૧૯ ડિસેમ્બર નાં દિવસે વિવાહ પંચમી છે, આ દિવસે ભગવાન શ્રી રામ અને સીતા માતાની પૂજા કરવાથી જલ્દી થાય છે વિવાહ

૧૯ ડિસેમ્બર નાં દિવસે વિવાહ પંચમી છે, આ દિવસે ભગવાન શ્રી રામ અને સીતા માતાની પૂજા કરવાથી જલ્દી થાય છે વિવાહ

માગશર મહિના નાં શુક્લ પક્ષમાં પાંચમની તિથિ ને વિવાહ પંચમી  નાં તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસે શ્રીરામ અને માતા સીતા ની પૂજા કરવાથી જલ્દીથી લગ્ન થી શકે છે. આ વર્ષે વિવાહ પંચમી ૧૯ ડિસેમ્બર નાં આવી રહી છે. તેથી જે લોકો નાં લગ્ન થવામાં વિલંબ થતો હોય તેવા લોકોએ આ દિવસે પૂજા અવશ્ય કરવી અને નીચે બતાવેલ ખાસ ઉપાય કરો કરવાથી તમારા લગ્ન જલ્દીથી થઈ શકે છે.

વિવાહ પંચમી સાથે જોડાયેલી માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શ્રીરામ અને માતા સીતા નાં લગ્ન થયા હતા. એટલા માટે આ દિવસને ભગવાન શ્રીરામ અને માતા સીતાના વિવાહ  નાં ઉત્સવ નાં રૂપમાં ઉજવવામાં આવે છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે, આ દિવસે તુલસીદાસજીએ રામચરિત્ર માનસ પૂર્ણ કર્યું હતું .પંચમી નાં  દિવસે ભગવાન શ્રી રામ અને માતા સીતા ની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. જે લોકોના લગ્ન થવામાં વિઘ્ન આવી રહ્યા હોય.  તે લોકો જો  પૂજા કરે તો તેનાં લગ્ન જલ્દીથી થઈ જાય છે. આ દિવસે પૂજા અર્ચના કરવા થી વિવાહિત જીવનમાં પણ સુખ બની રહે છે અને દામ્પત્ય જીવનની દરેક સમસ્યાઓ દૂર થાય છે.

વિવાહ પંચમી નું શુભ મુહૂર્ત

૧૮ ડિસેમ્બર ૨૦૨૦ નાં રાત્રીના ૨ કલાક ને ૨૨ મિનિટ થી આરંભ થઇ અને આગલા દિવસ એટલે કે ૧૯ ડિસેમ્બર૨૦૨૦  નાં બપોર નાં  ૨ કલાક ને ૧૪ મિનીટ સુધી વિવાહ પંચમી નું શુભ મુહુર્ત રહેશે. એટલે કે ૨ કલાક ને ૧૪ મિનિટ પહેલા પૂજા કરવી

પૂજા માટેની વિધિ

વિવાહ પંચમી નાં દિવસે સવારે વહેલા ઊઠી સ્નાન કરવું અને સ્વચ્છ વસ્ત્રો પહેરવાં. ત્યારબાદ મંદિરમાં એક ચોકી રાખી તેનાં પર લાલ વસ્ત્ર પાથરવું. અને તેનાં પર શ્રીરામ અને માતા સીતાની મૂર્તિ રાખવી ભગવાન રામને પીળા વસ્ત્ર અને માતા સીતાને લાલ વસ્ત્ર અર્પણ કરવા. ત્યાર બાદ તેને ફૂલ અર્પણ કરવા. ભગવાન ને તિલક કરવું અને તેની સામે દીવો કરવો. પછી હાથમાં ચોખા અને ફૂલ લઈને  શ્રી રામઅને માતા સીતા ના વિવાહ નો સંકલ્પ કરવો. બાલકાંડમાં દર્શાવેલ વિવાહ પ્રસંગ નો પાઠ કરવો ત્યાર બાદ ભગવાન નાં મંત્રોનો જાપ કરવો અને પૂજા પૂર્ણ થયા બાદ ભગવાનને પ્રાર્થના લગ્ન માં આવતા વિધ્ન દૂર કરવા માટે પ્રાર્થના કરવી.

આ ઉપાયો કરવા

નીચે બતાવેલ ઉપાય જો આ દિવસે કરવામાં આવે તો તમારા લગ્નમાં આવતા વિઘ્નો દૂર થાય છે.

  • ભગવાન શ્રીરામ અને માતા સીતા નાં વિવાહ પ્રસંગ નાં પાઠ કરવા આ ઉપરાંત તે દિવસે રામચરિત્ર માનસ  નાં પાઠ કરવા પણ ખૂબ જ શુભ ગણાય છે માન્યતા છે કે, આ દિવસે રામચરિત્ર માનસ  નાં પાઠ કરવાથી દરેક સમસ્યાઓ દૂર થાય છે.
  • આ દિવસે નાહવા નાં પાણીમાં હળદર મેળવી અને સ્નાન કરવું. હળદરવાળા પાણીથી સ્નાન કરવાથી લગ્ન જલદી થઈ શકે છે.
  • મંદિરે જઈને માતા રાણી ને સુહાગન સ્ત્રી નો શણગાર અર્પણ કરવો.
  • તુલસી ની સામે સવારે અને સાંજે દીવો જરૂરથી કરવો.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *