૩૦ નવેમ્બર પૂનમ નાં દિવસે આ કામ કરવાથી મળે છે વિશેષ લાભ, જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

કાર્તિક માસ માં પૂનમ આ વર્ષે ૩૦ નવેમ્બરે આવે છે. આ પૂનમ ને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. અને કહેવામાં આવ્યું છે કે, આ દિવસે દાન અને ગંગા સ્નાન કરવાથી ખૂબ જ લાભ મળે છે. કાર્તિક માસની પુનમ નાં દિવસે જ ગુરુ નાનક જયંતિ પણ આવે છે. જેનાં કારણે તેનું મહત્વ ખૂબજ વધી જાય છે.પુરાણો માં આ પૂનમને ખૂબ જ શુભ ગણવામાં આવી છે. અને પુરાણો મુજબ કાર્તિક મહિનો વિષ્ણુજીને ખૂબ જ પ્રિય હોય છે. આ પૂનમ નાં દિવસે દેવ દિવાળી પણ મનાવવામાં આવે છે. કાર્તિક પૂનમ પર દાન અને સ્નાન જરૂર કરવું જોઈએ.પૌરાણિક કથા અનુસાર આ દિવસે સૃષ્ટિ નાં રચયિતા બ્રહ્માજી બ્રમ્હ સરોવર પુષ્કર માં અવતર્યા હતા.
આ સ્થાન પર બ્રહ્માજી નું એકમાત્ર મંદિર પણ છે. કહેવાય છે કે, કાર્તિક પૂનમ નાં દિવસે પુષ્કર માં સ્નાન કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાયછે. જે લોકો આ દિવસે રાજસ્થાન માં આવેલ પુષ્કરમાં જઈને સ્નાન કરે છે, અને બ્રહ્માજી નાં મંદિરે દર્શન કરવા જાય છે એમનાં દુઃખો હંમેશા માટે દૂર થઈ જાય છે. આ જ કારણ છે કે, કાર્તિક પૂનમ નાં દિવસે લાખોની સંખ્યામાં લોકો અહીંયા આવીને સ્નાન કરે છે અને બ્રહ્માજી ની વિશેષ પૂજા કરે છે.
જે લોકો કોઈ કારણસર પુષ્કર નથી જઈ શકતા તે લોકો ગંગાસ્નાન કરી શકે છે. અને ઘરેથી જ બ્રહ્માજી ની પૂજા કરી શકેછે. ગંગા સ્નાન કરવાથી પણ મનુષ્ય ને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે. આ દિવસે સવારે સ્નાન કર્યા બાદ દાન અવશ્ય દેવું. કાર્તિક માસની પૂનમ નાં દિવસે દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. દાનમાં આપ કોઇ ગરીબ વ્યક્તિને અનાજ, કપડાં કે કોઈ અન્ય વસ્તુ આપી શકો છો. બસ એ વાતનું ધ્યાન રાખવું કે તમે આ દાન સાચા મનથી કરો.
દાન કરતા પહેલા જે વસ્તુ દાન કરવાની હોય તેને હાથ પર રાખો અને સાચા મનથી તે વસ્તુ દાન કરવાનો સંકલ્પ કરો. ત્યારબાદ જમણા હાથ વડે તે વસ્તુ કોઈને દાનમાં આપો. તમે ઈચ્છો તો દાનમાં દેવાની વસ્તુ કોઈ વ્યક્તિને આપવાને બદલે તમે મંદિરમાં પણ આપી શકો છો. કાર્તિક પૂનમ નું શુભ મૂહર્ત : કાર્તિક પૂનમ ૨૯ નવેમ્બર ૨૦૨૦ રાત્રે ૧૨ વાગ્યા ૪૭ મિનિટ થી શરૂ થઈ જે ૩૦ નવેમ્બર ૨૦૨૦ રાત્રે ૨ વાગ્યા ૫૯ મિનિટ સુધી રહેશે. શસ્ત્ર અનુસાર ૨૯ નવેમ્બર નાં રાત્રિનાં જ પૂનમ ની તિથિ બેસે છે. તેથી ૩0 નવેમ્બર ની સવારે સ્નાન અને દાન કરવું.