૧૪ ડિસેમ્બર આ વર્ષ નું છેલ્લું સૂર્યગ્રહણ, આ ૫ રાશિઓ નાં જાતક થશે માલામાલ ભાગ્ય નો ઉદય થશે

૧૪ ડિસેમ્બર આ વર્ષ નું છેલ્લું સૂર્યગ્રહણ, આ ૫ રાશિઓ નાં જાતક થશે માલામાલ ભાગ્ય નો ઉદય થશે

વર્ષ ૨૦૨૦ માં ૧૪ ડિસેમ્બર નાં દિવસે વરસ નું છેલ્લું સૂર્ય ગ્રહણ જોવા મળશે. આ સૂર્યગ્રહણ સાંજે ૦૭ :૦૩ મિનીટ થી જોવા મળશે જે મધ્યરાત્રિ સુધી ૯:૪ સુધી રહેશે. સૂર્ય ગ્રહણનો મોક્ષ કાળ રાત્રીના ૧૨ :૩૨ નો રહેશે. ગ્રહણ દરમિયાન ચારે તરફથી નકારાત્મક ઉર્જાનો સંચાર ફેલાય છે. તેથીતે સમય દરમિયાન ખૂબ જ સાવધાની રાખવાની જરૂર હોય છે. ઘરમાં દરેક પાણીનાં વાસણો દૂધનાં અને દહીંનાં વાસણો માં ધ્રોલ કે તુલસીપત્ર રાખવું જોઇએ. જ્યારે ગ્રહણ પુરું થાય ત્યારે તેને નીકળી શકો છો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય ગ્રહણ નો પ્રભાવ ૧૨ રાશિ પર અવશ્ય પડશે. આ ૫ રાશિઓનાં જાતકોને સૂર્યગ્રહણ થી થશે ફાયદો.

કન્યા રાશિ

કન્યા રાશિનાંજાતકો ની કુંડળી માં સૂર્યગ્રહણ ત્રીજા સ્થાન પર જોવા મળશે. જેને કારણે ભાઈ-બહેનો સાથે સંબંધોમાં સુધારો આવવાની સંભાવના રહેશે. દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. ધાર્મિક કાર્યમાં તમારું મન પરોવાયેલું રહેશે. ધન સંબંધી લાભ થવાની સંભાવના છે.

તુલા રાશિ

તુલા રાશિ નાં લોકો માટે આ સૂર્યગ્રહણ બીજા સ્થાન પર જોવા મળશે જેને કારણે અચાનક થી ધન લાભ પ્રાપ્ત થશે. આવકમાં વધારો થશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. નોકરિયાત વર્ગને પ્રમોશન થવાના યોગ છે. માતા અને પિતા સાથે કોઈ યાત્રા સ્થળ પર મુસાફરી પર જઈ શકશો. જરૂરિયાતમંદ લોકોને દાન-પુણ્ય કરી અને હર્ષ અનુભવશો. દાન કરવાથી તમને શુભ ફળ પ્રાપ્ત થશે.

મકર રાશિ

 

મકર રાશિનાં લોકો માટે સૂર્ય અગિયારમા સ્થાન પર જોવા મળશે. સૂર્યગ્રહણ નાં પ્રભાવથી તમારી આવકમાં વધારો થશે અને તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થશે. આવકનાં નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. માનસિક પરેશાની થી છુટકારો મળશે. ગ્રહણ નાં દિવસે રાતે સૂતી વખતે ઓશિકા નીચે ૫ મૂળા કે પ બદામ રાખીને સુવું. આગલા દિવસે આ વસ્તુઓને કોઈને દાન કરવી. તેનાથી અશુભ પ્રભાવથી છુટકારો મળશે.

કુંભ રાશિ

 

કુંભ રાશિનાં લોકોને સૂર્યગ્રહણ ૧૦ માં સ્થાન પર જોવા મળશે. જેનાં પ્રભાવથી તેને  કારકિર્દીમાં સતત પ્રગતિ પ્રાપ્ત થશે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં સક્ષમ રહેશો. પરિવારની દરેક પરેશાનીઓનું સમાધાન થશે. તમે જો મસ્તક પર સફેદ કે ભૂરા રંગની ટોપી પહેરો છો તો તેનાથી શુભ ફળ મળશે.

મીન રાશિ

મીન રાશિનાં લોકો ને સૂર્યગ્રહણ ૯  સ્થાન પર જોવા મળશે. નવમા સ્થાન નો સંબંધ સીધો ભાગ્ય સાથે હોય છે. તેથી ભાગ્ય તમારો પૂરો સાથ આપશે. ભાગ્ય ના આધારે તમને લાભ થવાની સંભાવના છે. તમે દરેક ક્ષેત્રમાં સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો ગોળનું દાન તો કરવાથી ગ્રહણ નાં અશુભ પ્રભાવથી છુટકારો મળશે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *