૨૬ નવેમ્બર થી રાહુ અને કેતુ બદલે છે પોતાની ચાલ આ રાશીઓ નું ભાગ્ય પરિવર્તન થશે

છાયા અને અશુભ ગ્રહ માનવામાં આવતા રાહુ ૨૬ નવેમ્બર થી ગોચર કરશે રાહુ મિથુન રાશિમાંથી નીકળી અને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. રાહુ નું આ રાશિ પરિવર્તન ઘણી રાશિઓ માટે લાભદાયી રહેશે. તો ઘણી રાશિઓ નાં જાતકોએ સચેત રહેવું પડશે.જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કુંડળીમાં રાહુ ની દશા ખરાબ હોય તો કોઈપણ કામ સફળતા પૂર્વક પૂર્ણ થતું નથી. અને જાતક ને માનસિક શારીરિક ઘણી સમસ્યાઓ નો સામનો કરવો પડે છે. ત્યાં જ જો રાહુની સ્થિતિ કુંડળીમાં સારી હોય તો જાતક ને આકસ્મિક લાભ મળે છે. તો ચાલો જાણીએ આખરે રાહુ નાં રાશિ પરિવર્તન થી તમારી રાશિ પર શું પ્રભાવ પડશે.
મેષ રાશિ
મેષ રાશિનાં જાતકો માટે આ બદલાવ શુભ સાબિત થશે. મેષ રાશિવાળા લોકો માટે સકારાત્મક પરિવર્તન આવશે. અને તેને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
વૃષભ રાશી
વૃષભ રાશિનાં જાતકો માટે આ પરિવર્તન અશુભ રહેશે. જેના લીધે તમારા જીવનમાં સમસ્યાઓ આવશે. અને પરિવારમાં વાદ વિવાદ થશે, સાથેજ પરીવારમાં ઝગડા વધશે.
મિથુન રાશિ
મિથુન રાશિનાં જાતકો ને માનસિક સમસ્યા રહેશે. તેથી તેઓએ સાવધાન રહેવું જરૂરી છે.
સિંહ રાશી
સિંહ રાશિનાં જાતકો માટે આ બદલાવ નું શુભ પરિણામ આવશે. તેને આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળશે. દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.
કર્ક રાશિ
કર્ક રાશિનાં જાતકો માટે આ પરિવર્તન ખૂબ જ લાભદાયી રહેશે. તેઓને ધનલાભ થવાના યોગ બની રહ્યા છે.
કન્યા રાશિ
કન્યા રાશિનાં જાતકોને આ પરિવર્તન થી હાનિ થશે. નોકરિયાત વર્ગને સમસ્યાઓ આવશે. તેથી તેને સાવધાની રાખવી.
તુલા રાશિ
તુલા રાશિનાં લોકો માટે આ સમય ખૂબ જ કઠિન રહેશે. પોતાના પર સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિનાં જાતકોને માનસિક તણાવ રહેશે. તેઓએ માનસિક સ્વાસ્થ્ય નો ખ્યાલ રાખવો. ડિપ્રેશન નાં શિકાર થઈ શકે છે.
ધનુ રાશિ
ધનુ રાશિનાં જાતકો ને વેપારમાં નુકસાન નાં યોગ છે. પોતાના કામકાજ માં ધ્યાન રાખવું નુકસાન થવાના સંકેત છે.
મકર રાશિ
મકર રાશિનાં જાતકો એ દુશ્મનોથી સાવધાન રહેવું. પરંતુ સમય સાથે બધું બરાબર થઈ જશે.
કુંભ રાશિ
કુંભ રાશિનાં જાતકોએ પોતાના બાળકોનું વિશેષ ધ્યાન રાખવું. એટલું જ નહીં પરિવારમાં મતભેદ થવાના પણ યોગ છે. તેથી ખૂબ સાવધાની રાખવી.
મીન રાશિ
મીન રાશિનાં જાતકો એ પોતાના પરિવાર નાં લોકોનાં સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું. મુશ્કેલીઓમાં વધારો થવાની સંભવના છે.