૪૦ વર્ષ પછી પુરૂષોની તુલનામાં મહિલાઓ ની ઇમ્યુનિટી થવા લાગે છે કમજોર, આ ઇમ્યુનિટી બુસ્ટર ફુડ હોય છે ફાયદાકારક

મોનોપોઝ પછી મહિલાઓને હૃદયરોગ અને વજન વધવાનું જોખમ વધી જાય છે અને તેની ઇમ્યુનિટી કમજોર થવા લાગે છે પરંતુ કેટલાક ફુડ નાં સેવન થી ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં અને વજન વધવાની બીમારીથી બચી શકાય છે.મહિલાઓ અને પુરુષો બંને ની ઉંમર અલગ-અલગ રીતે વધે છે ચાલીસ વરસ બાદ સામાન્ય રીતે મહિલાઓ નું મેટાબોલિઝમ ઓછું થઈ જાય છે અને મેનોપોઝ આવે છે અને તેના મસલ્સ ઢીલા પડવા લાગે છે આ જ કારણે તેનું વજન વધવા લાગે છે અને બીજી અનેક સ્વાસ્થ્ય ને લગતી સમસ્યાઓ પણ થાય છે તેમની ઇમ્યુનિટી તેની ઉંમર નાં પુરુષો કરતાં ઓછી થઈ જાય છે એવું નથી કે વધતી ઉંમર નાં સાથે સાથે વધતા વજન ને રોકી ના શકાય અને ઇમ્યુનિટી ને મજબૂત બનાવી ના શકાય વિટાબાયોટિક્સ લિમિટેડ નાં વાઇસ પ્રેસિડેન્ટ અને ફિટનેસ એક્સપર્ટ જણાવે છે કે, કેટલાક એવા ઇમ્યુનિટી બુસ્ટર ફુડ વિશે જણાવે છે જે તમારી ઉંમર વધવા છતાં પણ ઇમ્યુનિટી બનાવી રાખે છે.
ખાટા ફળો
સંતરા લીંબુ વગેરે ખાટાં ફળોમાં એન્ટીઓક્સીડન્ટ, ફાઇબર અને વિટામિન સી અને બીજા ઘણાં ન્યુટ્રીઇટસ હોય છે જે તમારા મસ્તિસ્ક અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે તે તમારી ત્વચાને ચમકદાર રાખે છે અને વજન વધતું અટકાવે છે.
દહીં
દહીં માં કેલ્શિયમ ની પ્રચુર માત્રા હોય છે અને તેમાં પ્રોટીનની ભરપૂર માત્રા પણ હોય છે. તેને ખાવાથી પેટ ભરેલું રહે છે અને મહિલાઓને કાર્ય કરવા માટે પર્યાપ્ત એનર્જી મળી રહે છે. દહીં નાં ઉપયોગથી ફક્ત પોષક તત્વ પ્રદાન થતા નથી પરંતુ તમારા પેટનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. દહીંનું નિયમિત સેવન કરવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે.
સફરજન
સફરજન દરેક ઉંમરના લોકોને નિયમિત ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ વધતી ઉંમરની સાથે ધીમું પડી ગયેલ મેટાબોલીઝમ માટે તેનું સેવન ખૂબ જ જરૂરી છે. તે શરીરનાં વસા ને અવશોષિત કરવાની ક્ષમતા ને વધારે છે. સાથે જ તેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલુ રહે છે અને વજન પણ વધતું નથી. માનવામાં આવે છે કે, હૃદય અને સ્વાસ્થ માટે સફરજનનું સેવન લાભકારી છે.
ગાજર
શિયાળાની ઋતુમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે ગાજર વિટામિન ઈ થી ભરપૂર હોય છે અને તમારી ત્વચાને સારી રાખે છે સાથેજ આંખો ની રોશની માટે ફાયદાકારક છે ગાજર ખાવાથી ચહેરા નાં દાગ, ખીલ વગેરે દુર થાય છે.
ઈંડા
ઈંડા માં પર્યાપ્ત માત્રામાં વિટામીન ડી હોય છે મેનોપોઝ બાદ મહિલાઓને વજન વધવાનું અને હદય નું જોખમ રહે છે. યોગ્ય માત્રામાં ફેટ અને પ્રોટીન યુક્ત ઈંડા એવી મહિલાઓ માટે સૌથી સારું ફૂડ ગણવામાં આવે છે. તેમાં કાર્બોહાઇડ્રેટ અને સુગરની માત્રા ખૂબ જ ઓછી હોય છે.