૨૦૨૧ માં આ રાશિઓ પર રહેશે શનિની સાડાસાતી અને ઢૈય્યા, થઈ શકે છે માનસિક અને શારીરિક કષ્ટ

શનિદેવ ની સાડાસાતી થી દરેક વ્યક્તિ ગભરાય છે. જ્યારે શનિદેવ કોઈ વ્યક્તિની જન્મ રાશિ માં દસમા અથવા પહેલા કે બીજા સ્થાન પર હોય તો તેને શનિની સાડાસાતી કહેવામાં આવે છે આવી સ્થિતિમાં વ્યક્તિને માનસિક સંતાપ રહે છે અને શારીરિક કષ્ટ, કલેશ અને વધારે પડતો ખર્ચ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. જ્યારે ગોચર દરમિયાન શનિ રાશિ નાં ચોથા અથવા આઠમા ભાવમાં હોય ત્યારે તેને શનિની ઢૈય્યા કહેવામાં આવે છે.
શનિ ૨૦૨૦ જાન્યુઆરી થી મકર રાશિમાં જ છે. આ વર્ષે તે પોતાની સ્થિતિ બદલવાના નથી. એવામાં ૨૦૨૧ માં કેટલીક રાશિઓને શનિની સાડાસાતી અને ઢૈય્યા નો સામનો કરવો પડી શકે છે. તમને જણાવી દઈએ કે શનિની સાડાસાતી સાત વરસ અને દ ઢૈય્યા અઢી વર્ષ ચાલે છે. તેમજ શનિની મહાદશા ૧૯ વર્ષ સુધી ચાલે છે. પ્રત્યેક વ્યક્તિ નાં જીવનમાં દર ૩૦ વર્ષમાં શનિની સાડાસાતી અને ઢૈય્યા જરૂરથી આવે છે.
અત્યારે શનિ પોતાની રાશિ મકરમાં બિરાજમાન છે. એવામાં ૨૦૨૧ માં ધન, મકર અને કુંભ રાશનાં જાતકો પર શનિની સાડાસાતી અને ઢૈય્યા બની રહેશે. ધન રાશિનાં લોકોને પગ ની તરફ મતલબ કે ઉતરતી રહેશે જેનું કારણ એ છે કે, શનિ આ રાશિમાંથી આગલી રાશિ મકર માં સંચાર કરશે. મકર રાશિનાં જાતકોને હૃદય પર અને મધ્ય અવસ્થામાં રહેશે. કુંભ રાશિનાં જાતકોને શનિની સાડાસાતી મસ્તકથી ચડતી મતલબ કે પ્રારંભિક અવસ્થામાં રહેશે. આ ઉપરાંત મિથુન અને તુલા પર શનિની ઢૈયા રહેશે. તમને જણાવી દઈએ કે સાડાસાતી અને ઢૈય્યા નું ફળ દરેકને એક સરખું હોય છે.
શનિની સાડાસાતી અને તેના પ્રભાવ થી બચવા માટે આ ઉપાય કરવા જોઈએ. દર શનિવારે આ ‘ऊं प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:’ का શનિ મંત્ર નાં જાપ કરવા તેની ઓછામાં ઓછી ત્રણ માળા અવશ્ય કરવી. આ ઉપરાંત नम: कृष्णाय नीलाय शितिकण्ठनिभाय च। नम: कालाग्निरुपाय कृतान्ताय च चै नम: ના જાપ કરવા અને શનિ સ્ત્રોતનાં પાઠ કરવા.
શાસ્ત્રો અનુસાર શનિશ્ચરી અમાસ નાં દિવસે સાંજે સૂર્યાસ્ત પછી શનિદેવ નું પૂજન અને જાપ કરવાથી ફાયદો થાય છે. તેમજ પશ્ચિમ દિશાની તરફ મોઢુ કરીને કાળા રંગના આસન પર બેસી શનિદેવની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. આ ઉપરાંત શનિવાર નાં દિવસે સુંદરકાંડ નાં પાઠ કરવાથી પણ શનિનો ખરાબ પ્રભાવ દૂર થાય છે. શનિની દશા માંથી જલ્દી રાહત મેળવવા માટે શનિવાર નાં દિવસે સાંજે સ્ટીલની વાટકીમાં સરસવ નાં તેલ નો દીવો કરવાથી લાભ થાય છે.