૭ જાન્યુઆરી ૨૦૨૧ નાં દિવસે શનિદેવ થઈ જશે અસ્ત,આ ૬ રાશિઓનાં જાતકો માટે શુભ રહેશે સમય

શનિદેવ ને ન્યાયનાં દેવતા કહેવામાં આવે છે. વ્યક્તિની કુંડળી માં શનિની સ્થિતિ સારી હોય તો, તે શુભ ફળ આપે છે. પરંતુ જો શનિની સ્થિતિ યોગ્ય ના હોય તો, જીવનમાં ઘણી મુશ્કેલીઓ ઉભી થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવ ૭ મી જાન્યુઆરી એ સાંજે ૫.૩૮ વાગ્યે પશ્ચિમમાં સ્થિર થયા અને ૯ ફેબ્રુઆરીનાં મધ્ય રાત્રી ૧૨.૫૦ વાગ્યે તે પૂર્વમાં ફરીથી ઉગશે.જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિનાં અસ્ત ની તમામ ૧૨ રાશિઓ પર ચોક્કસ અસર થશે. આજે આ પોસ્ટમાં અમે તમને શનિનાં અસ્ત થવાથી કઈ રાશિઓ ને શુભ ફળ મળશે તે જણાવવા જઈ રહ્યા છીએ.
મિથુન રાશિ
મિથુન રાશિવાળા લોકોને શાનીનાં અસ્ત થવાથી શુભ પરિણામ મળશે. તમારા અટકાયેલા કાર્યો પૂરા થશે. તમે તમારા વિરોધીઓ ને પરાજીત કરશો. માનસિક મુશ્કેલીઓ ઓછી થશે. કોઈ વ્યક્તિને જો લાંબા સમયથી કોઈ બીમારી હશે તો તેનાથી છુટકારો મળશે. સામાજિક ક્ષેત્રે સન્માન વધશે. કોર્ટ-કચેરીનાં કામ સરળતાથી ઉકેલી શકશો. વિદ્યાર્થી વર્ગનાં લોકોને સ્પર્ધાત્મક પરીક્ષામાં સારું પરિણામ પ્રાપ્ત થશે.
તુલા રાશી
તુલા રાશિવાળા લોકો માટે આ સમય લાભકારી રહેશે. તમારા ધંધા માટે આ સમય ઘણો સારો રહેશે. નોકરી ક્ષેત્રે પ્રગતિ મળશે. ઉપલા અધિકારીઓ સાથે સારા સંબંધો રહેશે. સામાજિક ક્ષેત્રે સન્માન પ્રાપ્ત થશે. સંપત્તિ સંબંધિત બાબતો નું સમાધાન થઇ શકે છે.
કર્ક રાશિ
કર્ક રાશિવાળા લોકોને આ સમય દરમિયાન ધંધામાં લાભ થવાની સંભાવના છે. નાણાંકીય બાબતોમાં તમને સતત સફળતા મળતી રહેશે. વિદ્યાર્થીઓનો સમય શુભ રહેશે. કોઇપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. તમારા સાસરી પક્ષ સાથેનો સંબંધ સારો રહેશે.
ધન રાશિ
ધન રાશિનાં લોકોની આર્થિક પરિસ્થિતિ વધુ મજબૂત બનશે. પરિવારમાં ચાલતી સમસ્યાઓનું સમાધાન થઇ શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. લાંબા સમયથી ઉધાર આપેલા પૈસા પાછા મળે તેવી અપેક્ષા રહેશે. તમને તમારા ભાઈ બહેનો અને મિત્રોનો પૂરો સહયોગ મળશે. તમારું મનોબળ મજબૂત રહેશે. નોકરી શોધી રહ્યા લોકોને જલ્દીથી જ સારી નોકરી મળી શકે છે.
મકર રાશિ
શનિ નાં અસ્ત થવાના કારણે મકર રાશિવાળા લોકોનાં અટકેલાં કાર્યો ઉકલી જશે. તમને શુભ પરિણામ મળવા ની શક્યતા છે. તમે લીધેલાં નિર્ણયો ફાયદાકારક સાબિત થશે. કાર્યક્ષેત્રમાં બધા લોકો સાથે સારો સુમેળ રહેશે. તમારી મહેનત રંગ લાવશે.
મીન રાશિ
મીન રાશિ નાં જાતકો માટે શનિ નું અસ્ત લાભકારક રહેશે. તમે જે પ્રયત્નો કરો છો તેનાથી સારા પરિણામ મળશે. નોકરી ધંધામાં સફળતા મળશે. તમે તમારી જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવશો. કાર્યક્ષેત્રમાં તમે સારું કામ કરશો. પરિવાર નાં વડિલ સભ્યો અને ભાઈઓ નો સહયોગ મળે તેવી સંભાવના છે.