૨૦૨૧ માં આ ૩ રાશિના જાતકો પર રહેશે શનિની સાડાસાતી, બચવા માટે રાશિ પ્રમાણે કરો આ ઉપાય

શનિદેવની સાડાસાતી ખુબજ કષ્ટદાયી સાબિત થાય છે. જે જાતકની રાશિમાં આવે છે તેના જીવનમાં દુઃખ અને પરેશાનીઓ જ રહે છે. વર્ષ ૨૦૨૧ માં શનિદેવ મકર રાશિમાં બિરાજમાન છે. એવામાં વર્ષ ૨૦૨૧ માં શનિની સાડાસાતી આ રાશિઓ પર રહેશે. જે આ પ્રમાણે છે. ધન રાશિ, મકર રાશિ અને કુંભ રાશિ પર શનિ ની સાડાસાતી રહેશે. જો તમે પણ આ રાશિના જાતક છો તો ટેન્શન લેવાની જરૂર નથી. આજે અમે તમને શનિની સાડાસાતીનાં પ્રભાવને દૂર કરવા માટે કેટલાક ઉપાયો જણાવીશું.
ધન રાશિ
ધન રાશિવાળા લોકોને સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. કારણ કે તમારી રાશિમાં શનિની સાડાસાતી અંતિમ ચરણ પર જવાની છે. તેથી તમારી સ્થિતિ બાકી રાશિ તુલનામાં સારી રહેશે. કારકિર્દી અને રોજગારમાં સકારાત્મક બદલાવ આવશે. શનિની સાડાસાતીથી બચવા માટે આ રાશિના જાતકોએ શનિવાર નાં દિવસે સરસવનાં તેલ નો દીવો કરી અને પીપળાનાં ઝાડ નીચે રાખવો. તેની સાથેજ જરૂરિયાત મંદ લોકો ને કાળી વસ્તુઓનું દાન કરવું. શનિવારનાં દિવસે માંસ મદિરા જેવી વસ્તુઓનું સેવન કરવાથી બચવું. આ ઉપાય કરવાથી તમારી રાશિ પર શનિનો પ્રભાવ ઓછો પડવા લાગશે.
મકર રાશિ
મકર રાશિ પર શનિની સાડાસાતી મધ્ય ચરણમાં ચાલી રહી છે. તેથી તમારા સ્થાન પરિવર્તનનાં યોગ બની શકે છે. સારા સમાચાર એ છે કે, તમારા દરેક રોકાયેલા કાર્ય પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે. સમાજમાં તમારા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. શનિનાં ખરાબ પ્રભાવને દૂર કરવા માટે લોખંડની વીંટી પહેરવી. જ્યારે પણ લોખંડની વીંટી ધારણ કરો ત્યારે હનુમાન ચાલીસાનાં પાઠ જરૂર કરવા. તે શુભ ગણવામાં આવે છે. સાથેજ મંગળવાર અને શનિવારનાં દિવસે બજરંગ બલી નાં મંદિરે દર્શન કરવા. અને ચણાની પ્રસાદી ધરાવવી. તમારા દરેક વિધ્ન દૂર થશે.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકોને શનિની સાડાસાતી પ્રથમ ચરણમાં ચાલી રહી છે. આ લોકોને જવાબદારી નો બોજ વધશે. ખૂબ જ મહેનત કરવી પડશે ત્યારે જ ધનલાભ થશે. કામનું દબાણ વધવાથી માનસિક સ્થિતિ ખરાબ રહેશે. સાડાસાતી નો પ્રભાવને દૂર કરવા માટે દર શનિવારે સવારે અને સાંજે શનિ ચાલીસાનાં પાઠ કરવા. અને તમારા માટે ભૂરો રંગ શુભ રહેશે. ઘરનાં મુખ્ય દ્વાર પર સરસવ નાં તેલનો દીવો કરવો. તેમજ શનિવારનાં દિવસે સાંજે પીપળાનાં ઝાડ નીચે સરસવ નાં તેલનો દીવો કરવો. સાડાસાતી નો પ્રકોપ ઓછો થઈ જશે.