૫૦ વર્ષોમાં આટલા બદલાઈ ગયા છે જિનત અમાન, ફોટો જોઈને તમે ઓળખી પણ નહી શકો

ફિલ્મ અભિનેત્રી જિનત અમાન ને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ૫૦ વર્ષ નો શાનદાર સમય પૂરો કર્યો છે. જિનત અમાન નું નામ એ લિસ્ટમાં સામેલ છે. જેમણે હિન્દી સિનેમામાં જેમણે મોર્ડન વુમન નો કોન્સેપ્ટ સ્થાપિત કર્યો હતો. તેમણે પોતાના સમયમાં એક્ટિંગ અને તેમની સુંદરતા થી લાખો દર્શકો નાં દિલ પર રાજ કર્યું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ૫૦ વર્ષ પૂરા થવાની ખુશીમાં તેમણે પોતાના મિત્રો સાથે કેક કટિંગ કરી અને પાર્ટી એન્જોય કરી છે. તે પોતાના મિત્રો સાથે ડાન્સ કરતા જોવા મળે છે. આ પાર્ટી સાથે જોડાયેલ વીડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે જિનત અમાન નો જન્મ ૧૯ નવેમ્બર ૧૯૫૧ માં થયો હતો. તેમના પિતાજીનું નામ અમાનુલ્લા છે. જે એક જાણીતા સ્કીપ્ટ રાઈટર હતા. જિનત અમાન નાં પિતાજીએ ‘પાકીજા’ અને ‘મોગલે આઝમ’ જેવી ફિલ્મો લખી હતી. જિનત અમાન વર્ષ ૧૯૭૦માં ફેમિના મિસ ઇન્ડિયા એશિયા પેસિફિક જીત્યા હતા. તમને જણાવી દઈએ કે એક સમય એવો હતો જયારે તેમની સુંદરતા અને શાનદાર એક્ટિંગ નાં લાખો લોકો તેમના દીવાના હતા.
બોલિવૂડમાં ૫૦ વર્ષ પુરા થયા બાદ જિનત અમાન ની કેટલીક ફોટો સામે આવી છે. જેને જોઇને અભિનેત્રી ને ઓળખવી મુશ્કેલ થાય છે. જિનત અમાન સફેદ વાળ અને મોટી ફ્રેમના ચશ્માં માં જોવા મળ્યા. જિનત અમાન એક એવા અભિનેત્રી રહ્યા છે જેમણે બોલિવૂડમાં આવતાની સાથેજ ઈન્ડસ્ટ્રી નો ટ્રેડ બદલી નાખ્યો હતો. તે સમય દરમિયાન અભિનેત્રીઓ ફિલ્મોમાં સાડી અને સલવાર સુટ પહેરતી હતી. પરંતુ જિનત અમાને મોર્ડન ડ્રેસ શરુ કર્યા હતા.
પોતાના કેરિયરની શરૂઆત વર્ષ ૧૯૭૦ માં ‘હંગામા’ ફિલ્મથી કરી હતી. અભિનેત્રી એ પોતાના કેરિયરમાં એક થી એક સારા ફિલ્મમાં કામ કર્યું હતું. પરંતુ હવે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રી માંથી ગાયબ થઈ ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે, જિનત અમાન ને હિન્દી સિનેમામાં સૌથી મોટી બ્રેક વર્ષ ૧૯૭૧ માં ફિલ્મ ‘હરે રામ હરે ક્રિષ્ના’ થી મળી હતી. જનું લેખન, નિર્માણ અને નિર્દેશન દેવાનંદ સાહેબે કહ્યું હતું. આ ફિલ્મમાં તેમણે દેવાનંદ ની બહેનનો રોલ કર્યો હતો. ત્યારબાદ તેમણે ઘણી ફિલ્મોમાં દેવાનંદની પ્રેમિકાને ભૂમિકા નિભાવી છે.
જિનત અમાન ને દેવાનંદ સાહેબ ખૂબ જ પસંદ કરતા હતા. તેની સાથે તેમણે હીરાપન્ના, પ્રેમ શાસ્ત્ર, ડાર્લિંગ ડાર્લિંગ, જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. જિનત અમાને પોતાની ફિલ્મ કેરિયર માં ઘણા મોટા મોટા એકટરો સાથે કામ કર્યું હતું. તેમણે રોટી કપડા ઓર મકાન, અજનબી, હરે રામ હરે કૃષ્ણ, યાદો કિ બારાત જેવી સુપરહિટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ફિલ્મોમાં કામ કરતાં કરતાં તેમને ૪ બાળકો નાં પિતા સંજય ખાન સાથે પ્રેમ થઈ ગયો. ખબર અનુસાર જાણવા મળ્યું છે કે, બંનેએ ફિલ્મ અબ્દુલ્લાની શૂટિંગ દરમ્યાન લગ્ન કર્યા હતા. પરંતુ આ સંબંધ લાંબો સમય સુધી ચાલ્યો નહીં. અને તેઓ અલગ થઈ ગયા.
ત્યાર બાદ વર્ષ ૧૯૮૫ માં મજહર ખાન સાથે બીજા લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્નથી તેમને દુઃખ સિવાય કશું મળ્યું નહતું. ખબર અનુસાર જાણવા મળ્યું છે કે, મઝહર હંમેશાં જિનત અમાન ને માર પીટ કરતા હતા. તમને જણાવી દઈએ કે, લગ્ન નાં થોડા સમય બાદ મઝહર ની કિડનીમાં ઇન્ફેક્શન થઈ ગયું. જેના કારણે તે બીમાર રહેવા લાગ્યા અને આખરે કિડની ફેઈલ થવાના કારણે તેમનું મૃત્યુ થયું હતું. રિપોર્ટ અનુસાર પોતાના પતિથી પરેશાન થઈ ને જિનત અમાન તલાક ની અરજી આપી ચૂક્યા હતા. પરંતુ તલાક થાય તે પહેલાંજ મઝહર દુનિયામાંથી ચાલ્યા ગયા હતા. મઝહર અને જિનત અમાન નાં બે દીકરાઓ છે. જેનું નામ જહાન અને અજાન છે.