૧૯ ફેબ્રુઆરી : અચલા સપ્તમી વ્રત, જાણો વ્રત સાથે જોડાયેલ પૌરાણિક કથા

દર વર્ષે મહા મહિનાની શુક્લ પક્ષની સાતમ ની તિથી ના અચલા સપ્તમી આવે છે. આ દિવસે સૂર્યનારાયણ પૂજા કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે કેટલા ૧૯ ફેબ્રુઆરી નાં અચલા સપ્તમી આવી રહી છે. ભવિષ્યપુરાણ અનુસાર આ દિવસે ભગવાન સુર્યનારાયણ નો જન્મ થયો હતો અને તેથી આ દિવસે જે લોકો વ્રત રાખે છે અને ભગવાન સૂર્યનારાયણ નું પૂજન કરે છે તેના પર ભગવાન સૂર્યદેવની કૃપા દ્રષ્ટિ બની રહે છે.
ભવિષ્ય પુરાણ અનુસાર જે લોકો ગંભીર રોગથી ગ્રસ્ત હોય ટીઓએ અચલા સપ્તમી નું વ્રત જરૂર કરવું જોઈએ અને રથ પર સવાર ભગવાન ભાસ્કર એટલે કે, સૂર્ય દેવની પૂજા કરવી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે જાતકની કુંડળીમાં સૂર્ય નીચ રાશિ નાં હોય અથવા શત્રુ ઘર માં બિરાજમાન હોય તે લોકોએ આ દિવસે વિશેષ રૂપથી સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. એવું કરવાથી સૂર્ય તમને અનુકૂળ બની રહે છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. જે લોકોની કુંડળીમાં સૂર્યની સ્થિતિ બરાબર ન હોય અને રોગોથી ઘેરાયેલા હોય અને જેનું સ્વાસ્થ્ય વારંવાર ખરાબ થતું હોય શિક્ષામાં વિધ્ન નો સામનો કરવો પડતો હોય, સંતાનપ્રાપ્તિમાં રુકાવટ આવી રહી હોય તેના માટે ખૂબ જ જરૂરી છે કે સૂર્ય દેવ તમારી અનુકૂળ બની રહે. અચલા સપ્તમી નું વ્રત રાખવાની સાથે સાથે આ દિવસે નીચે જણાવેલી કથા જરૂર કરવી. જે આ પ્રકારે છે.
અચલા સપ્તમી વ્રત કથા અનુસાર એક ગણિકા એ વસિષ્ઠ મુનિ પાસે જઈ મુક્તિ મેળવવા માટે પુછ્યું મુનિએ તેમને કહ્યું કે મહા મહિનાની સપ્તમી અચલા સપ્તમી નું વ્રત કરવું મુનિ ની વાત માનીને તેણે વ્રત કર્યું. તેનાં કારણે તેને પુણ્ય પ્રાપ્ત થયું જ્યારે તેણે દેહ ત્યાગ કર્યો ત્યારે ઈન્દ્ર દેવે તેને અપ્સરાઓની નાયકા બનાવી દીધા.
એક અન્ય કથા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ નાં પુત્ર શામ્બ ને પોતાના શારીરિક બળ પર ખૂબ જ અભિમાન હતું પોતાના અભિમાન લઈને દુર્વાસા ઋષિ નું અપમાન કર્યું. જેના કારણે દુર્વાસા ઋષિએ શામ્બ ને કુષ્ટ રોગ થઈ જવાનો શ્રાપ આપ્યો. પુત્ર ને આ શ્રાપથી મુક્તિ મેળવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ એ તેમને ભગવાન સૂર્યનારાયણ ની ઉપાસના કરવાનું કહ્યું. શ્રીકૃષ્ણ ની વાત માનીને શામ્બે સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરી અને અચલા સપ્તમી નું વ્રત રાખ્યું જેના ફળ સ્વરૂપે સૂર્યનારાયણની કૃપા તેના પર થઈ અને તેને કુષ્ટ રોગમાંથી મુક્તિ મળી હતી.
આ રીતે પૂજન કરવું
- અચ્લ્લા સપ્તમી ની પૂજા ખુબજ સરળ છે. આ દિવસે સ્નાન કર્યા બાદ સૂર્યનારાયણ નું પૂજન કરવું અને એક બાજોઠ પર પીળા રંગ નું વસ્ત્ર પાથરવું તેનાં પર સૂર્ય નારાયણ ની મૂર્તિ રાખવી અને સામે તાંબાનો લોટો રાખવો જેમાં જળ અને ચોખા રાખવા.
- સૂર્યદેવની પૂજા શરૂ કરતા પહેલા તેની સામે દીવો કરવો. પછી સૂર્યદેવને લાલ રંગનું ફૂલ અર્પણ કરવું પૂજા કરતી વખતે સૂર્યદેવ નાં મંત્રોનો જાપ કરવા અને અચલા સપ્તમી ની કથા વાંચવી.
- પૂજા પૂર્ણ કર્યા બાદ સૂર્યદેવની આરતી કરવી ત્યાર બાદ લોટા નાં જળ થી સૂર્યદેવને અર્ધ્ય આપવું. અર્ધ્ય આપતી વખતે સૂર્યદેવ સાથે જોડાયેલા મંત્રો નાં જાપ કરવા. ત્યારબાદ ગરીબ લોકોને લાલ વસ્તુ દાન કરવી. આ રીતે વ્રત કરવાથી દરેક વિઘ્નો માંથી મુક્તિ મળે છે.