૪૦ વર્ષ બાદ આ નાની-નાની વસ્તુઓ કરી વેલેન્ટાઈન ડે પર તમારા જીવનસાથીને કરો ખુશ

વધતી ઉંમરની સાથે જવાબદારીઓ આવે છે તેમાં ને તેમાં ઘણું બધું પાછળ છૂટી જાય છે આજ કારણ હોય છે કે ૪૦ ની સુધી પહોંચતા પહોંચતા મહિલાઓ ને પુરુષો થી ફરિયાદ શરૂ થઈ જાય છે કે, હવે પહેલાની જેમ પ્રેમ નથી કરતા, સમય આપતા નથી વગેરે વગેરે. પ્રેમ તો જીવનમાં હંમેશા રહે છે પરંતુ ક્યારેક-ક્યારેક તેની અભિવ્યક્તિ ખૂબ જ આવશ્યક હોય છે અને વેલેન્ટાઈન ડે પર આપણને આપણો પ્રેમ વ્યક્ત કરવાનો એક અવસર પ્રાપ્ત થાય છે. માટે આ તકનો લાભ લઈ ને તમારા જીવનસાથીને કરી દો ખુશ.
ફુલ આપીને કરો વ્યક્તિ
વેલેન્ટાઈન ડે પર તમે તમારા દિવસની શરૂઆત તમારા પ્રેમને વ્યક્ત કરીને સરળતાથી કરી શકો છો. ૪૦ બાદ કંઈ કહેવાનું થોડું અજીબ લાગતું હોય, શરમ આવતી હોય તો તમે તમારા જીવનસાથી ની પસંદગી નું ફૂલ પ્રેમ થી તેના હાથમાં આપીને પ્રેમ વ્યક્ત કરી શકો છો. જો તમે તમારા જીવનસાથી નાં પસંદગી નાં ફૂલ વિશે જાણતા ન હોવ તો તેને લાલ ગુલાબ આપી શકો છો એવું કરવાથી તમારા જીવનસાથી ખુબ જ ખુશ થઇ જશે.
પ્રેમ ભરેલા બે શબ્દો કહી ને
તમે તમારા જીવન સાથી ને પ્રેમ ભરેલા બે શબ્દો કહીને પણ ખુશ કરી શકો છો. ભલે તે બોલીને કહો, લખી ને કહો કે ઈશારામાં કહો. વેલેન્ટાઇન ડે પર તમારા પાર્ટનરને ખાસ મહેસુસ કરવા ઇચ્છતા હોવ તો કોશિશ કરો વારંવાર તમારો પ્રેમને વ્યક્ત કરવાની. અલગ અલગ ભાષાઓમાં તમારા પતિ કે પત્નીને આઇ લવ યુ કહી શકો છો ગુગલ મને યુ ટ્યુબ આ કાર્યમાં સરળતાથી તમારી સહાયતા કરી શકશે. તમે વોટ્સઅપ નાં માધ્યમથી પણ આ કામ કરી શકો છો.
ગિફ્ટ આપો

એક ઉંમર પછી જીવનમાં સરપ્રાઈઝ આપવી, ગિફ્ટ આપવી આ બધુ ઓછું થઈ જાય છે બાળકો થયા બાદ વ્યક્તિ નું પૂરું ધ્યાન પોતાના બાળકો અને ઘરની જવાબદારીઓ પૂરી કરવામાં લાગી જાય છે. પરંતુ કેટલાક ખાસ અવસરો પર જરૂરી છે કે, તમે તમારા જીવન સાથે ને ગિફ્ટ આપો અને તેમને જણાવો કે તમારા જીવનમાં તેનું કેટલું મહત્વ છે.
સમય આપો
વેલેન્ટાઈન ડે પર જો તમે તમારા પાર્ટનરને ખુશ કરવા ઈચ્છતા હોવ તો તેને તમારો સમય આપો એક દિવસ માટે તમારી દિનચર્યામાં થોડું પરિવર્તન લાવો તમે ઈચ્છો તો ફક્ત તમે બંને જ વધારે નહીં પરંતુ થોડીવાર માટે કંઈ બહાર ફરવા જઈ શકો છો. ફરવા ન જઈ શકો તો ઘરમાં જ સાથે રહીને ભોજન બનાવી કેન્ડલ લાઇટ ડિનર વગેરે જેવી યોજના બનાવી અને અથવા સાથે કોઈ સારી ફિલ્મ જોઈને પણ સારો સમય પસાર કરી શકો છો.