ત્રણ પૂતળા ની મદદથી રમકડા વાળા એ રાજાને આપી મોટી શીખ, જણાવ્યું કે કયા લોકો હોય છે અનમોલ

એક રાજા પાસે ખૂબ જ બુદ્ધિમાન મંત્રી હતો તે મંત્રી પાસે રાજાની દરેક સમસ્યાનો ઉકેલ હતો. મંત્રી ને રાજમહેલમાં અન્ય લોકો પસંદ કરતા ન હતા કારણ કે રજા મંત્રી પર આંખ બંધ કરીને વિશ્વાસ કરતા હતા. એકવાર રાજા નાં અન્ય મંત્રીઓ એ બુદ્ધિમાન મંત્રીની પરીક્ષા માટેની યોજના કરી. રાજમહેલ નાં અન્ય મંત્રીઓએ વિચાર્યુ કે બુદ્ધિ મંત્રી ને રાજાની સામે બેવકૂફ સાબિત કરી દેશું એવું કરવાથી રાજા નાં મનમાં થી બુદ્ધિમાન મંત્રીની કિંમત ઉતરી જશે અને રાજા ની નજીક તેઓ આવી શકશે.બુદ્ધિમાન મંત્રી વિરુદ્ધ તેઓએ કાવતરું કર્યું. જે મુજબ તેઓએ એક રમકડા વાળા ને બોલાવી અને રાજાને કહ્યું કે તેની પાસે ખૂબ જ સુંદર પૂતળાઓ છે. જે તમને પસંદ આવશે. આ પૂતળાં ખરીદીને તમારા પુત્રને આપજો રાજકુમાર ખુબ જ ખુશ થઇ જશે. રાજાએ મંત્રીઓની વાત માની અને રમકડા વાળા ને પુતળા બતાવવાનું કહ્યું. રમકડા વાળા એ કહ્યું કે મારી પાસે ત્રણ પ્રકાર નાં પુતળાઓ છે તમને તેમાંથી કયું જોઈએ છે.
રાજા એ રમકડા વાળા ને કહ્યું કે તમે મને ત્રણેય પુતળા બતાવો મને જે પસંદ આવશે તે હું લઇશ રમકડા વાળા એ રાજાની સામે ત્રણેય પુતળાઓ રાખ્યા. રમકડાવાળા એ રાજાને કહ્યું કે પહેલા પૂતળા ની કિંમત ૧ લાખ મોહર છે બીજા પૂતળા ની કિંમત ૧ હજાર મોહર છે અને ત્રીજા પૂતળા ની કિંમત એક મોહર છે આ વાત સાંભળીને રાજા ખૂબ આશ્ચર્ય ચકિત થઈ ગયા. તેઓએ રમકડા વાળા ને પૂછ્યું કે આખરે આ પૂતળાઓ ની કિંમતમાં આટલો ફરક કેમ છે તેઓ દેખાવ માં તો ત્રણેય સરખા છે માટે ત્રણેય ની કિંમત એક જેટલી હોવી જોઈએ. રમકડા વાળા એ કહયું કે આ ત્રણેય પુતળાઓ માં એક ખાસિયત છે. જેના વિશે તમે મને જણાવી દો તો હું તમને આ ત્રણેય પૂતળા મફત આપી દઈશ.
રમકડા વાળા ની આ વાત સાંભળીને રાજાએ ત્રણેય પુતળાઓ ને સારી રીતે જોયા રાજાને તેમાં કોઈ ફરક લાગ્યો નહીં તે વિચારમાં પડી ગયા. રાજાએ તરત જ પોતાના બુદ્ધિમાન મંત્રીને રાજમહેલમાંથી બોલાવ્યા રાજમહેલ માં હાજર અન્ય મંત્રીઓ ખુશ થઈ ગયા એવું લાગ્યું કે બુદ્ધિમાં મંત્રી રાજાને આ ત્રણેય પુતળાઓ વચ્ચે નું અંતર જણાવી શકશે નહીં. તેથી રાજા તેને મહેલની બહાર કાઢી મૂકશે રાજાના આદેશ પર બુદ્ધિમાન મંત્રી દરબારમાં આવ્યા. રાજાએ તેને પૂરી વાત જણાવી પૂરી વાત સાંભળ્યા બાદ બુદ્ધિમાન વ્યક્તિ એ એક એક કરીને તત્રણેય પુતળાઓ ને જોયા અને પહેલા પુતળા ના કાનમાં એક સડી નાખી તો તે સીધી તેના પેટમાં ચાલી ગઈ થોડીવાર પછી તેના હોઠ હલવા લાગ્યા અને બંધ થઇ જવા લાગ્યા. બીજા પૂતળાના કાનમાં સડી નાખી તો તે બીજા કાનમાંથી બહાર નીકળી ત્રીજા પૂતળા નાં કાનમાં સડી નાખી તો તેનું મોઢુ ખુલવા લાગ્યું અને જોર જોર થી હલાવવા લાગ્યું.
બુદ્ધિમાન મંત્રીએ રાજા ને જવાબ આપતા કહ્યું કે, મહારાજ આ રમકડા વાળાએ આ ત્રણેય પુતળાઓ નાં ભાવ એકદમ બરાબર લગાવ્યા છે. ભલે આ પૂતળાઓ દેખાવમાં એક જેવા છે પરંતુ તેમાં ખૂબ જ ફરક છે રાજા એ બુદ્ધિમાન મંત્રી ને પૂછ્યું કે તેમાં શું ફરક છે ત્યારે મંત્રીએ જણાવ્યું કે, પહેલી પુતળું એ લોકો જેવું છે જે બીજાની વાત સાંભળીને સમજે છે અને સાચી હકીકત જાણીને ત્યારબાદ જ કંઈ બોલે છે તે કોઇ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરતું નથી આવા લોકો અનમોલ હોય છે. તેથી આ પૂતળા ની કિંમત વધારે રાખવામાં આવી છે. બીજા પુતળું એ લોકો જેવું છે જે એક કાન થી વાત સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખે છે. ત્રીજું પુતળું એ લોકો જેવું છે જે વાતની સચ્ચાઈ જાણ્યા વિના જ કોઈ પરિણામ પર પહોંચે છે તેના પેટમાં કોઇપણ વાત પચતી નથી. બુદ્ધિમાન મંત્રીની વાત સાંભળીને રમકડા વાળો ખુશ થઈ ગયો અને રાજાને ત્રણેય પુતળા મફત આપીને જતો રહ્યો.