૨૨ ફેબ્રુઆરી મંગળ કરશે રાશિ પરિવર્તન આ ૫ રાશિના લોકોની દૂર થશે દરેક પરેશાની

મંગળ ગ્રહ ૨૨ ફેબ્રુઆરી સવાર નાં ૪ કલાક અને ૩૦ મિનિટ પર પોતાની રાશિ મેષ ની યાત્રા સમાપ્ત કરી. વૃષભ રાશિમાં ગોચર કરશે. મંગળ આ રાશિમાં ૧૪ એપ્રિલ ની મધ્યરાત્રી નાં ૧ કલાક ને ૧૦ મિનિટ સુધી રહેશે. તમને જણાવી દઈએ કે, મંગળ ગ્રહ સાહસ અને પરિશ્રમ નાં કારક ગ્રહ છે એવામાં જો તમારી કુંડળીમાં મંગળનો શુભ પ્રભાવ હોય તો સફળતાની સાથે-સાથે માન-સન્માન પણ પ્રાપ્ત થાય છે. મંગળ નાં રાશિ પરિવર્તનથી દરેક રાશિ પર તેનો પ્રભાવ જોવા મળશે. મંગળ ગ્રહ નાં વૃષભ રાશિમાં પરિવર્તન થી દરેક રાશિ પર તેનો શું પ્રભાવ પડશે ચાલો જાણીએ તે વિશે
મેષ રાશિ
મેષ રાશિના ધન ભાવમાં મંગળ ગોચર કરશે જેનાં કારણે તમારો આર્થિક પક્ષ મજબૂત થશે. પરંતુ પરિવારમાં કલેશ અને માનસિક અશાંતિ માં વધારો થશે. વેપાર નાં ક્ષેત્રમાં સક્રિય લોકોની પ્રગતિ થશે. તમારી જીદ અને ગુસ્સા પર કાબૂ રાખશો તો સફળતા અવશ્ય મળશે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેઓનાં માટે આ ગોચર શુભ રહેશે. જમીન સાથે જોડાયેલ બાબતથી લાભ પ્રાપ્ત થશે.
વૃષભ રાશિ
મંગળ તમારી રાશિમાં ગોચર કરશે તેથી તમારે કાર્ય અને વેપારમાં ઉતાર-ચડાવ નો સામનો કરવો પડશે. તમારા સ્વાસ્થ્ય અને માન-સન્માન ની બાબતે ગોચર શુભ રહેશે. તમારા કાર્યસ્થળમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે. તમારા કંટ્રોલમાં રાખવો. કોર્ટ-કચેરીની બાબતમાં બાબતો માં બહાર જ નિવારણ માટે પ્રયત્ન કરવો.
મિથુન રાશિ
ગોચર કાળ દરમ્યાન તમારે ભાગદોડ અને કષ્ટોનો સામનો કરવો પડી શકે છે. મિત્રો અને સંબંધીઓ થી અપ્રિય સમાચાર મળી શકે છે. બિનજરૂરી ખર્ચાઓ થી બચવું. અને કોઈને ઉધાર આપવું નહીં અન્યથા ધન પરત આવવાની સંભાવના ઓછી રહેશે.
કર્ક રાશિ
મંગળ ગ્રહ તમારી રાશિમાં લાભ ભાવમાં ગોચર કરશે. જેથી આવનાર દિવસોમાં તમારા દરેક વિઘ્નો દૂર થશે. આ સમય દરમ્યાન મુશ્કેલ માં મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો સરળતાથી કરી શકશો. સમાજમાં માન સન્માનમાં વધારો થશે. પરિવાર નાં સભ્યો સાથે મતભેદ થવા ન દેવો. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સારું પરિણામ પ્રાપ્ત થશે.
સિંહ રાશિ
આ રાશિના વેપાર ક્ષેત્રમાં સક્રિય લોકો માટે મંગળનું ગોચર ખૂબ જ લાભદાયી રહેશે. તમે કોઈ નવું કામ કરવાનું વિચારી રહ્યા હોવ તો તેનાં માટે આ સમય યોગ્ય રહેશે. જમીન સાથે જોડાયેલ બાબત માટે સમય અનુકૂળ રહે છે.શત્રુઓ ને પરાજિત કરી શકશો. કોર્ટ-કચેરીની બાબતમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે.
કન્યા રાશિ
મંગળ તમારી રાશિમાં ભાગ્ય ભાવમાં ગોચર કરશે જેનાથી તમારા જીવનમાં ઉતાર-ચડાવ જોવા મળશે. વિદ્યાર્થીઓને શિક્ષણની દ્રષ્ટિએ સમય સકારાત્મક રહેશે. ધર્મ કર્મ નાં કાર્યમાં તમારી રુચિ માં વધારો થશે. વિદેશ ની કંપનીમાં નોકરી કરવા ઈચ્છતા કે વિદેશની નાગરિકતા મેળવવા ઈચ્છતા લોકોનાં પ્રયત્નો સફળ થશે. તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણયની પ્રશંસા કરવામાં આવશે.
તુલા રાશિ
આ રાશિના આઠમા ભાવમાં મંગળ ગોચર કરશે તેનાં પ્રભાવથી તમારા જીવનમાં ઉતાર-ચડાવ જોવા મળશે. સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. યાત્રા કરવાથી બચવું. યાત્ર પર જવું જ પડે તો ખૂબ જ સાવધાની રાખવી. વાદ-વિવાદથી દૂર રહેવું અને કોર્ટ-કચેરીની બાબતોને કોર્ટ કચેરીની બહાર જ સમાધાન માટે પ્રયત્ન કરવા.
વૃશ્ચિક રાશિ
આ રાશિના સાતમા ભાવમાં મંગળ ગોચર કરશે જેનાથી તમારા દાંપત્ય જીવનમાં કડવાહટ આવી શકે છે. સસરા પક્ષ નાં લોકો સાથે સંબંધો બગડવા ના દેવા. જે લોકો અવિવાહિત છે અને લગ્ન વિશે વિચારી રહ્યા હોય તો તેને હજી થોડી રાહ જોવી પડશે. વેપારી વર્ગ માટે સમય અનુકૂળ રહેશે પરંતુ પૈસા ની લેવડ દેવડ ની બાબતમાં સાવધાની રાખવી અન્યથા નુકસાન થઈ શકે છે.
ધન રાશિ
આ રાશિના છઠ્ઠા ભાવમાં મંગળ ગોચર કરશે જેના કારણે શત્રુઓનો નાશ થશે. વારસાગત જમીન સાથે જોડાયેલ બાબત થી લાભ થશે. તમારા કાર્ય ક્ષેત્ર પર વરિષ્ઠ અધિકારીઓ સાથે સંબંધોમાં મધુરતા રહેશે. આ સમય દરમ્યાન જો તમે રોકાણ કરવા વિચારતા હોવ તો તમારા માટે તે ફાયદાકારક રહેશે
મકર રાશિ
તમારી રાશિના પાંચમા ભાવમાં મંગળનું ગોચર થશે જેના કારણે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવાના છે તેને સફળતા મળવાના યોગ બની રહ્યા છે. પ્રેમ જીવનમાં તમારા પાર્ટનર તમારાથી નારાજ થઈ શકે છે. નવવિવાહિત દંપતિ ને સંતાન પ્રાપ્તિ નાં યોગ બની રહ્યા છે. વેપારીઓ માટે સમય અનુકૂળ રહેશે. જો નવો વેપાર આરંભ કરવા ઇચ્છતા હોવ તો તેમાં તમને સફળતા મળશે.
કુંભ રાશિ
મંગળ નું ગોચર પરિવાર ની અશાંતિનું કારણ બની શકે છે. મિત્રો અને સંબંધીઓ સાથે સંબંધો ખરાબ થઈ શકે છે. જમીન વેપાર સાથે જોડાયેલ બાબતમાં વિધ્ન આવી શકે છે. તમારી જીદ અને ક્રોધ પર કાબૂ રાખવો. મકાન અને વાહન ખરીદવા માટે સમય અનુકૂળ છે.
મીન રાશિ
મીન રાશિના પરાક્રમ ભાવમાં મંગળ ગોચર કરશે જે તમારા માટે વરદાન સમાન રહેશે. તમારા સાહસથી મુશ્કેલ માં મુશ્કેલ પરિસ્થિતિ નો સરળતાથી સામનો કરી શકશો. દરેક કાર્યમાં સફળતા મળશે. પરંતુ કોઈને પૈસા ઉધાર દે વાથી બચવું.