૨૫ નવેમ્બર ૨૦૨૦ રાશિફળ : આજે એકસાથે બની રહ્યા છે ૩ અદભૂત યોગ ભગવાન વિષ્ણુ પૂરી કરશે દરેક મનોકામના

૨૫ નવેમ્બર ૨૦૨૦ રાશિફળ : આજે એકસાથે બની રહ્યા છે ૩ અદભૂત યોગ ભગવાન વિષ્ણુ પૂરી કરશે દરેક મનોકામના

મેષ રાશિ

આજે તમારું મન પરેશાન રહેશે. ખર્ચાઓમાં વધારો થશે. રોજમદાર લોકો માટે સકારાત્મક દિવસ રહેશે. તેઓને તેનાં કામમાં સફળતા પ્રાપ્ત થશે. દામ્પત્ય જીવનમાં પ્રેમ વધશે અને એકબીજાને સારી રીતે સમજી શકશો. પ્રેમ સંબંધમાં મુલાકાત રોમાન્ટિક રહેશે. આજે તમારે ખૂબ સમજી વિચારીને રોકાણ કરવાની જરૂર છે. તમારા સ્વાસ્થ્ય અંગે સાવચેતી રાખવી.

વૃષભ રાશિ

આજે તમે સામાજિક કાર્યમાં ભાગ લેશો. તમારું ભાગ્ય તેમને સાથ આપશે. મહેનત નું સારું ફળ પ્રાપ્ત થશે. નોકરિયાત લોકોને આજે સફળતા મળવાની સંભાવના છે.  તમે તમારા વિશે લોકો અન્ય લોકો તરફથી સકારાત્મક વાતો સાંભળશો. દાંપત્ય જીવનમાં તણાવ રહેશે. પરિવાર નાં લોકોની મદદથી તમે તમારા વેપારમાં સફળતા પ્રાપ્ત કરશો. જૂના મિત્રો સાથે મળવાનું થશે. વડીલોએ તેમના સ્વાસ્થ્ય નું ખ્યાલ રાખવું.

મિથુન રાશિ

પૈસાની લેવડદેવડ કે કોઈની જમાનત આપવાથી બચવું. પરિવારમાં માતા-પિતાનો સહયોગ પ્રાપ્ત થશે. આજે કોઈ સાથે વિવાદ થઈ શકે છે. આવકમાં વધારો થશે. અટકેલા કામો આજે પૂર્ણ થશે. વેપાર ક્ષેત્રે ભાગીદારો સાથે આજે સંબંધોમાં નિકટતા વધશે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીઓનો સહયોગ મળી રહેશે. કાયદાકીય કાર્યોમાં આજે સફળતા પ્રાપ્ત થશે. દામ્પત્યજીવન માં આનંદ રહેશે.

કર્ક રાશિ

 

 

અવિવાહિત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે.  જૂની બીમારી માંથી રાહત મળી શકશે. તમારા જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે. તમારી જવાબદારીઓમાં વધારો થશે. આજે તમે આખો દિવસ વ્યસ્ત રહેશો. પ્રેમ જીવન માટે આજનો દિવસ સારો છે. સ્વાસ્થ્ય કમજોર રહેશે. પરંતુ ભાગ્ય મજબૂત રહેશે. આવકમાં વૃદ્ધિના યોગ સંભવ છે. આજે તમારી એક એવા વ્યક્તિ સાથે મુલાકાત થશે, જે તમને વેપારમાં ફાયદો અપાવવામાં મદદ કરશે. આજનો દિવસ સુખદ રહેશે.

સિંહ રાશિ

આજે તમને જીવનમાં સાચા પ્રેમ ની ઉણપ લાગશે. કામકાજ ના લીધે સારા સંબંધ બનશે. આજે તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. અને ભાગ્ય પણ તમારો સાથ આપશે. તમારું સ્વાસ્થ્ય કમજોર રહેશે. અચાનકથી કોઈ ખર્ચ આવી શકે છે. ઉતાવળમાં લીધેલો નિર્ણય નુકસાનદાયક સાબિત થઈ શકે છે. આજે તમારી જવાબદારીઓમાં વધારો થશે. વેપારીઓ માટે આજનો દિવસ ઉત્તમ રહેશે તેની આવકમાં વધારો થશે.

કન્યા રાશિ

 

આજે પૈસાની લેવડદેવડમાં સાવધાન રહેવું. કોઈપણ જગ્યાએ પૈસા રોકાણ કરતાં પહેલાં સમજી વિચારીને રોકાણ કરવું. પરિવારના લોકોનો વિરોધ સહન કરવો પડશે. તમારા કાર્યસ્થળ પર તમને અન્ય લોકોનું માર્ગદર્શન મળી રહેશે. દાંપત્યજીવન માટે આજનો દિવસ અનુકૂળ રહેશે અને પ્રેમમાં વધારો થશે. કામની બાબતમાં આજે ઉતાર ચઢાવ રહેશે. આજે તમારો પ્રેમ તમને પ્રાપ્ત થઇ શકશે. દાંપત્ય સુખમાં વૃદ્ધિ થશે. ઓફિસમાં તમારા કામના લીધે તમારા બોશ તમારી પ્રશંસા કરશે.

તુલા રાશિ

આજે તમારી તબિયત નરમ રહેશે. પરિવારના લોકો સાથે આનંદપૂર્વક સમય પસાર કરી શકશો. રોકાયેલા કામ પૂર્ણ થવાની સંભાવના છે. તમારુ કામમાં મન પરોવાયેલું રહેશે. સંયમ રાખવો જરૂરી છે. તમારી ઈચ્છા મુજબ કોઈ નવો પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે. આજે તમે જે પણ પ્રયાસ કરશો તેમાં સફળતા મેળવી શકશો. શૈક્ષણિક અને બૌદ્ધિક કાર્યોમાં સુખદ પરિણામ મળશે. વેપારમાં હરીફો પર વિજય પ્રાપ્ત કરી શકશો. શહેરની બહાર યાત્રા નાં યોગ બની રહ્યા છે.

વૃશ્ચિક રાશિ

 

આજે તમે તમારા હરીફો ને પરાજિત કરી શકશો. આધ્યાત્મિકતા પ્રત્યે રૂચિ માં વધારો થશે. આજે તમારી વાણી અને વ્યવહાર ના લીધે વાદ વિવાદ થઈ શકે છે. તમારી ભાવનાઓ પર કંટ્રોલ કરશો તો ફાયદો થશે. ઓફિસમાં ઉપરી અધિકારી સાથે વિવાદ થઈ શકે છે. પરિવારના લોકો સાથે મતભેદ થશે. મીડિયા સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે.

ધનુ રાશિ

આજે તમારે બીજાની વાતો ધ્યાનથી સાંભળવી. સ્વાસ્થ્ય અંગે પરેશાની રહેશે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે. એક્સ્ટ્રા કામમાં કોઈની મદદ મળી રહેશે. ભૂતકાળમાં   થયેલ ગેરસમજ દૂર થશે. બીજાની વાત સમજવાની કોશિશ કરવી. આજે કોઈને ઉધાર આપવાથી બચવું કારણકે આજે આપેલું ધન પરત પરત આવવાની આશંકા ઓછી છે. પાર્ટનરની સાથે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી.

મકર રાશિ

 

આજે તમને કંઈ નવું શીખવાની મજા આવશે. સરકારી નોકરિયાત ને લાભ થશે. કાર્યક્ષેત્રમાં તમારા સાથી કર્મચારીઓ તરફથી સહયોગ પ્રાપ્ત થશે. વ્યાપારમાં નવા લાભદાયક સંપર્ક થશે. તમારી વિચારશરણીમાં પરિવર્તન આવશે. બીજાની રચનાત્મકતા ને જોઈને આનંદ અનુભવશો. તમારી જવાબદારીઓ પ્રત્યે સભાન રહેવું. તમારા સમય અને ધીરજ નો પૂરો ઉપયોગ કરવો. શેર બજારમાં રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે. તમને તેમાંથી લાભ પ્રાપ્ત થશે. અફવાઓથી દૂર રહેવું.

કુંભ રાશિ

આજે કોઈ યોગ્ય વ્યક્તિ સાથે મુલાકાત થશે. કોઈ મહત્વ નો નિર્ણય લેવામાં તમને સમય લાગશે. કોઇ સાથે વાદવિવાદમાં ન પડવું. તમારા ક્રોધ પર નિયંત્રણ રાખવો.અટવાયેલા દરેક કાર્ય સરળતાથી પાર પડી શકશે. તમારા મિત્રો તરફથી સમયસર મદદ મળી રહેશે. આજે તમારે કોઇ જગ્યાએ રોકાણ કરતી વખતે સાવધાન રહેવું. આર્થિક દ્રષ્ટિકોણ થી આજે આવક કરતાં ખર્ચ માં વધારો થશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. મહેનત કરતા રહેવું સફળતા અવશ્ય પ્રાપ્ત થશે.

મીન રાશિ

આજે તમારું મન ચિંતામાં રહેશે. મનોરંજન નાં કાર્યમાં ખર્ચ રહેશે. નવી યોજનાથી લાભ પ્રાપ્ત થશે. સંબંધીઓ સાથે ગેરસમજ થઈ શકે છે. મહેનત કરવાથી સફળતા મળવાના યોગ છે. કોઈ મોટો ફાયદો થશે શકે છે. તમારી ઈચ્છા મુજબ કાર્ય પૂર્ણ કરવામાં થોડી રાહ જોવી પડશે. આજે તમારી આવડતને લીધે તમને લાભ થશે. અને તમારી અલગ ઓળખ બનશે. તમારું ભાગ્ય તમને સાથ આપશે અને સફળતા મળશે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *