૨૦૨૧ નાં વર્ષમાં આ રાશિનાં જાતકોનાં ભાગ્ય સ્થાન પર શનિદેવ બિરાજમાન રહેશે, ભાગ્ય નો ઉદય થશે

વૃષભ રાશિ
વૃષભ રાશિનાં જાતકો નું પારિવારિક જીવન ખૂબ જ સારું રહેશે. પરિવારનો સહયોગ મળશે પરિવારનાં સહયોગથી તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. પરંતુ આ સમયે નવા કાર્ય ની શરૂઆત કરતી વખતે તમારે સાવધાન રહેવાની જરૂર છે. પ્રેમ જીવનમાં મધુરતા રહેશે. નવી ઓળખ થવાથી ફાયદો થશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. નોકરિયાત વર્ગને પ્રમોશન નાં યોગ બની રહ્યા છે. વ્યાપાર માં ધન લાભ થશે.
તુલા રાશિ
તમારા જીવનસાથી તમને સમય આપી શકશે નહી. તેમ છતાં તમારા બંને વચ્ચેનો વિવાદ અને નારાજગી સમય-સમય પર દૂર કરવા માટે પ્રયત્ન કરશે. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ થોડું મુશ્કેલી ભર્યું રહેશે. પરેશાનીઓનો સામનો કરી અને તમને સફળતા પ્રાપ્ત થશે. આ વર્ષે તમારા સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવશે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ ધ્યાન આપવું. કામ અને આરામ વચ્ચે સંતુલન સ્થાપિત કરવાની જરૂર છે. આ વર્ષે તમને ગુપ્ત ધન લાભ કે વારસાગત સંપત્તિ પ્રાપ્ત થવાના યોગ છે.
મિથુન રાશિ
મિથુન રાશિનાં જાતકો ને કારકિર્દી માં પ્રગતિ થશે. સરકારી નોકરીના યોગ બની રહ્યા છે. શરૂઆતના દિવસોમાં તમારા સ્વાસ્થ્ય અંગે સાવધાન રહેવું. માર્ચ અને એપ્રિલ સુધી સ્વાસ્થ્યને લગતી સમસ્યા રહેશે. આ સમય દરમ્યાન ગોઠણ નો દુખાવો અને સાંધાના દુખાવા અને પેટ ને લગતી બીમારી તમને પરેશાન કરી શકે છે. ત્યારબાદ તમને તમારી જૂની બિમારીમાં થી રાહત મળશે. દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે.
સિંહ રાશિ
નવા વર્ષમાં સિંહ રાશિ પર રાહુ પ્રસન્ન રહેશે. કારકિર્દીમાં પ્રગતિ થવાના યોગ છે. આ વર્ષે તમારા કર્મ ભાવનો સ્વામી શનિ આખું વર્ષ તમારી રાશિના નવમા સ્થાનમાં વિરાજમાન રહેશે. જેના કારણે તમારા ભાગ્યનો ઉદય થશે અને કારકિર્દી ક્ષેત્રે તમને ભરપૂર સફળતા મળશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ દેવ નાં પ્રભાવ થી નોકરિયાત ને ઈચ્છા મુજબ નાં સ્થળ પર ટ્રાન્સફર મળી શકશે. પરંતુ દરેક કાર્યમાં વિલંબ થશે.
કન્યા રાશિ
નવા વર્ષમાં મંગળ નાં કારણે કન્યા રાશિનાં જાતકોનાં જીવનમાં બધુ મંગળ જ થશે.તમારી પ્રતિભાને પ્રદર્શન કરવા માટેના અવસર મળશે. આ વર્ષ તમારે નવા પડકારોનો સામનો કરવાની સંભાવના છે. વર્ષ ની શરૃઆતમાં ધનલાભ થશે સાથે જ ખર્ચ માં પણ વધારો થશે. ધન રોકાણ કરતી વખતે ખૂબ સમજી વિચારીને આગળ વધવું. તમારા સસરા પક્ષ તરફથી આર્થિક સહાયતા પ્રાપ્ત થશે. ધન પ્રાપ્તિનાં નવા સ્તોત્ર પ્રાપ્ત થશે.