૫ ટાઈપ નાં હોય છે પુરુષો નાં લવ અફેર, તમારા પતિ તેમાંથી કોઈ એક કરે તો લેવા જોઈએ આ પગલા

૫ ટાઈપ નાં હોય છે પુરુષો નાં  લવ અફેર, તમારા પતિ તેમાંથી કોઈ એક કરે તો લેવા જોઈએ આ પગલા

કોઈપણ લગ્નજીવન ને લાંબા સમય સુધી ચલાવવા માટે પતિ-પત્ની વચ્ચે સમજદારી, પ્રેમ, ઈમાનદારી, વફાદારી હોવા ખૂબ જ જરૂરી છે. જો સંબંધમાં આ વસ્તુ ના હોય તો આ સંબંધ તૂટવામાં વાર લાગતી નથી. લગ્ન પછી હંમેશા પુરુષો બીજી સ્ત્રીને જોઈને લપસી જાય છે. જોકે દરેક વાર આવું હોતું નથી પરંતુ ઘણા મામલામાં જબરજસ્તી લગ્ન, રોમાન્સની કમી, મતભેદ નાં કારણે પતિ નું  એક્સ્ટ્રા મેરેજ અફેર નું કારણ બની જાય છે. એવામાં દરેક પત્ની એ જાણવું જરૂરી છે કે પતિઓનાં અફેર કઈ કઈ ટાઈપ નાં હોય છે. જ્યારે તમને તમારા પતિનાં લવ અફેર ની ખબર પડે ત્યારે તે પરિસ્થિતિ ની સામે કઈ રીતે સરળતાથી ડીલ કરવી જોઈએ તે જાણો.

સાચો પ્રેમ

આ ટાઈપનાં લવ અફેર શારીરિક સંબંધવાળા લવ અફેર થી વધારે ખતરનાક હોય છે. આમાં પતિ ને એક બીજી સ્ત્રી સાથે સાચો પ્રેમ થઈ જાય છે. તે તેના માટે કશુક ફીલ કરવા લાગે છે. આજ ચક્કરમાં તેનો તેની પત્ની પ્રત્યે પ્રેમ ઓછો થવા લાગે છે. ત્યાં સુધી કે, તે પોતાની પત્ની સાથે શારીરિક સંબંધ બનાવવામાં પણ ખચકાટ અનુભવે છે. તેનાં મનમાં તે સ્ત્રી જ હોય છે. ધણા મામલા માં  તે સ્ત્રી પતિ નો પહેલો પ્રેમ પણ હોઈ શકે છે. આવી પરિસ્થિતિમાં પત્નીએ પોતાનાં પતિ ને સાફ શબ્દોમાં પૂછવું જોઈએ કે, તે પોતાનાં પ્રેમને ભૂલી શકશે કે નહીં. જો તેમનો જવાબ ના મળે તો તલાક લઈ અને આગળ વધવામાં જ સમજદારી છે.

શારીરિક સંબંધ

આ ટાઇપ નાં અફેર માં પતિ બીજી સ્ત્રી સાથે શારીરિક સબંધ બનાવવાની લાલચ હોય છે. તેને પ્રેમ હોતો નથી. બસ ટાઇમ પાસ અને મજા માટે જ તે તેની સાથે સંબંધ બનાવે છે. આવી સ્થિતિમાં પત્ની પર વાત આવીને અટકે છે. જો તે તેના પતિને એક મોકો આપવા ઈચ્છતી હોય તો તે આપી શકે છે. જો તમારી સાથે પાછળથી વફાદાર રહેશે. તો તમારુ ઘર તૂટવાથી બચી શકે છે. જોકે તે પોતાની આ ભૂલ વારંવાર કરે તો તેને છોડી દેવામાં જ તમારી ભલાઈ છે.

ઇમોશનલ બોન્ડીંગ

આ ટાઈપ નાં લવ અફેર માં કોઈ બીજી સ્ત્રીની સાથે હમદર્દી હોય છે. તે તેનો હિત વિચારે છે. અને તેની મદદ કરે છે. તેની સાથે મળવાનું અને વાત શેયર કરવાનું તેમને સારું લાગે છે. આ ટાઈપ નાં અફેર નું કારણ પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક રૂપથી દૂરી હોય છે. પત્નીએ પોતાનાં પતિ ને સાફ પૂછી લેવું જોઈએ કે, તે આ લગ્નને નિભાવવા ઈચ્છે છે કે નહીં.

એક તરફી પ્રેમ

જ્યારે પત્નીનું બીજી સ્ત્રી સાથે વધારે મળવાનું હોય તો તે તેનાં તરફ આકર્ષિત થવા લાગે છે. એવામાં તે સ્ત્રી તમારા પતિને પ્રેમ નહીં કરતી હોય. પરંતુ તે  તેનાં પ્રેમનાં વિચારોમાં ખોવાઈ જાય છે. આવી પરિસ્થિતિમાં પતિ બીજી સ્ત્રી સાથે નો પ્રેમ ખુલ્લા દિલથી વ્યક્ત કરી શકતા નથી. અને પોતાની પત્નીને છોડી શકતા નથી. પત્નીએ પોતાનાં પતિ ને બીજો મૂકો દેવો જોઈએ.

મુશ્કેલીઓમાં સાથ

આ ટાઇપ નાં લવ અફેર પતિનાં જીવન માં આવેલી મુશ્કેલી માં બંધાય છે. જેમ કે પતિનાં માતા, નજીકનાં મિત્ર નું મૃત્યુ કે સ્વાસ્થ્ય પર સંકટ, નોકરીનું છૂટી જવું આવી પરિસ્થિતિમાં તેને કોઈ મહિલા પાર્ટનર સપોર્ટ કરે છે. તો તેને પ્રેમ થઈ જાય છે. ત્યાં એક અફેર એવું પણ હોય છે કે, જેમાં પોતે એક મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલ મહિલાની મદદ કરે છે. અને બંને વચ્ચે પ્રેમ થઈ જાય છે. આવી સ્થિતિમાં પત્નીએ પતિને ચેતવણી કે ઈમોશનલ સપોર્ટ દેવો જોઈએ. એક મોકો આપીને જોવું જોઈએ. તે સુધરી જાય છે તો ઠીક છે. બાકી ટાટા બાય બાય કરી દેવું જોઈએ.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *