૨૬ નવેમ્બેર ૨૦૨૦ : આજે આ ૪ રાશિઓ સાથે થઈ શકે છે વિશ્વાસઘાત, દુષ્ટ લોકો પહોંચાડી શકે છે નુકસાન

૨૬ નવેમ્બેર ૨૦૨૦ : આજે આ ૪ રાશિઓ સાથે થઈ શકે છે વિશ્વાસઘાત, દુષ્ટ લોકો પહોંચાડી શકે છે નુકસાન

મેષ રાશિ

આજે પરિવાર નાં સભ્યો સાથે ગેરસમજ થશે. સાહસિક કાર્ય કરવાથી બચવું. આજે કોઈ નવો પ્રોજેક્ટ કે યોજના પ્રારંભ કરવા માટે ઉત્તમ દિવસ છે. તમારા પ્રયત્નો સફળ રહેશે. નવું શીખવા મળશે. નવા સ્થળની મુલાકાત થશે. તમે તમારી મીઠી વાણી નાં આધારે દરેક કામ સારી રીતે કરાવી શકશો. સિદ્ધિ પ્રાપ્ત થશે. યશ અને કીર્તિ મેળવવામાં સરળતા રહેશે. મિત્રો સાથે પ્રવાસનો આનંદ લઇ શકશો. આકસ્મિક ઉપહાર મળવાથી ખુશી થશે.

વૃષભ રાશિ

આજે તમે તમારી મહત્વકાંક્ષા પૂર્ણ કરવામાં સમર્થ રહેશો. મુસાફરી ન કરવી અને વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. આવશ્યક ખર્ચમાં વધારો થશે. જરૂરી કામ પૂર્ણ કરવામાં ઘણા લોકોની મદદ મળી રહેશે. મોટું સાહસ કરતા પહેલા ખૂબ વિચારણા કરવી કોઈ અનુભવીની સલાહ લઈ અને આગળ વધવું. શુભ કાર્ય પ્રારંભ કરતાં પહેલાં કુળદેવી અને દેવતાઓ નું ધ્યાન કરવું. પારિવારિક બાબતોમાં સાવધાની રાખવી. વેપારમાં સ્થિતિ અનુકૂળ રહેશે.

મિથુન રાશિ

પૈસાની લેવડ-દેવડ કરતી વખતે ધ્યાન રાખવું. સામાજિક અને પારિવારિક જીવનમાં માતા-પિતાનો સહયોગ મળી રહેશે. વિવાદાસ્પદ બાબતોથી દૂર રહેવાની કોશિશ કરવી. આવકમાં વૃદ્ધિ થશે. જુના ફસાયેલા નાણાં પરત આવશે. રોકાયેલા કાર્યો શરૂ થવાની સંભાવના છે. વેપારમાં ભાગીદારો સાથે ગેરસમજ થઈ શકે છે. કર્મચારીઓ નો સહયોગ પ્રાપ્ત થશે. કાયદાકીય બાબતમાં સફળતા મળશે.

કર્ક રાશિ

સંતાન ની સમસ્યા અંગે ચિંતા રહેશે. વિદ્યાર્થીઓ અને વેપારીઓને લાભ પ્રાપ્ત થશે. કોઈ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થવાથી દિવસ આનંદપૂર્વક પસાર થશે. ભૂતકાળમાં થયેલ ગેરસમજણ દૂર થશે. ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ શકશો. નોકરિયાત વર્ગ ને ઉચ્ચ અધિકારીઓ સાથે વાદ વિવાદ થવાથી નારાજગી સહન કરવી પડશે. આજનાં દિવસે તમારા કામોનું યોજનાપૂર્વક નું આયોજન કરવું. બેરોજગાર લોકોને રોજગાર પ્રાપ્ત થવાના યોગ છે.

સિંહ રાશિ

આજે કોઈ કાર્યમાં સફળતા મળવાથી તમારા ઉત્સાહમાં વૃદ્ધિ થશે. પરિવાર માં વાતાવરણ આનંદમય રહેશે. પરિવાર નાં લોકોનો સહયોગ પ્રાપ્ત થશે. અને તમે પણ તેઓને તેનાં  કાર્યોમાં સાથ આપશો. કન્ફ્યુઝન દૂર થશે. આજે તમે કામકાજમાં વ્યસ્ત રહેશો. આજે તમને જવાબદારીવાળા કામ સોપવામાં આવશે. આજે આર્થિક લાભ થવાની સંભાવના છે. મુસાફરી ના યોગ છે.

કન્યા રાશિ

આજે તમે તન અને મનથી થાક અને બેચેની અનુભવશો. સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ માનસિક રૂપથી તમે ખૂબ તણાવ અનુભવશો. ધનલાભ થવાના યોગ છે. પ્રેમ સંબંધ માટે આજનો દિવસ સામાન્ય રહેશે. દાંપત્યજીવન ઠીકઠાક રહેવાની આશા કરી શકાય છે. કામકાજ નાં લીધે કરેલી યાત્રા લાભકારી રહેશે. કોમર્સ નાં વિદ્યાર્થીઓ માટે દિવસ અનુકૂળ રહેશે.

તુલા રાશિ

આજનો દિવસ મોજ-મસ્તી અને આનંદ માં પસાર થશે. તમારી આવકમાં વૃદ્ધિ થશે. તમારા પરિવાર નાં સદસ્યો સાથે વિવાદ કરવાથી બચવું. કોઈ વાતને લઈને નજીકના સંબંધી સાથે ઝઘડો થઈ શકે છે. પારિવારિક સમસ્યામાંથી રાહત મળશે. માતા-પિતા નાં સહયોગ થી વેપારમાં વૃદ્ધિ થશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તમને કોઈ મનોરંજક કાર્ય કરવાની તક મળશે.

વૃશ્ચિક રાશિ

આજનો દિવસ તમારા માટે પડકાર જનક રહેશે. તમારી વાણીમાં મધુરતા રાખવી તેનાથી તમારી લવ લાઈફમાં સારી રહેશે. પરીવારમાં ઝગડા થવાની સંભાવના છે. તમારે સાવચેત રહેવું  જોઈએ. ઘણા કામો એક સાથે કરવાથી સફળતા મળવાની સંભાવનાઓ ઓછી થઇ શકે છે. મિત્રો સાથે લાંબી મુસાફરી નું આયોજન થઇ શકે છે. મિત્રો સાથે મનોરંજક યાત્રા ની યોજના બની શકે છે.

ધનુ રાશિ

ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે. પરિવાર નાં લોકો નાં વર્તન થી થોડી પરેશાની મહેસૂસ કરશો. દાંપત્યજીવનમાં આજે આનંદ રહેશે. આજનો દિવસ શાંતિપૂર્ણ પસાર થશે. કોઈ રોમેન્ટિક ઘટના બનશે. ભૂતકાળની કોઇ ગેરસમજ ના લીધે તમારા સંબંધમાં જે કડવાહટ આવી હતી તે આજે દૂર થશે. તમારા વિચાર અને પ્રસ્તાવ ને તમારા બોશ દ્વારા સ્વીકાર કરવામાં આવશે.

મકર રાશિ

આજનો દિવસ લાભદાયક રહેશે. તેથી આગળ વધવાની કોશિશ કરવી. ફસાયેલા નાણાં પરત મળશે. વિદ્યાર્થીઓ ને સારું પરિણામ પ્રાપ્ત થશે. નોકરિયાત લોકોને કામ માટે એક પ્રતિષ્ઠિત પરિયોજના આપવામાં આવશે. તેનાથી તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. પ્રેમ જીવનમાં સંબંધ સારો રહેશે. સમજી વિચારીને કરેલા નિર્ણય નાં લીધે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. કાર્યક્ષેત્રમાં ઉન્નતિ માટેનાં નવા રસ્તાઓ ખુલશે.

કુંભ રાશિ

આજે તમારું ભાગ્ય તમને સાથ આપશે. આજે કોઈપણ પ્રકાર નાં કાર્યની શરૂઆત કરશો તો લાભ થશે. આજે તમારી જવાબદારીમાં વધારો થશે. આજે તમારા દરેક કામ સરળતાથી પૂર્ણ થશે. તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે. માતા-પિતાનાં સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. કામકાજ માં આવતા વિઘ્નો દૂર થશે. વેપારનો વિસ્તાર કરવા માટે યોગ્ય સમય છે. કોઈ મહત્વનું કાર્ય પૂર્ણ થવાથી તમારું મન પ્રસન્ન રહેશે.

મીન રાશિ

આજે તમારા વર્ચસ્વવાળા વૃદ્ધિ થશે. કોઈ નવું કાર્ય પ્રારંભ કરવા માટે આજે સમય અનુકૂળ છે. ઓફિસ નું ખાસ કામ પૂર્ણ કરવામાં તમને સફળતા મળશે. કાયદાકીય બાબતમાં સફળતા મળશે. સામાજિક અને પારિવારિક જીવનમાં માતા-પિતા પિતાનો સહયોગ મળશે. પ્રેમ સંબંધમાં માનસિક તણાવ રહેશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. આજે તમારા સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *