૨૫ નવેમ્બર : તુલસી વિવાહ, જાણો તેનું મહત્વ અને તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા

કારતક માસમાં શુક્લ પક્ષની એકાદશી નાં તુલસી વિવાહ આવે છે. આ વર્ષે તુલસી વિવાહ ૨૫ નવેમ્બર નાં દિવસે આવે છે. દર વર્ષે ધામધૂમથી તુલસીજી નાં વિવાહ ભગવાન શાલીગ્રામ સાથે કરવામાં આવે છે. તુલસી વિવાહ કરવા ની પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે. કહેવામાં આવે છે કે, વૃંદા નામની એક પતિવ્રતા સ્ત્રી ને ભગવાન વિષ્ણુ સાથે લગ્ન કરવાનું વરદાન મળ્યું હતું. લગ્ન માટે વૃંદાએ તુલસી નું સ્વરૂપ લીધું હતું. અને વિષ્ણુજીએ શાલીગ્રામ નું સ્વરૂપ લીધું હતું. ત્યારબાદ તુલસીજી અને ભગવાન શાલીગ્રામ નાં વિવાહ થયા.તેમજ કારતક સુદ એકાદશી ને દેવઊઠી એકાદશી પણ કહેવામાં આવે છે. અને તે દિવસે ભગવાન વિષ્ણુ નિંદ્રામાંથી બહાર આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે. અને ત્યારબાદ ભગવાન શાલિગ્રામ અને તુલસીજી નાં લગ્ન સાંજે કરવામાં આવે છે. તુલસીજી નાં વિવાહ ની સાથે મુંડન, ઉપનયન સંસ્કાર અને લગ્ન જેવા માંગલિક કાર્યોનો આરંભ થાય છે.
વિવાહ કરાવવા થી મળે છે પુણ્ય
એકાદશી નાં દિવસે તુલસીજી અને ભગવાન શાલિગ્રામ નાં વિવાહ કરાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે લોકો તેમનાં વિવાહ એ દિવસે કરાવે છે તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે. એટલું જ નહીં જે લોક નાં લગ્ન થવામાં પરેશાની આવી રહી હોય તો તે તુલસીજી નાં વિવાહ કરાવે તો તેમનાં લગ્ન જલદી થઈ જાય છે. જે લોકોને કોઈ દિકરી નથી જો તે વિવાહ કરાવે તેમને કન્યાદાન નું પુણ્ય પ્રાપ્ત થાય છે. સારા જીવનસાથી મેળવવા માટે છોકરીઅઓ તુલસી વિવાહ અવશ્ય કરવા જોઈએ.
વિવાહ કરવાની કરવાની વિધિ
તુલસીજી નાં વિવાહ વિધિપૂર્વક કરવામાં આવે છે. સાંજના સમયે આ લગ્ન કરવામાં આવે છે. લગ્ન માટે તુલસીજી નાં છોડને સારી રીતે સજાવવામાં આવે છે. છોડ ની ચારેબાજુ એક મંડપ બનાવવામાં આવે છે. તેની ઉપર ઓઢણી કે સૌભાગ્ય ની પ્રતીક એક ચુંદડી અર્પિત કરવામાં આવે છે.કુંડામાં સાડીને લપેટી ને તુલસીજી ને સાડી પહેરાવી શણગાર કરવામાં આવે છે. ત્યારબાદ ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. અને શાલીગ્રામજી નું વિધિવત્ પૂજન કરવામાં આવે છે. તુલસીજી ની પૂજા કરીને તુલસીએ નમ: મંત્ર જાપ થી લગ્ન ની શરૂઆત કરવામાં આવે છે.ભગવાન શાલિગ્રામ ની મૂર્તિને સિંહાસન મૂકી અને હાથમાં લઇ તુલસીજી ની સાત પરિક્રમા કરવામાં આવે છે. ત્યારબાદ આરતી કરીને લગ્ન સંપન્ન કરવામાં આવે છે. અને ત્યારબાદ તુલસીજી ની વિદાય આપવામાં આવે છે.