૨૦ નવેમ્બર નાં દિવસે શનિ અને ગુરુ નું મિલન થશે, તે દિવસે આ ઉપાયો કરવાથી તમારા ભાગ્યનો ઉદય થશે

નવેમ્બર નો મહિનો આ વખતે તહેવારો નો મહિનો છે. આ મહિનાં માં કરવાચોથ, અષ્ટમી ધનતેરસ, દિવાળી અને છઠ પૂજા, ગોવર્ધન પૂજા જેવા મોટા તહેવારો ઉજવવામાં આવશે. આ દિવસો માં પુરા દેશ માં તહેવારો ઉજવવા માં આવશે. દરેક વ્યક્તિ આ તહેવારો ની સિઝન ને ઉજવવા માટે તૈયારી કરી રહ્યા છે. નવેમ્બર મહિનો તહેવારો ને લીધે ખાસ છે. સાથે જ જ્યોતિષ સંયોગ નાં લીધે પણ ખૂબ ખાસ બને છે. જો તમે તમારા ભાગ્ય નો ઉદય કરવા માંગતા હોવ તો શનિ અને ગુરુ ગ્રહ નાં સહયોગ થી તમારા ભાગ્ય માં પરિવર્તન આવી શકે છે. ૧૬ નવેમ્બર નાં ચાર દિવસ પછી ૨૦ નવેમ્બર નાં દિવસે ગુરૂ અને શનિ નો વિશેષ યોગ બની રહ્યો છે. તમને ખ્યાલ હશે કે, શનિ આ સમયે મકર રાશિ માં બિરાજમાન છે. અને ૨૦ નવેમ્બર નાં દિવસે ગુરુ પણ મકર રાશિ માં પ્રવેશ કરશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ અને શનિ નાં આ યોગ ને ખૂબ જ મહત્વ નો ગણવામાં આવે છે. આ મિલન ખૂબ સુખદ સંબંધ દર્શાવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ અને શનિ ને એકબીજા સાથે કોઈ પણ પ્રકાર નો વેરભાવ નથી. તેથી તેઓ એકબીજા ને કોઈ પણ પ્રકાર નું નુકસાન પહોંચાડી શકે નહીં. ઉપરાંત શનિ અને ગુરુ બેઉ એક સમાન છે એક તરફ જ્યાં શનિ કર્મ ફળ નાં દેવતા છે ત્યાં બીજી તરફ ગુરુ સારા કર્મ ફળ નાં દેવતા છે. ગુરુ અને શનિ તમારા કારકિર્દી ની દશા અને દિશા નક્કી કરે છે. જણાવી દઈએ કે, આ સુયોગ ૫ એપ્રિલ સુધી રહેશે. એવામાં તમે લાભ મેળવવા ઈચ્છતા હોવ તો, ખાસ ઉપાયો જરૂર થી કરવા આજે અમે તમને એ ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ
પીપળ નાં વૃક્ષ નું પૂજન
જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવાર નાં દિવસે સૂર્યોદય થી પહેલા પીપળા નાં વૃક્ષ નું વિધિ-વિધાન દ્વારા પૂજન કરવામાં આવે તો શુભ ફળ ની પ્રાપ્તિ થાય છે. માટે તમારે શનિવાર નાં દિવસે સૂર્યોદય પહેલાં ઊઠી સ્નાન કરી અને કોઇ પીપળા નાં વૃક્ષ પાસે પૂજા અર્ચના કરવી. આવું કરવા થી શનિદેવ ની તમારા પર વિશેષ કૃપા રહેશે. તમારા સારા કર્મોનું ફળ તમને અવશ્ય મળશે.
શનિ સ્તોત્ર નાં પાઠ કરવા
૨૦ નવેમ્બર પછી એક શનિવાર થી શરૂ કરીને સતત ૧૧ શનિવાર સુધી ૧૦૮ શનિ સ્ત્રોત નાં પાઠ કરવા. આ પ્રમાણે કરવાથી તમને શનિ દશા માં રાહત મળશે અને તમારા સારા કર્મોનું ફળ પ્રાપ્ત થશે. શનિ સ્ત્રોત નાં પાઠ આમ તો દર શનિવારે કરવા જોઈએ. શનિ મહારાજ ની કૃપા બની રહે છે.
શનિદેવ ને તેલ ચડાવવું
તમને જણાવી દઈએ કે શનિ મહારાજ ને તેલ ખૂબ જ પ્રિય છે. આજ કારણે શનિ મંદિર માં તેલ ચઢાવવામાં આવે છે. એવા માં જો શનિદેવ ને સરસવ નું તેલ ચઢાવવામાં આવે તો તમને દરેક કષ્ટોમાં થી મુક્તિ મળે છે. અને સુખ સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય છે. જો તમે શનિ અને ગુરુ નાં આ મિલન સમયે સતત ૪૩ દિવસ સુધી શનિદેવ ને તેલ ચડાવો છો, તો તમને વિશેષ લાભ પ્રાપ્ત થશે. સાથે જ શનિ મહારાજ તમારી બધી ભૂલો ને માફ કરી. તમને જલ્દી જ તમારા સારા કર્મોનું ફળ આપશે.
દર શનિવારે આ કામ કરવું
જ્યોતિષશાસ્ત્ર મુજબ દરેક શનિવારે કાળી ગાય,કાળા કુતરા કે કાળી ચકલી ને ભોજન આપવું. આવું કરવાથી તમારા ઘરમાં થી નકારાત્મક ઉર્જા દૂર થશે. અને તમારી કારકિર્દી માં સફળતા મળશે. જો તમે શનિવાર નાં દિવસે કોઈ શુભ કાર્ય માટે ઘર ની બહાર જઇ રહ્યા છો, અને ઘરની બહાર નીકળતી વખતે કાળુ કુતરુ મળે તો તેને ભોજન આપવું આ પ્રમાણે કરવાથી તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. આ ઉપરાંત શનિવાર નાં દિવસે માછલીઓ ને લોટમાં થી ગોળી બનાવીને આપવા થી તમારા કુંડળી ની શનિ દશા માં સુધારો થાય છે. અને તમને લાભ પ્રાપ્ત થાય છે. તમારા બગડેલા દરેક કાર્યમાં સફળતા મળે છે.
શનિદોષ દૂર થશે
શનિદોષ દૂર કરવા માટે પ્રભુ શ્રીરામ નાં પરમ ભક્ત હનુમાનજી ની પૂજા વિશેષ ફળ આપે છે. જો તમે શનિ ની સાડાસાતી થી પરેશાન છો, તો દરરોજ હનુમાનજી ની આરાધના કરવી. આ ઉપરાંત દર મંગળવાર અને શનિવારે સુંદરકાંડ નાં પાઠ કરવા આ ઉપાય કરવાથી શનિ દોષ દૂર થાય છે. અને તમને લાભ પ્રાપ્ત થાય છે. સાથે જ મંગળવાર અને શનિવાર નાં દિવસે હનુમાનજી નાં મંદિર પર જઈને સિંદૂર ચઢાવું. તેનાંથી વિશેષ લાભ થશે.