૧૪ ફેબ્રુઆરી થી મકર રાશિમાં દેવગુરુ બૃહસ્પતિ કરશે પ્રવેશ, આ ૬ રાશિના જાતકોને થશે ફાયદો જ ફાયદો

દેવગુરુ બૃહસ્પતિ ૧૪ ફેબ્રુઆરી નાં રાત્રીનાં ૧૧:૪૪ મીનીટે મકર રાશિમાં યાત્રા કરતા પૂર્વ દિશામાં ઉદિત થશે જણાવી દઈએ કે, ૧૭ જાન્યુઆરીએ ૫:૫૦ મિનિટે પશ્ચિમ દિશામાં અસ્ત થયા હતા. એવામાં હવે બૃહસ્પતિ ઉદય થવા જઈ રહ્યા છે. તો તેનો પ્રભાવ દરેક રાશિઓ પર જોવા મળશે.ચાલો જાણીએ ૧૨ રાશીઓ પર તેનો કેવો પ્રભાવ પડશે.
મેષ રાશિ
આ રાશિના જાતકોને વેપારમાં પ્રગતિ મળશે. જે લોકો નોકરીની શોધમાં છે તેને તેમાં સફળતા મળશે. તમારા દ્વારા કરવામાં આવેલ દરેક કાર્ય પૂર્ણ . નવા પ્રોજેક્ટ પર કામ કરી શકશો. કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારીઓ સાથે સારા સંબંધોમાં મધુરતા રહેશે. ઘર અથવા વાહન ખરીદવા માટે આ ઉત્તમ સમય છે.
વૃષભ રાશિ
આ રાશિના ભાગ્ય ભાવમાં બૃહસ્પતિ ઉદય થવા જઈ રહ્યા છે એટલે કે, આ રાશિવાળા લોકોનાં આવનાર દિવસો માં તમારા ભાગ્ય નો પૂરો સાથ મળી રહેશે. ધર્મ કાર્ય પ્રત્યે તમારી રૂચિમાંવધારો થશે. સામાજિક માન સન્માનમાં વધારો થશે. વિદેશમાં નોકરીની માટેની ઈચ્છા હશે તો તેના માટે તમારો સમય અનુકૂળ રહેશે. વેપારીઓને બૃહસ્પતિ નાં ઉદય થી ધન લાભ થશે.
મિથુન રાશિ
મિથુન રાશિના આઠમા ભાવમાં ગુરુ બૃહસ્પતિએ ઉદય થવા જઈ રહ્યા છે. મિથુન રાશિના જાતકોનાં જીવનમાં ઉતાર-ચડાવ જોવા મળશે. વૈવાહિક લોકોનાં દાંપત્યજીવનમાં મધુરતા જળવાઈ રહેશે. તમારા ગુસ્સા પર કાબૂ રાખવો અન્યથા પરિવાર નાં સભ્યો સાથે મતભેદ થઈ શકે છે. ભાગીદરી માં વેપાર કરવા ઈચ્છતા હોવ તો તેનાથી બચવું. કોર્ટ-કચેરીની બાબતોનું બહાર સમાધાન કરવું.
કર્ક રાશિ
આ રાશિના સાતમા ભાવમાં બ્રહસ્પતિ ઉદય થવા જઈ રહ્યા છે. તમારા દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. વેપારી વર્ગ માટે સમય અનુકૂળ રહેશે. નોકરીમાં પ્રમોશન પ્રાપ્તિ નાં યોગ બની રહ્યા છે. સામાજિક માન સન્માનમાં વધારો થશે.
સિંહ રાશિ
આ રાશિના ૬ ઠા એટલે કે, શત્રુ ભાવમાં દેવગુરુ બૃહસ્પતિ નો ઉદય થશે. તેનાથી તેને મિશ્રિત પરિણામ ની પ્રાપ્તિ થશે. તમારા શત્રુઓ તમારા વિરૂદ્ધ કાવતરું કરશે પરંતુ તેનાથી તમને તે કોઈ નુકસાન પહોંચાડી શકશે નહિ. નોકરી માટે કરવામાં આવેલ પ્રયાસ સફળ થશે. સંતાન સંબંધી ચિંતા દૂર થશે.
કન્યા રાશિ
આ રાશિના પાંચમા ભાવમાં દેવગુરુ બૃહસ્પતિ ઉદય થવાથી તેનાં પ્રભાવ થી તમને સફળતા પ્રાપ્ત થશે. આવકના નવા સાધનો પ્રાપ્ત થશે. ધનની પ્રાપ્તિ થશે. પરિવાર નાં સભ્યો સાથે મધુરતા જળવાઈ રહેશે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવાની ઇચ્છા રાખે છે તેને માટે સમય શુભ રહેશે.
તુલા રાશિ
તુલા રાશિના ૪ થા ભાવમાં વૃદ્ધિ થવા જઈ રહ્યાં છે તેના કારણે આ રાશિના જાતકો ને મિશ્રિત પરિણામો પ્રાપ્ત થશે. આ સમય દરમ્યાન કોઇ પારિવારિક સમસ્યાનો સામનો કરવો પડશે. કોર્ટ- કચેરીની બાબતમાં મુશ્કેલી આવી શકે છે. વારસાગત સંપત્તિની બાબતમાં લાભ થશે. તમારી યોજનાઓને ગુપ્ત રાખવી.
વૃશ્ચિક રાશિ
વૃષિક રાશી નાં ત્રીજા ભાવ એટલે કે પરાક્રમ ભાવમાં દેવ ગુરુ બૃહસ્પતિનો ઉદય થશે. તેના પ્રભાવથી તમને વિષમ પરિસ્થિતિથી મુક્તિ મળશે. તમારા પરાક્રમ ભાવમાં વૃદ્ધિ થશે કાર્યસ્થળમાં તમારા નિર્ણયો ની પ્રશંસા કરવામાં આવશે. ધર્મ-કર્મમાં તમારી રૂચિમાં વધારો થશે. સામાજિક માન-સન્માનમાં વૃદ્ધિ થશે. આ રાશિના જાતકોને વિદેશ ની કંપનીમાં સર્વિસ કરવાની ઈચ્છા હશે માટે વિદેશની નાગરિકતા માટે આવેદન કર્યું હશે તેમાં તેને સફળતા મળશે. સંતાન સંબંધી દરેક ચિંતાઓ દૂર થશે. પરિવાર નાં સભ્યો સાથે મતભેદ ના કરવો.
ધન રાશિ
ધન રાશિના ધનભાવમાં ગુરુ ઉદય થવા જઈ રહ્યા છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે ઘર નાં વડીલો કોઈ સલાહ આપે તો તેને ગંભીરતાથી સાંભળવી. રોકાયેલા ધન પરત મળી શકશે. તમારી કુશળ નેતૃત્વ ક્ષમતા અને સમજદારી ની પ્રશંસા કરવામાં આવશે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થશે.
મકર રાશિ
દેવગુરુ બૃહસ્પતિ મકર રાશિમાં ઉદય થવા જઈ રહ્યા છે. જેથી મકર રાશિવાળા જાતકો ઉર્જા મહેસુસ કરશે. તમારા પ્રભાવમાં વધારો થશે. વેપારીઓને આ સંયોગ ખૂબ જ અનુકૂળ રહેશે. નવી ડીલ કરવા માટે સમય અનુકૂળ રહેશે. દાંપત્યજીવનમાં સંતાન પ્રાપ્તિ નાં યોગ બની રહ્યા છે.
કુંભ રાશિ
કુંભ રાશિના વ્યય ભાવમાં ગુરુ ઉદય થવા જઇ રહ્યા છે તેના પ્રભાવથી તમને મિશ્રિત પરિણામો પ્રાપ્ત થશે. સમાજસેવા અને માંગલિક કાર્યો પર વધારે ખર્ચ થશે. એવામાં આર્થિક તંગી આવી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કોર્ટ-કચેરીની બાબત થી દૂર રહેવું. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા માર્ક્સ પ્રાપ્ત થશે.
મીન રાશિ
આ રાશિના લાભ ભાવમાં ગુરુ ઉદય થવાથી તમને લાભ પ્રાપ્તિ નાં માર્ગો પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સારી સફળતા મળશે. વેપારીઓને માટે સમય ઉચિત રહેશે તેથી તમારી ઉર્જાશક્તિનો પૂરો ઉપયોગ કરવો.