૫૦ દિવસોની અંદર ૪૯ ફિલ્મો સાઈન કરી હતી આ અભિનેતા, બોલીવુડ માં ઘણા લોકો કરતા હતા તેની ઈર્ષ્યા

ગોવિંદા ૯૦ નાં દશકના સુપર હીરો છે. તેમણે ઘણીજ સુપરહિટ ફિલ્મો આપી છે. વર્તમાનમાં ગોવિંદા ફિલ્મો માં ઓછા જોવા મળે છે. જો કે એક સમય એવો હતો કે, જ્યારે તેમની પાસે ફિલ્મોની લાઈન લાગેલી રહેતી હતી. ગોવિંદા ની ડેબ્યૂ ફિલ્મ ‘ઈલ્ઝામ’ હતી. જોકે તેમની પહેલી ફિલ્મ ‘લવ ૮૬’ હતી. પરંતુ ઈલ્ઝામ પહેલા રીલીઝ થઈ ગઈ હતી.
ગોવિંદાની પ્રોફેશનલ લાઇફ વિશે તો તમે બધા સારી રીતે જાણો છે પરંતુ આજે અમે તમને તેની પર્સનલ લાઈફ સાથે જોડાયેલ એક મહત્વની વાત જણાવવા જઈ રહ્યા છીએ. આ વાત તેમના જન્મ સાથે જોડાયેલી છે. ગોવિંદાનો જન્મ ૨૧ ડિસેમ્બર ૧૯૬૩ માં મુંબઈમાં થયો હતો. જ્યારે તેમનો જન્મ થયો ત્યારે તેમના પિતા ખુશ થયા નહતા. એટલુજ નહી તેમણે ગોવિંદા ને પોતાની ગોદમાં પણ લેવા માટે પણ ના પડી હતી.
આ વાત પોતાના એક ઇન્ટરવ્યૂમાં ગોવિંદા એ પોતેજ જણાવી હતી. તેમણે કહ્યું હતું કે, જ્યારે તે તેમની માતા નિર્મલાદેવી નાં પેટમાં હતા. ત્યારે તે સાધ્વી બની ગયા હતા. તે તેમના પિતા સાથે રહેતા જરૂર હતા પરંતુ એક સાધુની માફક રહેતા હતા. જયારે ગોવિંદા નો જન્મ થયો ત્યારે તેમના પિતા તેમને ગોદમાં લેવા પણ રાજી નહતા. તેમને એવું લાગ્યું હતું કે, ગોવિંદા ના કારણે તે પોતાની પત્ની થી અલગ થઈ ગયા. ગોવિંદા નાં કારણે તેની માં તેનાથી અલગ થઈને સાધુ બની ગયા હતા. પરંતુ જ્યારે લોકોએ તેમને કહ્યું કે, કેટલુ સુંદર બાળક છે. ત્યારબાદ તેણે મને પ્રેમ કરવાનું શરૂ કર્યું.
ગોવિંદા એ પણ જણાવ્યું હતું કે, તેમની ગોવિંદા ને એકટર બનાવવા ઇચ્છતા નહતા. તેમની ઇચ્છા ગોવિંદા બેન્કમાં જોબકરવાની હતી. જોકે તેમના પિતાએ ગોવિંદાને એક્ટર બનવા માટે પુરો સપોર્ટ કર્યો હતો. તે ગોવિંદા ને કહેતા હતા તું ખૂબ જ સારો દેખાય છે તો તું સારી એક્ટિંગ પણ કરી શકીશ. ફિલ્મોમાં તારે જરૂર ચાન્સ લેવો જોઈએ. જોબ શીધવાની જરૂર નથી.
તમને જણાવી દઈએ કે, ગોવિંદાને ૬ ભાઇ બહેન છે. તે સૌથી નાના છે. ગોવિંદા એ ફક્ત ૨૧ વર્ષની ઉંમરમાં જ પહેલી ફિલ્મ સાઈન કરી હતી. એટલું જ નહીં ૨૧ વર્ષની ઉંમરમાં ફક્ત ૫૦ દિવસની અંદર જ તેમણે ૪૯ ફિલ્મો સાઇન કરી હતી. તેના સ્ટારડમ થી ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકો તેમની ઈર્ષ્યા કરતા હતા. તેમને એક પછી એક ઘણી ફિલ્મોની ઓફર મળી હતી. આ વાત ઘણા લોકો પચાવી શકતા નહતા. તેથી તેમના વિરૂદ્ધ બોલિવૂડમાં એક ગ્રુપિઝમ અને ગૈગ સ્ટાર્ટ થઈ ગઈ હતી. તેમની પાસથી ફિલ્મો ની ઓફર છીનવી લેવામાં આવતી હતી.