૬૮ વર્ષ ની દાદી ને થયો તેનાં થી અડધી ઉંમર નાં છોકરા સાથે પ્રેમ ૧૭ લાખ ની ચપટ લગાવી ને ભાગી ગયો પ્રેમી

પ્રેમ કોઈ ને પણ ક્યારેય પણ કોઈની પણ સાથે થઈ શકે છે. જોકે ઘણીવાર પ્રેમ એટલો બધો આંધળો હોય છે કે સામેવાળા નાં મનમાં શું છે તે પણ જોતો નથી. એવું જ કંઈક થયું યુ.કે. માં રહેતી ૬૮ વર્ષ ની બેથ હેનીગ સાથે આ ઉમર નાં પડાવપર તે એકલતા અનુભવતી હતી તેથી તેને તેનાથી અડધી ઉંમર નાં રોડ ની સાથે પ્રેમ થઈ ગયો. રોડ નિ ધાના નો રહેવાસી હતો. અને ત્યાં મ્યુઝિકલ કોન્ટેસ્ટ કરતો હતો. તે તે ઉપરાંત તે સામાજિક કાર્ય માં પણ જોડાયેલો હતો. ત્યાં બેથ પણ સામાજિક કાર્યકર્તા હતી. તે ધના નાં લોકો માટે ફંડ ભેગુ કરતી હતી. બસ આ સમય દરમિયાન તેમની મુલાકાત રોડ સાથે થઈ બંને એ ૨૦૧૪ માં ફેઈસ બુક નાં માધ્યમ થી વાતચીત શરૂ કરી હતી. ધીરે ધીરે બંને વચ્ચે મીટીંગ ચાલુ થઈ. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. બેથ જણાવે છે કે પહેલા જ્યારે કોઈ ઉંમર લાયક મહિલા ને કોઇ નવ યુવક સાથે પ્રેમ થઈ જતો હતો ત્યારે તે તેની મજાક ઉડાવી હતી. પરંતુ આજે તેની સાથે જ એવું થયું કે તેનું મગજ કામ કરતું બંધ થઈ ગયું. જેવો જ બંને વચ્ચે પ્રેમ સંબંધ શરુ થયો કે રોડે તેમની પાસે પૈસા માંગ્યા તે રકમ કેટલી નાની હતી કે બેથે તેમને આપી દીધી. થોડા સમય બાદ રોડે ફરીથી બેથ પાસે થી પૈસા માંગ્યા બીજી વાર પણ બેથે તેની મદદ કરી. હવે તે બંને ની ફેઈસ બૂક પર દરરોજ વાત થતી હતી.
એકવાર બેથ તેનાં બોયફ્રેન્ડ ને મળવા ગઈ. ત્યારે રોડે તેને ખૂબ જ માન સન્માન આપ્યું ને ખૂબ સારી રીતે સાચવી. જલદી તેણે લગ્ન માટે પણ બેથ ને પ્રપોઝ કર્યું. બંને એ લગ્ન પણ કરી લીધા. આ લગ્ન થી બેથ નાં બાળકો ખુશ ન હતા. જોકે બેથ એકલતા અનુભવતી હતી તેથી તેણે આ લગ્ન કરવાનો નિર્ણય યોગ્ય સમજ્યો.લગ્ન પછી બંને સાથે જ રહેવા લાગીયા. ત્યાર પછી બંને માં લડાઈ શરૂ થઈ ગઈ. રોડે બેડરૂમ ની બદલે સોફા પર સુવાનું ચાલુ કર્યું. બેથ તેને તેની નાણાકીય તંગી ને લીધે વારંવાર કહેતી હતી. બેથ નાં ઘર માં જ રહીને તે વારંવાર બેથ પાસે પૈસા માંગતો હતો. જ્યારે બેથ પૈસા ન આપી શકતી ત્યારે તેની સાથે ખૂબ લડાઈ કરતો.
જલ્દી જ બેથ ને સમજાઈ ગયું કે રોડે તેની સાથે ફક્ત પૈસા માટે જ લગ્ન કર્યા છે. તેને આ વાતની ખબર પડી કે રોડ ની સાચી ઉમર ૩૦ છે, જયારે તેણે બેથ ને ૪૦ કહ્યું હતું. ૧૭ લાખ નાં કરજા માં ડૂબેલી બેથ હવે પોતાનાં આ સંબંધ ને પૂરો કરી અને પોતાનાં બાળકો સાથે રહેવા ઈચ્છે છે. તેઓએ તેની સ્ટોરી સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે અને અન્ય મહિલાઓ ને પણ રીત ની દગાબાજી થી દૂર રહેવાની સલાહ આપી છે.