૨૦૦ વર્ષ પછી મકરસંક્રાંતિ પર બની રહ્યો છે આ દુર્લભ યોગ, આ ૪ રાશિનાં લોકોનું ભાગ્ય થશે પરિવર્તન

મકરસંક્રાંતિ નાં તહેવારનું ભારત માં ખુબજ મહત્વ છે. આ તહેવાર નાં દિવસે લોકો પવિત્ર નદીમાં સ્નાન કરે છે અને ખાવાપીવાની વસ્તુઓનું દાન કરે છે. દર વર્ષે જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે મકર રાશિમાં સૂર્ય નાં પ્રવેશની સાથે ચંદ્ર, બુધ, ગુરુ અને શનિ ત્યાં આ પાંચ ગ્રહનો સયોગ ૨૦૦ વર્ષ પછી બની રહ્યો છે. એટલું જ નહીં પ રાજ યોગ પણ બની રહ્યા છે અને રાજ યોગ માં સૂર્ય નું ઉતરાયણ થવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. મકરસંક્રાંતિ પર મંગળ, શનિ, બૃહસ્પતિ અને ચંદ્રમાં થી રચક, ગજકેસરી, દાન અને પર્વત નામનાં રાજ યોગ બની રહ્યા છે.
મકરસંક્રાંતિ નાં દિવસે તીર્થસ્નાન, પૂજા અને દાન કરવાનું ખૂબ જ મહત્વ છે. માનવામાં આવે છે એવું કરવાથી પુણ્ય ની પ્રપ્તિ થાય છે અને પાપ નષ્ટ થાય છે. માટે આ સમય દરમિયાન આ કાર્યો જરૂર કરવા. દર વર્ષે કલ ૧૨ સંક્રાંતિ આવે છે. આ વર્ષે પણ ૧૨ સંક્રાન્તિઓ આવે છે પરંતુ એમાંથી ફક્ત ૨ સંક્રાતિ જ ખાસ હોય છે. ૧૪ જાન્યુઆરીએ જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તે મકરસંક્રાંતિ ને ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારબાદ જ્યારે સૂર્ય કર્ક રાશિમાં જાય છે તેને કર્ક સંક્રાંતિ કહેવાય છે આ સમય દરમિયાન સૂર્ય દક્ષિણાયન થાય છે એટલે કે દક્ષિણ ગોળાર્ધમાં આગળ વધે છે. આ ૨ સંક્રાન્તિઓ ને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ ઉપરાંત જ્યારે સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે ત્યાં તે રાશિના નામ મુજબ સંક્રાંતિ ગણવામાં આવે છે. જેમકે મેષ વૃષભ મિથુન સંક્રાંતિ આમ વર્ષ માં કુલ ૧૨ સંક્રાન્તિઓ હોય છે.
મકરસંક્રાંતિ આ ૪ રાશિનાં લોકો માટે રહેશે શુભ
વૃષભ રાશિ
આ રાશિના જાતકોનું ભાગ્ય પરિવર્તન થશે અને એક મહિના સુધી તેને ખૂબ જ લાભ પ્રાપ્ત થશે.
કર્ક રાશિ
નોકરી માટેનાં સારા અવસર મળશે રોકાયેલા દરેક કાર્ય પૂર્ણ થશે જીવનમાં દરેક પરેશાનીઓથી મુક્તિ મળશે.
સિંહ રાશિ
દુશ્મનો ને પરાજિત કરી શકશો મિત્રો તરફથી સહયોગ પ્રાપ્ત થશે ધનલાભ થવાના યોગ બની રહ્યા છે.
વૃશ્ચિક
દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત મળશે. ભાઈ બહેન સાથે પ્રેમમાં વધારો થશે અને તેમના તરફથી સહયોગ પ્રાપ્ત થશે.