૨૭ ફેબ્રુઆરી માધ પૂનમ, રાશિ પ્રમાણે આ ઉપાય કરવાથી, મળશે લાભ જ લાભ, ઈચ્છાઓ થશે પૂર્ણ

હિન્દુ ધર્મમાં માધ પૂનમ નું ખૂબ જ મહત્ત્વનું ગણવામાં આવે છે. આ પૂનમ શનિવારે આવી રહી છે. પૂનમ નાં દિવસે દાન વ્રત અને જપ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, પુનમના દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને દાન-પુણ્ય જેવા કાર્યો કરવાથી વ્યક્તિનાં જીવનમાં સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં ધન, સંતાન અને મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે જે ઉપાયો પૂનમનાં દિવસે કરવામાં આવે તો જીવનની દરેક પરેશાની દૂર થાય છે.
આજે અમે તમને માધ મહિનાની પૂનમનાં દિવસે કેટલાક વિશેષ ઉપાયો વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ. જો તમે આ ઉપાય તમારી રાશિ અનુસાર કરો છો તો તમને ઘણા લાભ મળી શકે છે. એવી માન્યતા છે કે, આ ઉપાય કરવાથી વ્યક્તિ ની દરેક મનોકામના પૂર્ણ થાય છે.
મેષ રાશિ
જે લોકોની મેષ રાશિ છે તેને પૂનમનાં દિવસે ગોળનું દાન કરવું જોઈએ. ગોળનું દાન કરવાથી આર્થિક સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિવાળા લોકોએ પૂનમ નાં દિવસે સાકર નું દાન કરવું. સાકર નું દાન કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. તમારું જીવન સુખ પૂર્વક વ્યતીત થાય છે.
મિથુન રાશિ
મિથુન રાશિના લોકોએ પૂનમનાં દિવસે લીલી મગની દાળનું દાન અવશ્ય કરવું જોઈએ. આ ઉપાય કરવાથી જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓ દૂર થાય છે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોએ પૂનમનાં દિવસે ચોખાનું દાન કરવું. આ ઉપાય કરવાથી માનસિક પરેશાની દૂર થાય છે. અને માનસિક શાંતિ મળે છે.
સિંહ રાશિ
જે લોકોની સિંહ રાશિ છે તે લોકોએ પૂનમનાં દિવસે ઘઉંનું દાન જરૂર કરવું જોઈએ. આ ઉપાય કરવાથી માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોએ પૂનમનાં દિવસે ગાયને ઘાસ જરૂર નાખવું. આ ઉપાય કરવાથી જીવનની દરેક પરેશાની દૂર થાય છે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકોએ પૂનમનાં દિવસે કન્યાઓને ખીર નું ભોજન જરૂર કરાવવું. આ ઉપાય કરવાથી એશ્વર્યની પ્રાપ્તિ થાય છે.
વૃશ્ચિક રાશિ
જે લોકોની વૃશ્ચિક રાશિ છે તેઓએ પૂનમનાં દિવસે ગોળ અને ચણા વાનરો ખવડાવવા. આ ઉપાય કરવાથી શત્રુઓથી મુક્તિ મળે છે.
ધન રાશિ
જે લોકોની ધન રાશિ છે તેમણે પૂનમનાં દિવસે મંદિરમાં ચણાની દાળનું દાન જરૂર કરવું. આ ઉપાય કરવાથી જીવનમાં દરેક પ્રકારનાં સુખોની પ્રાપ્તિ થાય છે.
મકર રાશિ
મકર રાશિના જાતકોએ પૂનમનાં દિવસે ધાબળા નું દાન જરૂર કરવું. આ દાન કરવાથી નોકરીમાં જો કોઈ પરેશાની ચાલી રહી હોય તો તે દૂર થાય છે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકોએ પૂનમનાં દિવસે અડદની દાળનું દાન કરવું. આ ઉપાય કરવાથી તેમના બિઝનેસની દરેક પ્રકારની પરેશાની દૂર થાય છે.
મીન રાશિ
મીન રાશિના લોકોએ પૂનમનાં દિવસે હળદર અને ચણાનાં લોટમાંથી બનેલ મીઠાઈ નું દાન જરૂર કરવું. આ ઉપાય કરવાથી જીવનની દરેક પરેશાની દૂર થાય છે અને આ રાશીના જાતકોનાં જીવનમાં ધનની કમી રહેતી નથી.