૨૦૨૧ આ વર્ષે આ ૫ રાશિઓ પર રહેશે રાહુની અશુભ છાયા, થશે પરેશાનીઓ માં વધારો

૨૦૨૧ આ વર્ષે આ ૫ રાશિઓ પર રહેશે રાહુની અશુભ છાયા, થશે પરેશાનીઓ માં વધારો

રાહુ ગ્રહ ૨૦૨૧ માં આમ તો કોઈ રાશિ પરિવર્તન કરશે નહીં પરંતુ રાહુ દેવ ના નક્ષત્ર પરિવર્તન થી તેનો પ્રભાવ આખું વર્ષ દરેક જાતકોને પ્રભાવિત કરશે. ૨૦૨૧ માં રાહુ  વર્ષ ની શરૂઆતથી જ મુર્ગ્શીરા અને ૨૭ જાન્યુઆરી થી રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. તેમજ વર્ષ નાં અંતમાં રાહુ કૃતિકા નક્ષત્ર બિરાજમાન થશે આવો જાણીએ ૨૦૨૧ માં દરેક રાશિઓ પર રાહુ નો પ્રભાવ

મેષ રાશિ

અચાનક તમને ધન પ્રાપ્તિ થઇ શકે છે. પ્રોપર્ટી કે જમીનની ખરીદી માટે આ વર્ષ ઉત્તમ રહેશે. આ વર્ષે તમે લાભ મેળવવામાં સફળ રહેશો. પારિવારિક જીવનમાં ખુશી રહેશે.

વૃષભ રાશિ

રાહુ તમને પરેશાન કરી શકે છે. તમારે માનસિક તણાવનો સામનો કરવો પડશે. કોઈ પર  જરૂરતથી વધારે ભરોસો કરવો નહીં. વિવાહિત જીવનમાં પરેશાની બની રહેશે. ૨૭ જાન્યુઆરી બાદ થોડી રાહત મહેસુસ થશે.

મિથુન રાશિ

તમારા ઉપર રાહુનો પ્રભાવ જોવા મળશે આ વર્ષે રાહુ નાં કારણે તમારા ખર્ચાઓમાં વૃદ્ધિ થશે. અચાનક થી તમને ધનની હાની થવાના સંકેત છે. આ વર્ષે તમારે આર્થિક પક્ષ પર ધ્યાન આપવાની જરૂર છે. ધનની બાબતમાં કોઈ પ્રકાર નું રિસ્ક લેવું નુકશાનદાયક સાબિત થઈ શકે છે.

કર્ક રાશિ

રાહુ નાં અશુભ પ્રભાવથી તમારી આવકમાં વધારો થશે. વેપાર સાથે જોડાયેલા લોકોને જબરજસ્ત લાભ થવાના સંકેત છે. વિવાહિત જીવનમાં ખુશીઓનો આગમન થશે. જીવનસાથી સાથે રોમાન્ટિક સમય પસાર કરવાના અવસર પ્રાપ્ત થશે. સંતાન તરફથી સારા સમાચાર પ્રાપ્ત થશે.

સિંહ રાશિ

કાર્યક્ષેત્રમાં પરેશાનીનો સામનો કરવો પડશે. પારિવારિક જીવનમાં તણાવ મહેસુસ થશે. ૨૭ જાન્યુઆરી થી વેપારી વર્ગને રાહત મળશે. ખર્ચાઓમાં વધારો થશે નહીં.

કન્યા રાશિ

તમારે કષ્ટોનો સામનો કરવો પડશે તમારા માન સન્માનમાં ને થોડી હાનિ પહોંચી શકે છે. પિતા સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. લાંબી મુસાફરી કરવા માટે સમય તમારા માટે શુભ રહેશે નહિ. વિદ્યાર્થીઓ ને જાન્યુઆરી બાદ સારા પરિણામ પ્રાપ્ત થશે.

તુલા રાશિ

આ વર્ષે તમારે સંભાળીને ચાલવાની જરૂર છે. રાહુ તમારા માર્ગમાં વિઘ્ન લાવી શકે છે. તમારે માનસિક કષ્ટ નો સામનો કરવો પડશે. ધન કમાવા માટે શોર્ટકટ અપનાવવા નહિ. સાસરા પક્ષ નાં લોકો સાથે સંબંધ સારા રહેશે.

વૃશ્ચિક રાશિ

આર્થિક લેવડદેવડમાં વિશેષ સાવધાની રાખવી. તમારા દામ્પત્ય જીવનમાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. વેપાર માટે આ વર્ષ ઉત્તમ રહેશે. કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે.

ધન રાશિ

રાહુ નાં પ્રભાવથી આ વર્ષ સામાન્ય થી થોડું સારું રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળશે. સફળતા મેળવવા માટે મહેનત વધારે કરવી પડશે અચાનકથી ધનનો વ્યય થઇ શકે છે.

મકર રાશિ

તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પારિવારિક જીવનમાં તણાવનો સામનો કરવો પડી શકે છે. પ્રેમ જીવનમાં પરેશાનીઓ આવશે. આવકમાં વધારો થવાની સંભાવના છે. સંતાન પ્રતિ ચિંતા રહેશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

કુંભ રાશિ

તમારા સુખમાં કમી આવી શકશે. પરિવારમાં વારસાગત સંપત્તિને લઈને વિવાદ થઈ શકે છે. રાહુ નાં રોહિણી નક્ષત્રમાં જવાથી સ્થિતિ સામાન્ય થશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. કાનૂની કેસ નો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે.

મીન રાશિ

તમારા સાહસ અને પરાક્રમ માં વૃદ્ધિ થશે તમે તમારા શત્રુઓને પરાજિત કરવામાં સફળ રહેશો. તમને યાત્રા પર જવાનો અવસર પ્રાપ્ત થશે યાત્રાનો તમે સારો લાભ ઉઠાવવામાં સફળ રહેશો. પ્રેમ જીવનમાં અનુકૂળ પરિસ્થિતિ રહેશે.

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *