૨૧ ફેબ્રુઆરી નાં કુંભ રાશિમાં પ્રવેશ કરશે શુક્ર,આ રાશિના જાતકોના સારા દિવસોની થશે શરૂઆત

૨૧ ફેબ્રુઆરી નાં કુંભ રાશિમાં પ્રવેશ કરશે શુક્ર,આ રાશિના જાતકોના સારા દિવસોની થશે શરૂઆત

વૃષભ અને તુલા રાશિના સ્વામી એટલે કે શુક્ર ૨૧ ફેબ્રુઆરી નાં મકર રાશિ માં થી નીકળી અને કુંભ રાશિમાં ગોચર કરશે. કુંભ માં પહેલેથી જ સૂર્ય અને બુધ મોજુદ છે. તમને જણાવી દઈએ કે, શુક્ર ને બુધ સાથે મિત્રતાનો સંબંધ છે. સૂર્ય ની સાથે શત્રુતા નો સંબંધ છે. માનવામાં આવે છે કે, શુક્ર પરિવર્તન જ્યોતિષશાસ્ત્રમાં માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગતિવિધિ છે. કારણ કે આ પરિવર્તનની અસર દરેક રાશિ પર પડે છે. શુક્ર નાં ગોચરથી કેટલીક રાશિના જાતકો પર ખરાબ પ્રભાવ પડશે તો આ રાશિના જાતકો પર સારો પ્રભાવ પડશે. એવામાં આજે અમે તમને આ આર્ટીકલ નાં માધ્યમ થી એ રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના જીવન માં શુક્ર નાં ગોચર થી લાભ થશે તો ચાલો જાણીએ તે રાશિના જાતકો વિશે

મેષ રાશિ

શુક્ર નું ગોચર મેષ રાશિના જાતકો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. આ સમય દરમ્યાન પરિવારમાં સુખ-સમૃદ્ધિમાં વધારો થશે તમારા સંબંધોમાં મધુરતા બની રહેશે. ભાઈ બહેનો નો સહયોગ મળશે. સાથે જ જીવન ની દરેક મુશ્કેલીમાં તમારા જીવનસાથીનો સહયોગ મળી રહેશે. પાર્ટનરશીપમાં કોઈ બિઝનેસ કરી રહ્યા હોય તેમાં શુક્ર નાં ગોચર દરમ્યાન શુભ પ્રભાવ નાં લીધે  આવનાર દિવસોમાં તમને લાભ થશે. તમારું ફસાયેલું ધન પરત મળી શકશે. અને અગાઉ કરેલ રોકાણ માંથી લાભ મળવાનું શરૂ થશે એટલું જ નહીં ગોચર કાળ દરમ્યાન તમારી મુલાકાત કોઇ ખાસ વ્યક્તિ સાથે થશે જેની સાથે તમે સારો સમય પસાર કરી શકશો. બેરોજગાર લોકોને નોકરી નાં શુભ સમાચાર મળશે જેનાથી પરિવાર નું વાતાવરણ આનંદમય બની રહેશે.

મિથુન રાશિ

શુક્ર નાં ગોચરથી મિથુન રાશિના જાતકો ને જીવન માં પ્રગતિ થશે. આ સમય દરમિયાન ધર્મ કર્મ નાં કાર્યોમાં તમારી રુચિ માં વધારો થશે. સાથે જ સામાજિક કાર્યોમાં ભાગ લઈ શકશો. જેનાથી તમારા માન સન્માનમાં વધારો થશે. જો તમે ઘર થી બહાર નોકરી કરતા હોય તો ગોચર કાળમાં તમને હોમ ટાઉન માં ટ્રાન્સફર નાં શુભ સમાચાર મળી શકે છે. સાથે જ આ રાશિના એ લોકો ને સારા સમાચાર મળશે જે નોકરી ની શોધ કરી રહ્યા છે. વ્યવસાયમાં સક્રિય જાતકોની આવકમાં વધારો થશે સાથે જ આવકના નવા સાધનો પ્રાપ્ત થશે. એટલું જ નહીં યોજનાઓ આગળ વધારવાના તમારા પ્રયત્નોમાં સફળતા મળશે. પરિવાર સાથે કોઈ ધાર્મિક યાત્રા પર જવાનું આયોજન થઇ શકે છે.

કર્ક રાશિ

મેષ અને મિથુન રાશિની જેમ કર્ક રાશિના જાતકોને શુક નું ગોચર લાભદાયી સિદ્ધ થશે. ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે. મિત્રો પર ખર્ચ કરશો જો કે તેનાથી તમારી આર્થિક સ્થિતિપર કોઈ અસર નહિ પડે. કોઈ રોકાણ માટે વિચારી રહ્યા હોવ તો અનુભવી લોકોની સલાહ અવશ્ય લેવી. વિવાહિત જાતકો ની વાત કરીએ તો જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશે. સંતાન તરફથી સારા સમાચાર પ્રાપ્ત થશે. સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીઓને સારી સફળતા પ્રાપ્ત થશે.

મકર રાશિ

મકર રાશિના જાતકોને શુક્ર શુભ પરિણામ અપાવશે. તમારી આવકમાં વૃદ્ધિ થશે. પિતા ને સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થશે. જે જાતકો નોકરીની શોધ કરી રહ્યા છે તેને સારા અવસર પ્રાપ્ત થશે. પાર્ટનરની સાથે મળીને વ્યવસાય કરતા લોકો નવી યોજનાઓ પર પોતાના વ્યવસાયને આગળ વધારી શકશે. પારિવારિક બિઝનેસમાં ભાઈ બહેન નો સાથ મળી રહેશે. સાથે જ ગોચર કાળ દરમિયાન તમારી ક્ષમતા બતાવવા માટેનાં અવસર પ્રાપ્ત થશે. પરિવાર નું વાતાવરણ સારું રહેશે. લવ લાઇફની વાત કરીએ તો તમારા પરિવારને તમારા પ્રેમ વિશે જણાવી શકશો. જેનો માતા પિતાસ્વીકાર કરશે. અને તમારા માતા-પિતા નાં આશીર્વાદ તમને પ્રાપ્ત થશે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *