૧૫ ડિસેમ્બર થી ધનુરમાસ શરૂ થવાનો છે, ધનુરમાસ માં ભૂલથી પણ ન કરવા કોઇ માંગલિક કાર્યો

થોડા દિવસોમાં ધનુરમાસ શરૂ થવાનો છે જેથી કોઇપણ માંગલિક કાર્યો થઇ શકશે નહીં. હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર ધનુરમાસ માં શુભ કાર્યો કરવામાં આવતા નથી. ૧૫ ડિસેમ્બરથી સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે. અને તે જ દિવસ થી ધનુરમાસ નો પ્રારંભ થશે. સૂર્ય નાં ધનુરમાસ માં પ્રવેશ ને ‘ધનુ સંક્રાંતિ’ ન નાં નામથી ઓળખવામાં આવે છે. સૂર્ય ધન રાશિમાં ૧૫ ડિસેમ્બરથી ૧૪ ફેબ્રુઆરી સુધી રહેશે. ૧૫ ડિસેમ્બરથી ૧૪ ફેબ્રુઆરી સુધીના સમયગાળામાં કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય કરવામાં આવતા નથી.હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર ધનુરમાસ માં માંગલિક ને શુભ કાર્ય વર્જિત ગણવામાં આવે છે એટલું જ નહીં પરંતુ ધનુરમાસ માં નવી વસ્તુઓની ખરીદી પણ કરવામાં આવતી નથી.
જો તમે આવનારા દિવસોમાં વાહન, મકાન, દુકાન, સોનું કે કોઈ મોંઘી વસ્તુ ખરીદવાનું વિચારી રહ્યા હોય તો ૧૫ ડિસેમ્બરથી પહેલા ખરીદી લેવું યોગ્ય ગણાય છે. કારણ કે, ૧૫ ડિસેમ્બર બાદ કોઈ શુભ મુહૂર્ત આવતું નથી.જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે ગુરૂ ની રાશી મીન કે ધન રાશી માં સૂર્ય પ્રવેશ કરે છે ત્યારે ધનુરમાસ શરૂ થાય છે. તેમજ હિન્દુ કેલેન્ડર મુજબ પોષ મહિનાને ધનુરમાસ કહેવામાં આવે છે. આ જ કારણે પોષ મહિનામાં માંગલિક કાર્યો લગ્ન યજ્ઞોપવિત જેવા કાર્યો થતા નથી. અને અન્ય કોઈ માંગલિક કાર્ય કરવામાં આવતા નથી. પરંતુ તીર્થ યાત્રા કરવા માટે આ સમય સૌથી ઉતમ ગણાય છે. એવામાં પવિત્ર તીર્થ સ્થળની યાત્રાનું આયોજન કરવું ઉતમ ગણાય છે.
ધનુરમાસ નાં અંતિમ દિવસો મકરસંક્રાંતિ નાં હોય છે. આ વર્ષે મકરસંક્રાંતિ ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ નાં આવશે. મકરસંક્રાંતિ હિંદુ ધર્મ માટે સૌથી મોટો તહેવારોમાંનો એક તહેવાર છે. કારણ કે તેનું એક વિશેષ ધાર્મિક મહત્વ છે. ૧૪ જાન્યુઆરી નાં દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને તે દિવસથી માંગલિક અને શુભ કાર્યોની શરૂઆત થાય છે. ૧૪ જાન્યુઆરી બાદ લગ્ન વગેરે માંગલિક કાર્યની શરૂઆત થી જાય છે.