૭ માર્ચ ૨૦૨૧ નાં જન્મદિવસ હોઈ, તે જાતકો માટે કેવું રહેશે આવનારું વર્ષ

૭  માર્ચ ૨૦૨૧ નાં જન્મદિવસ હોઈ, તે જાતકો માટે કેવું રહેશે આવનારું વર્ષ

૭ માર્ચ નાં જન્મેલ વ્યક્તિઓનો મૂળાંક ૭  હોય છે. જેના સ્વામી શુક્ર હોય છે. મૂળાંક ૭ વાળા લોકો ખૂબ સુંદર અને આકર્ષક હોય છે.  તે લોકોને સુંદર વસ્તુઓ તરફ આકર્ષણ હોય છે. આ લોકો સુંદર વસ્તુ તરફ ખૂબજ જલ્દી આકર્ષિત થાય છે. આ લોકો પોતાનું ખૂબ જ ધ્યાન રાખે છે. તે હંમેશા બની ઠનીને જ રહેવાનું પસંદ કરે છે. તેમને જોઈને તેમની ઉંમર વિશે જાણી શકાતું નથી. આ લોકોને  ભોગવિલાસ અને ભૌતિક સુખ તરફ આકર્ષણ હોય છે. મૂળાંક ૭ વાળા જાતકો પોતાની સુખ-સુવિધાની પાછળ ખૂબ જ ધન ખર્ચ કરે છે. જેના કારણે તેમની આર્થિક સ્થિતિ અસંતુલિત રહેછે. આ લોકો હંમેશા દરેક પળને મોજ મસ્તિથી સંપૂર્ણ રીતે જીવવાની કોશિશ કરે છે. જ્યાં સુધી તે લોકો પાસે ધન ઉપલબ્ધ હોય છે ત્યાં સુધી તે ખર્ચ કરવામાં ગભરાતા નથી.

આ લોકો પ્રેમસંબંધમાં જલ્દીથી પ્રવેશ કરી જાય છે. વિપરીત લિંગ તરફ તેમનું આકર્ષણ ખૂબ જ વધારે હોય છે. આ લોકોનું વૈવાહિક જીવન ખૂબ જ સારું રહે છે. આ લોકો એક સારા જીવનસાથી સાબિત થાય છે. ૭  મૂળાંક વાળા લોકોનો વ્યવહાર  વિશે વાત કરવામાં આવે તો, આ લોકોનો વ્યવહાર બીજા સાથે સારો હોય છે. આ લોકો હસમુખ હોય છે. અને પોતાના જીવન ને લઈને તેમનો દૃષ્ટિકોણ ખૂબ જ વિશાળ હોય છે. તેને લોકો સાથે તાલમેળ રાખવો ખૂબ જ પસંદ હોય છે. હંમેશા તે પોતાની જવાબદારીઓને સારી રીતે નિભાવે છે. આ લોકોનું વર્ષ વેપાર માટે ખૂબ જ શુભ રહેશે. વિવાહયોગ્ય જાતકો માટે સમય શુભ રહેશે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. માર્ચ મહિનામાં જીવનસાથીને લઈને ઘરના વડીલો સાથે મતભેદ થઈ શકે છે. તેનાથી તમે થોડા ઉદાસ રહેશો.

એપ્રિલ મહિનામાં તમારા માટે સમય સારો રહેશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થશે. તમારા અધુરા કામ પુરા કરવાની તમે કોશિશ કરશો. મે મહિનો નવા કાર્યની શરૂઆત કરવા માટે શુભ રહેશે. કાર્યભાર વધારે હોવાને કારણે અંગત જીવનમાં તમે ઓછો સમય આપી શકશો. જૂન મહિનામાં માં અથવા પત્ની સાથે ગેરસમજ થઇ શકે છે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. કોઈને પૈસા ઉધાર આપવાથી બચવું. જુલાઈ મહિનામાં શિક્ષણ સાથે જોડાયેલા લોકો માટે સારું રહેશે. ઓગસ્ટ મહિનામાં કોઈ અનૈતિક કાર્ય કરવાથી ચવું. દાંપત્ય જીવનમાં શંકાને સ્થાન ન આપવું. સપ્ટેમ્બર મહિનામાં સમય સારો રહેશે. વેપાર સંબંધી પરિવર્તન નો સામનો કરવો પડશે.

ઓક્ટોબર મહિનામાં કોઈ મહિલા તરફથી વિશેષ સહયોગ મળશે. નવેમ્બર મહિનામાં સમય સારો રહેશે. વેપાર સંબંધી યાત્રાનું આયોજન થઇ શકે છે. જે તમારા માટે શુભ રહેશે. ડિસેમ્બર મહિનામાં કાર્યભાર વધારે હોવાને કારણે તમને થાક મહેસુસ થશે. કાર્યાલયમાં ઉચ્ચ અધિકારીઓ સાથે વિવાદ થઈ શકે છે. વર્ષ ૨૦૨૨ માં જાન્યુઆરીમ મહિનામાં સમય સારો રહેશે આ મહિનો પ્રેમ સંબંધોમાં મધુરતા લાવશે. ફેબ્રુઆરી મહિનામાં જીવનસાથી સાથે ફરવા જવાનું આયોજન થઇ શકે છે.

ઉપાય

આ વર્ષે શુભ ફળ ની પ્રાપ્તિ કરવા માટે ગાયનું ઘી મંદિરમાં દાન કરવું. સાથે જ ગાયને ઘાસનો ચારો ખવડાવો. કૂતરાને મીઠી રોટલી ખવડાવી. પક્ષીઓને લીલા મગની દાળ નાખવી. વસ્ત્રોનું દાન ન કરવું. શનિદેવ નાં મંદિર માં સરસવ નાં તેલનો દીવો કરવો. સાથેજ  જવને જળમાં પ્રવાહિત કરવા.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *