૧૪ જાન્યુઆરી એ પૂર્ણ થશે ધનુર્માસ, તારા અસ્ત થવાના કારણે નહીં થઈ શકે એપ્રીલ સુધી કોઈ શુભ કાર્ય

૧૪ જાન્યુઆરી નાં સૂર્ય ગ્રહ મકર રાશિમાં પ્રવેશ કરશે જેની સાથે ધનુમાસ પૂર્ણ થશે ત્યાં જ પ દિવસ બાદ ૧૯ જાન્યુઆરી નાં દેવગુરુ બૃહસ્પતિ નાં થવાના કારણે શુભ કાર્ય થઈ શકશે નહીં. પંડિતો અનુસાર દેવગુરુ બૃહસ્પતિ ૧૬ ફેબ્રુઆરી સુધી અસ્ત રહેશે. ત્યાં જ દેવગુરુ નાં ઉદય થતા જ શુક્ર તારા અસ્ત થઇ જશે જે ૧૭ એપ્રિલ નાં ઉદય થશે એટલે કે, ૧૭ એપ્રિલ બાદ શુભ અને માંગલિક કામોની શરૂઆત થઈ શકશે.દેવગુરુ બૃહસ્પતિને ધર્મ અને માંગલિક કામોનાં કારક ગણવામાં આવે છે. તેથી આ ગ્રહનાં અસ્ત થવાથી ધાર્મિક કાર્યો કરી શકાશે નહીં. દેવગુરુ બૃહસ્પતિનાં અસ્ત થવાના કારણે માંગલિક કામ સફળ થતું નથી. માટે માંગલિક કર્યો કરવા જોઈએ નહિ. આ વર્ષે ૧૬ ફેબ્રુઆરી સુધી એટલે કે ૨૮ દિવસ સુધી લગ્ન કે અન્ય માંગલિક કાર્યો ન કરવા જોઈએ.
જ્યારે દેવ ગુરુ બૃહસ્પતિનો ઉદય થશે ત્યારે શુક્ર તારા અસ્ત થઇ જશે. ૧૬ ફેબ્રુઆરી નાં શુક્ર ગ્રહ મકર રાશિમાં અસ્ત થશે ત્યારબાદ ૧૭ એપ્રિલ સવારનાં ગ્રહ ઉદય થશે. શુક્ર અસ્ત થવાના સમય દરમ્યાન શુભ કાર્ય કરી શકાતા નથી. શાસ્ત્રો અનુસાર શુક્ર ગ્રહ અસ્ત થવાને કારણે વાતાવરણમાં અચાનક થી પરિવર્તન થવાની સંભાવના રહેશે. શુક્ર ગ્રહ નાં અસ્ત થવાને કારણે તેનો પ્રભાવ ઓછો થઈ જશે. આ વર્ષે શુક્ર તારા ૬૧ દિવસ સુધી અસ્ત રહેશે એટલે કે બે મહિના સુધી શુભ કાર્ય કરી શકાશે નહીં.
જોકે ૧૬ ફેબ્રુઆરી નાં વસંત પંચમી નો તહેવાર છે. આ દિવસ ને શુભ ગણવામાં આવે છે તે દિવસે દેવી સરસ્વતીની પૂજા ની સાથે જ લગ્ન, વાસ્તુ પૂજા, વગેરે માંગલિક કરવામાં આવે છે. આ દિવસે નવા કામની શરૂઆત કરવાથી સફળતા જરૂર મળે છે. આ દિવસે ગૃહ પ્રવેશ, વાહન ખરીદી, લગ્ન જેવા શુભ કાર્ય કરવામાં આવે છે. પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રહે કે આ કાર્યોને વસંત પંચમી નાં દિવસે શુભ મુહૂર્ત દરમિયાન જ કરવા.
- માંગલિક કાર્યો ઉપરાંત આ દિવસે દેવી સરસ્વતીની પૂજા જરૂર કરવી. દેવી સરસ્વતીની પૂજા વિધિ આ પ્રકારે છે.
- વસંત પંચમી નાં દિવસે સ્નાન કર્યા બાદ પીળા રંગનાં વસ્ત્રો ધારણ કરવા. ત્યારબાદ મંદિર પાસે એક બાજોઠ રાખવો.
- આ બાજોઠ પર પીળા રંગનું વસ્ત્ર પાધરવું. ત્યાર બાદ તેનાં પર માં સરસ્વતી ની મૂર્તિ રાખવી.
- માં ને પીળા રંગના ફૂલ અર્પણ કરવા અને પ્રસાદમાં પીળા રંગની વસ્તુઓ ધરાવી દીવો કરવો.
- જે લોકો કળા ક્ષેત્રે જોડાયેલા છે તેઓએ કળા સાથે જોડાયેલી વસ્તુઓ બાજોઠ પર રાખવી. માં સરસ્વતીની સાથે આ વસ્તુઓ ની પણ પૂજા કરવી.
- વિદ્યાર્થીઓએ આ દિવસે બાજોઠ પર પોતાનું પુસ્તક રાખી તેની પૂજા કરવી એવું કરવાથી સરસ્વતીની કૃપા બની રહે છે. અને તમને વિદ્યાની પ્રાપ્તિ થાય છે.