્યોતિષની સલાહ લઈને પીળો પોખરાજ ધારણ કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *