૫૮ વરસ ની ઉંમરે પણ કુંવારા છે સંજય લીલા ભણસાલી, એક સમયે આ કોરિયોગ્રાફર પર આવ્યું હતું તેમનું દિલ, પરંતુ લગ્ન

હિન્દી સિનેમાનાં સૌથી સફળ નિર્દેશકો માં ૫૮ વર્ષીય સંજય લીલા ભણસાલી એ પણ સ્થાન ધરાવે છે. તેમની ગણતરી આજના સમયનાં સૌથી સફળ બોલિવૂડ ડાયરેક્ટરો માં કરવામાં આવે છે. ૨૪ ફેબ્રુઆરી વર્ષ ૧૯૬૩ માં મુંબઈમાં સંજય ભણસાલી નો જન્મ થયો હતો. હાલમાં જ તેમને ૫૮ વર્ષ પુરા થયા છે. પરંતુ ૫૮ વર્ષ પુરા થયા છતાં પણ આજે પણ તેમણે લગ્ન કર્યા નથી ઘણા ઓછા લોકો તેની પાછળનું કારણ જાણે છે.
ચાલો આજે અમે તમને તેની પાછળનું કારણ જણાવીએ આજના સમયમાં સંજય લીલા ભણસાલી ફિલ્મ નિર્દેશક છે કે, જેની સાથે દરેક અભિનેતા અને અભિનેત્રી કામ કરવા ઈચ્છે છે. આજ સુધીમાં તે ઘણી ધમાકેદાર ફિલ્મનું નિર્દેશન કરી ચૂક્યા છે.ફક્ત સફળ નિર્દેશક જ નહિ પરંતુ પ્રોડ્યુસર, મ્યુઝીક ડાયરેક્ટર અને સ્ક્રીન રાઇટર પણ છે.
નાની ઉંમરમાં જ સંજય લીલા ભણસાલીએ ફિલ્મી દુનિયા સાથે જોડાવવાના સપના જોયા હતા. સંજય લીલા ભણસાલીએ સિનેમા માં પોતાની કારકિર્દીની શરૂઆત વિધુ વિનોદ ચોપરા સાથે આસિસ્ટન્ટ તરીકે કરી હતી. તે સમયે સંજય અને વિધુ બંનેએ સાથે મળીને ફિલ્મ ‘પરિંદા’ અને ‘૧૯૪૨ અ લવ સ્ટોરી’ જેવી સુપરહિટ ફિલ્મો બનાવી હતી. સંજય લીલા ભણસાલી એ આગળ જઇને કરીબ નામની ફિલ્મનું નિર્દેશન કરવાની ના પાડી હતી. બસ ત્યારથી જ સંજય અને વિધુ ની જોડી તૂટી ગઈ. વિધુ વિનોદ ચોપરા થી અલગ થઈને પોતાની પહેલી ફિલ્મ ‘ખામોશી’ બનાવી હતી. સંજય ની પહેલી ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. અને આ ફિલ્મ સુપર હીટ શ્રેણીમાં સામેલ થઈ હતી.
સંજય લીલા ભણસાલીની પોતાના કેરિયર નાં શરૂઆતના દિવસોમાં સૌથી સફળ અને હિટ ફિલ્મોમાં અજય દેવગન એશ્વર્યારાય બચ્ચન અને સલમાન ખાન દ્વારા અભિનીત ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ નો સમાવેશ થયો હતો. વર્ષ ૧૯૯૯ માં આવેલી આ ફિલ્મ ને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. સંજય લીલા ભણસાલી નાં નિર્દેશનમાં બનેલી ફિલ્મો ની સ્ટોરી પ્રેમ કહાની પર આધારિત હોય છે. જ્યારે એક વાર સંજય લીલા ભણસાલીને તેનું કારણ પૂછવામાં આવ્યું હતું. ત્યારે તેમણે પોતાના ઈન્ટરવ્યુ તેનો જવાબ આપ્યો હતો કે, તે પ્રેમ કહાની એટલા માટે બનાવે છે કે, તેની લાઇફમાં કોઈ પ્રેમ નથી.
શા માટે હજી સુધી કુંવારા છે સંજય
પોતાના એક ઈન્ટરવ્યુ માં સંજય ને લગ્ન ન કરવા પાછળનાં કારણનો ખુલાસો કરતા તેમણે જણાવ્યું હતું કે, લગ્ન કરવાનો અત્યારે તો કોઈ વિચાર જ નથી. પરંતુ તેની પાછળ પણ એક ખાસ કારણ છે તમે જણાવી દઈએ કે, જે સમયે સંજય લીલા ભણસાલીની ‘હમ દિલ દે ચુકે સનમ’નું નિર્દેશન કરી રહ્યા હતા ત્યારે કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટ ને પોતાનું દિલ આપી બેઠા હતા. પરંતુ તેમની પ્રેમ કહાની પુરી ન થઈ શકી. આજ કારણે તે હજી સુધી અધૂરા રહી ગયા છે. મીડિયા માં પણ સંજય અને વૈભવી નાં પ્રેમની ચર્ચા થતી હતી. બંનેએ ક્યારેય પોતાની અફેરની વાત સ્વીકારી ન હતી. ઘણા લોકો સંજય નાં કુંવારા રહેવાનું કારણ વૈભવી અને તેમના પ્રેમમાં સફળ ન થવાનું માને છે.
સંજય લીલા ભણસાલીએ પોતાના લાંબા ફિલ્મી કેરિયરમાં આજ સુધી દેવદાસ, ગોલિયોં કી રાસલીલા રામલીલા, બાજીરાવ મસ્તાની, જેવી હિટ ફિલ્મો આપી છે. તેમની ફિલ્મો ની ખૂબ જ આતુરતા થી દર્શકો રાહ જુવે છે. સંજય કેટલા સફળ અને કેટલા મોટા નિર્દેશક છે એ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, વર્ષ ૨૦૦૨ માં આવેલી દેવદાસમાં તેમને કુલ ૫ રાષ્ટ્રીય પુરસ્કાર અને ૧૦ ફિલ્મફેર એવોર્ડ પોતાના નામે કર્યા હતા. અને તેમની આગામી ફિલ્મ માં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નો સમાવેશ થાય છે. જેમાં મુખ્ય અભિનેત્રી તરીકે આલિયા ભટ્ટ જોવા મળશે.