૨૫ જાન્યુઆરી નાં કુંભ રાશિમાં થશે બુધનું ગોચર, આ ૪ રાશિનાં જાતકો પર પડશે સકારાત્મક પ્રભાવ

૨૫ જાન્યુઆરી નાં કુંભ રાશિમાં થશે બુધનું ગોચર, આ ૪ રાશિનાં જાતકો પર પડશે સકારાત્મક પ્રભાવ

વેપાર, બુદ્ધિ અને સ્વાસ્થ્ય નાં કારક ગ્રહ બુધ નું ૨૫ જાન્યુઆરી નાં મકર રાશિ માંથી કુંભ રાશિમાં ગોચર થશે. જેમાં ૩૦ જાન્યુઆરી સુધી બુધ વક્રી રહેશે અને ૪ ફેબ્રુઆરી એ ફરી  મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યાર ત્યારબાદ ૨૧ ફેબ્રુઆરી નાં પાછા બુધ પોતાની ચાલ બદલી અને સીધી ચાલ ચાલશે અને ૧૧ માર્ચ સુધી કુંભ રાશિમાં ગોચર કરશે. ૧ એપ્રિલ સુધી બુધ નો કેટલીક રાશિનાં લોકો પર પ્રભાવ પડશે ચાલો જાણીએ બુધ નાં આ  ગોચરથી કઈ રાશિના જાતકો પર સકારાત્મક પ્રભાવ પડશે.

મેષ રાશિ

મેષ રાશિનાં જાતકોને આ ગોચર થી મોટો લાભ થશે તમારા માટે ધન પ્રાપ્તિ નાં વિશેષ યોગ બની રહ્યા છે. ઘરનાં વડીલોની સલાહથી પ્રગતિ નિશ્ચિત છે. આ સમય દરમિયાન ઘરમાં કોઈ મહેમાન નું આગમન થઇ શકશે જેનાથી ઘરનું વાતાવરણ આનંદમય રહેશે. કાર્યક્ષેત્રમાં તમને પ્રમોશન મળશે જેનાથી તમારી આવકમાં વૃદ્ધિ થશે. મીડિયા ક્ષેત્રે જોડાયેલા લોકોને આવનાર દિવસમાં સારા અવસર પ્રાપ્ત થશે. આ ઉપરાંત રોકાણ કરવા ઇચ્છતા લોકો માટે આ સમયે રોકાણ કરવાથી લાભ થશે.

મિથુન રાશિ

મિથુન રાશિવાળા લોકો માટે આ ગોચર ભાગ્યશાળી રહેશે. આ સમય દરમ્યાન તમારા દ્વારા કરવામાં આવેલ પ્રયત્નો નું ઉતમ ફળ મળશે. ઘર-પરિવારની સમસ્યાઓ દૂર થશે. સ્વાસ્થ્ય માં સુધારો આવશે. આ રાશિના જાતકો નોકરી બદલવા ઇચ્છતા હશે તો ભાગ્ય તેનો સાથ આપશે. લવ લાઇફમાં પાર્ટનર સાથે બગડેલા સંબંધો સુધરશે. નવા લોકો સાથે મુલાકાત થશે જેનો લાભ ભવિષ્યમાં પ્રાપ્ત થશે.

સિંહ રાશિ

ગોચર સમય દરમિયાન તમારા કૌશલ્યમાં વૃદ્ધિ થશે. કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીઓ તરફથી તમારા કાર્યની પ્રશંસા કરવામાં આવશે. સાસરા પક્ષ થી સહયોગ મળશે. કર્જમાંથી મુક્તિ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. પિતાની સલાહ થી પારિવારિક બિઝનેસમાં પ્રગતિ થશે.  ગોચર નાં પ્રભાવથી વિદ્યાર્થીઓને સારા પરિણામ પ્રાપ્ત થશે.

તુલા રાશિ

બુધા આ રાશિ માં પાંચમા સ્થાન પર ગોચર કરશે જેના કારણે સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરી રહેલ લોકો માટે સમય અનુકૂળ રહેશે. તમારા નિર્ણય લેવાની ક્ષમતામાં વૃદ્ધિ થશે. પ્રેમ જીવન માટે સમય શુભ રહેશે. પાર્ટનરની સાથે સંબંધ મજબૂત થશે. સરકારી નોકરી માં ટ્રાન્સફર ઈચ્છા અનુસાર ટ્રાન્સફર થઇ શકશે અચાનક થી ધનલાભ થશે. પરિવાર નાં સભ્યો સાથે બહાર જવાનું આયોજન થઈ શકશે

ધન રાશિ

બુધ નાંગોચર થી આત્મવિશ્વાસમાં વધારો થશે. આ સમય દરમિયાન પરીવાર સાથે સારો સમય પસાર કરી શકશો. વારસાગત સંપત્તિમાંથી લાભ પ્રાપ્ત થશે. લવ પાર્ટનર નાં સહયોગથી તમારી આવકમાં વૃદ્ધિ થશે. પરિવાર નાં સભ્યો સાથે સંબંધોમાં સુધારો થશે. નવી નવી ચીજવસ્તુઓ જાણવાનો પ્રયાસ કરશો. જો તમે રોકાણ કરવા ઇચ્છો છો તો આ સમયે રોકાણ કરવાથી ફાયદો થશે.

મકર રાશિ

આ રાશિના જાતકો જે  વેપાર માં સક્રિય છે તેમને લાભ મળશે. કામકાજની બાબતમાં યાત્રા પર જવાનું આયોજન થઇ શકે છે. પૈસાની લેવડદેવડમાં સાવધાની રાખવી અન્યથા નુકસાન થઈ શકે છે. ઓફિસમાં ઉપરી અધિકારીઓ તમારા કાર્યની પ્રશંસા કરશે. પ્રેમી જાતકો માટે સમય સારો રહેશે. પાર્ટનર સાથે સંબંધ માં સુધારો થશે. જુના કર્જ માંથી મુક્તિ મળશે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *