૨૧ જાન્યુઆરીથી જગન્નાથ મંદિરમાં પ્રવેશ માટે, નહીં રહે કોરોના રિપોર્ટ ની આવશ્યકતા

કોવિડ નાં ચાલતા શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન માં સામાન્ય જનતા ને મંદિર માં પ્રવેશ માટે ઢીલ દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રવિવાર ના મંદિર પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ૨૧ જાન્યુઆરીથી મંદિરમાં પ્રવેશ કરનાર શ્રદ્ધાળુઓ માટે કોવિડ ના રિપોર્ટ ની જરૂરત રહેશે નહીં. આ મહિનાની ૨૧ તારીખ થી કોરોના રિપોર્ટ વિના જ મંદિરમાં પ્રવેશ મળી શકશે આ ઉપરાંત મંદિરમાં આવનાર વુદ્ધ શ્રદ્ધાળુઓ માટે જલ્દીથી વિશેષ વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, કોરોના મહામારી ના કારણે નવ મહિના સુધી બંધ રહ્યા બાદ ૩ જાન્યુઆરીથી ફરીથી આ મંદિર ને સામાન્ય જનતા માટે ખોલવામાં આવ્યું છે.
જગન્નાથ મંદિરની ખાસ વાતો
શ્રી જગન્નાથ મંદિર ઓડિશા ના તટવર્તી શહેર પુરીમાં આવેલું છે. આ વિશ્વ પ્રસિદ્ધ મંદિર ભગવાન વિષ્ણુ નાં અવતાર શ્રીકૃષ્ણને સમર્પિત છે. હિન્દુ ધર્મ ની આસ્થા નું તે મહત્વપૂર્ણ કેન્દ્ર છે. જેને ચારધામની યાત્રા માંથી એક ગણવામાં આવે છે. આઠસો વર્ષથી પણ જૂનું આ પવિત્ર મંદિરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પૂરી દુનિયા માંથી ભગવાનના દર્શન કરવા માટે આવે છે.
ચોડગંગ દેવ દ્વારા કરવામાં આવ્યું હતું આ મંદિર નું નિર્માણ
માન્યતા છે કે, આ મંદિરનું નિર્માણ કાર્ય કલિંગ રાજા અંન્ન્નત વર્મન ચોડગંગ દેવે શરૂ કર્યું હતું. મંદિર નાં જગમોહન અને વિમાન વિભાગ તેમના શાસનકાળમાં બનેલા છે. ત્યારબાદ ઓડીઆ શાસક અનંગ ભીમદેવે આ મંદિરને વર્તમાન રૂપ આપ્યું હતું.
નિલમાધવ નાં નામથી પહેલાં પૂજાતા હતા જગન્નાથ
શ્રી જગન્નાથજી ની પહેલા નિલમાધવ નાં નામથી પૂજા કરવામાં આવતી હતી. નિલ માધવ ભીલ સરદાર વિશ્વાસુ નાં આરાધ્ય દેવ હતા હજારો વર્ષ પહેલાં ભીલ સરદાર વિશ્વાસુ નીલ પર્વતની ગુફાઓમાં આ પૂજા કરતા હતા.
જગન્નાથ પુરીની વાર્ષિક યાત્રા
આ મંદિરની વાર્ષિક રથયાત્રા પુરા વિશ્વમાં પ્રસિદ્ધ છે. મધ્ય કાળ થી જ આ ઉત્સવ ખુબ જ આનંદ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ ઉત્સવના દિવસે મંદિર નાં ત્રણેય મુખ્ય દેવતા ભગવાન જગન્નાથ અને તેમના મોટા ભાઈ બલભદ્ર અને તેમનાં બહેન સુભદ્રા ત્રણેય નાં ત્રણ અલગ-અલગ ભવ્ય રથની રથયાત્રા કાઢવામાં આવે છે.