૨૩ ફેબ્રુઆરી એછે જયા એકાદશી, જાણો તેનું મહત્વ અને વ્રત સાથે જોડાયેલ કથા

શાસ્ત્રો અનુસાર મહા મહિના ની શુક્લ પક્ષ ની એકાદશી જયા એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે જગત નાં પાલનહાર ભગવાન વિષ્ણુની વિધિ-વિધાન પૂર્વક પૂજા કરવામાં આવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણએ આ તિથિને સ્વયંની સમાન બળ સમાન ગણાવી છે. આ વર્ષે ૨૩ ફેબ્રુઆરી મંગળવાર જયા એકાદશી નું વ્રત આવી રહ્યું છે. પદ્મપુરાણ અનુસાર ભગવાન વિષ્ણુની જયા એકાદશી નાં દિવસે પૂજા કરવાથી ભય રહેતો નથી.
એકાદશી વ્રતનું મહત્વ
એકાદશી ની તિથિ નું મહત્વ જણાવતા ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળો છું. તિથી માં હું એકાદશી છું. એકાદશી ની મહિમા નાં વિષયમાં શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે, વિવેક સમાન કોઈ જ બંધુ નથી અને એકાદશી સમાન કોઈ વ્રત નથી. પદ્મપુરાણ અનુસાર યુધિષ્ઠિરને એકાદશીનું મહત્વ સમજાવતા કહ્યું છે કે, મોટા-મોટા યજ્ઞ થી પણ નથી મળતી તેટલી પ્રસન્નતા એકાદશી નાં વ્રત નાં અનુષ્ઠાન થી મળે છે. એકાદશી ની તિથી મનુષ્ય માટે કલ્યાણકારી છે માટે એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ. જયા એકાદશી નું વ્રત કરવાથી પાપ નો નાશ થાય છે. એટલું જ નહીં તેનાથી દરેક પાપ માંથી મુક્તિ મળેછે. પુરાણમાં એકાદશી વિશે કહેવામાં આવ્યું છે કે જયા એકાદશી નું વ્રત કરવાથી દરેક પ્રકારના દાન નું પુણ્ય પ્રાપ્ત થાય છે. અને યજ્ઞનું અનુષ્ઠાન કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે.
એકાદશી ની કથા
એક સમયે માલ્યવાન નામનો ગંધર્વ અને પુષ્પવંતી નામની અપ્સરા ઇન્દ્રની સભામાં નૃત્ય કરી રહ્યા હતા. પરસ્પર અનુરાગ નાં કારણે બનેને મોહ થયો તેથી તેનું ગાન શુદ્ધ રહ્યું નહીં. ઇન્દ્ર ને આ પોતાનું અપમાન લાગ્યું અને ગુસ્સામાં આવીને બંનેને પતિ પત્ની નાં રૂપમાં ધરતી પર જઈ હિમાલય પર્વત પર ભયંકર દુઃખોભોગવવા નો શ્રાપઆપ્યો.આમ બન્ને ધરી પર દુખો ભોગવવાલાગ્યા. જયા એકાદશી નાં દિવસે બંને એ દરેક પ્રકાર નાં આહારનો ત્યાગ કરી પાણી ન પણ ત્યાગ કરી પીપળા નાં વૃક્ષ સમક્ષ બેસીને રાત પસાર કરી બારસ નાં દિવસે વ્રત નાં પ્રભાવથી ભગવાન વિષ્ણુની શક્તિ થી તેઓને પિશાચ યોનિમાંથી મુક્તિ મળી ગઈ અને પોતાનું અસલી સ્વરૂપ પ્રાપ્ત કરીને સ્વર્ગ ચાલ્યા ગયા.