૨૦૨૦ ની તુલના માં કેવું રહેશે ૨૦૨૧ નું વર્ષ, ભારતની કુંડળીમાં બની રહ્યા છે આ યોગ

૨૦૨૦ ની તુલના માં કેવું રહેશે ૨૦૨૧ નું વર્ષ, ભારતની કુંડળીમાં બની રહ્યા છે આ યોગ

૨૦૨૦ ભારત માટે ખૂબ જ ખરાબ રહ્યું છે જોકે ભારત જ નહિ કોરોનાવાયરસ નાં કારણે આખા વિશ્વ ની હાલત ખરાબ રહી છે. અર્થ વ્યવસ્થા કમજોર પડવાના કારણે કેટલાય લોકોએ વેપાર-ધંધા ગુમાવ્યા છે એટલું જ નહીં આ ઉપરાંત ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. આ વર્ષે આપણને ઘણું બધું બતાવ્યું છે એવામાં દરેક લોકોને આશા છે કે આવનારું નવું વર્ષ ૨૦૨૧ સારું સાબિત થશે પરંતુ શું સાચે જ આ વર્ષ સારું રહેશે શું ભારત માટે ૨૦૨૧ ખુશીઓ લઈને આવશે કે ૨૦૨૦ ની જેમ ખરાબ રહેશે ચાલો જાણીએ

નવા વર્ષ ૨૦૨૧ ની શરૂઆતમાં જ શનિ પોતાની રાશિ મકર માં સશક્ત થઈને બેઠા છે અને બૃહસ્પતિ પણ મકર માં જ બિરાજમાન છે. બીજી તરફ મંગળ પોતાની રાશિ મેષમાં ખૂબ જ કઠોરતા સાથે વિરાજમાન છે. ત્યાં શુક્ર વૃષભ અને સૂર્ય અને બુધ ધન રાશિમાં બિરાજમાન છે. આ દરેક ગ્રહ યોગો ને જોતા ભારત માટે ૨૦૨૧ માં પણ અર્થવ્યવસ્થાને લઈને સંકટ બન્યું રહેશે. શેર બજાર પહેલા ખૂબ જ ટોપ પર રહેશે અને અચાનકથી ખૂબ જ ડાઉન થશે તેથી શેરબજાર સાથે જોડાયેલા લોકોને નુકસાન થવાની સંભાવના રહેશે.

૨૦૨૧ માં દેશ નાં કોઈ પ્રમુખ વ્યક્તિની હેલ્થ કે લાઈફ પર ખરાબ અસર પડશે તેનાથી દેશની પરેશાની માં વધારો થશે. આ વર્ષે અ, મ, ર,અને સ થી શરૂ થતા ફેમસ લોકોનાં  સ્વાસ્થ્ય અને કેરિયરને લઇને દુ:ખદ સમાચાર મળી શકે છે. આ નામના પ્રખ્યાત લોકોને પરેશાની સામનો કરવો પડશે.આ વખતે દેશની સરકાર કઠોર રૂપમાં જોવા મળશે. દેશમાં નાના-મોટા વિવાદ, ઝઘડાઓ અને આંદોલન થઇ શકે છે. ફક્ત દેશ જ નહીં વિદેશોમાં પણ ભારત નાં વિવાદ ના લીધે પરેશાની થઈ શકે છે.

આ વર્ષે એક પછી એક ધણા ખરાબ સમાચાર આવી શકે છે. દેશનાં જેટલા મોટા લોકો છે તેની હાલત ખરાબ થવાની સંભાવના છે. ઘણા મોટા અગ્નિકાંડ થવાની સંભાવના પણ છે પ્રાકૃતિક આપત્તિ પણ આવી શકે છે. દેશમાં ક્રાઇમ રેટ ખૂબ જ ઝડપથી આગળ વધશે બિલ્ડર્સ ક્ષેત્રે જોડાયેલા લોકોને માટે આ વર્ષ ખરાબ સમય લાવી શકે છે. ૨૦૨૧ માં મોંઘવારીમાં ખૂબ જ વધારો થશે જેનાથી સામાન્ય લોકોનું જીવન ગુજારવાનું મુશ્કેલ થઈ જશે આમ આ વર્ષ કંઈ ખાસ રહેશે નહિ આ વર્ષ પણ ૨૦૨૦ ની તુલનામાં સામાન્ય રહેશે.

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *