૮૩ વર્ષનાં રતન ટાટા આજે પણ છે એટલા જ સક્રિય છે,આવો જાણીએ તેમનાં જીવન નાં સફર વિશે

૮૩ વર્ષનાં રતન ટાટા આજે પણ છે એટલા જ સક્રિય છે,આવો જાણીએ તેમનાં જીવન નાં સફર વિશે

ટાટા ગ્રૂપનાં પૂર્વ ચેરમેન રતન ટાટા નો જન્મદિવસ ૨૮ ડિસેમ્બરનાં દિવસે આવે છે. ૨૮ ડિસેમ્બર ૧૯૩૭ નાં દિવસે ગુજરાતનાં સુરત શહેરમાં રતન ટાટાનો જન્મ થયો હતો. રતન ટાટા દેશનાં સૌથી સફળ ઉદ્યોગપતિ માં નાં એક માનવામાં આવે છે. દુનિયામાં જયાં પણ ટાટા ગ્રુપ નું નામ લેવામાં આવે છે ત્યાં તેના પોસ્ટરમાં કોઈ બીજા ચહેરા નો બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઉપયોગ નાં કરતાં રતન ટાટા નો જ ફોટો જોવા મળે છે. રતન ટાટા દેશનાં સૌથી પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ છે. તેઓ એક એવી વ્યક્તિ છે કે, જેમણે વ્યવસાય અને સમાજ બંનેની જવાબદારીઓ એક સાથે સંપૂર્ણ રીતે નિભાવી છે. રતન ટાટાની ગણતરી દેશનાં થી પ્રિય ઉદ્યોગપતિઓમાં થાય છે.

રતન ટાટા પારસી કુટુંબ નાં છે. તેમનાં પિતાનું નામ નવલ ટાટા અને માતાનું નામ સોનુ ટાટા હતું. રતન ટાટાનું બાળપણ ખૂબ જ મુશ્કેલીઓ માં પસાર થયું હતું. તેમનાં માતા-પિતા થી રતન ટાટા નાની ઉંમરે થીજ અલગ થઈ ગયા હતા. જો આપણે રતન ટાટાનાં શિક્ષણની વાત કરીએ તો મુંબઈમાં અભ્યાસ પૂરો કર્યા પછી રતન ટાટાએ કોર્નેલ યુનિવર્સિટી માંથી આર્કિટેક્ચર બીએસ અને હાવર્ડ બિઝનેસ સ્કૂલ માંથી એડવાન્સ મેનેજમેન્ટ પ્રોગ્રામ કર્યો છે. ત્યારબાદ તેઓ વર્ષ ૧૯૬૨માં ટાટા ગ્રુપ માં જોડાયા.

રતન ટાટા મેહેનતુ હોવાની સાથે-સાથે એક સક્ષમ માનવી પણ છે. મહેનત અને આવડત નાં આધારે વર્ષ ૧૯૮૧માં તેઓ ટાટા ઇન્ડસ્ટ્રી નાં અધ્યક્ષ બન્યા હતા. વર્ષ ૧૯૯૧ માં રતન ટાટા જેઆરડી ટાટા પછીનાં ટાટા ગ્રુપ નાં પાંચમા અધ્યક્ષ બન્યા હતા. રતન ટાટાએ ટાટા ગ્રૂપ નાં વ્યવસાયને એક નવી ઊંચાઈ પર લઈ જવા માટે પહેલ કરી હતી. રતન ટાટાએ પોતાની સખત મહેનત અને નેતૃત્વનાં આધારે ટાટા ગ્રુપને સંપૂર્ણપણે બદલી નાખ્યું હતું. તેમણે એવા ઘણા નિર્ણયો લીધા જેનાં કારણે ટાટા ગ્રુપ ને વિશ્વ ની સૌથી મોટી કંપનીઓમાંની એક કંપની ને તરીકે ઓળખવામાં આવે છે. રતન ટાટા નાં નેતૃત્વમાં વર્ષ ૧૯૯૮ માં ટાટા મોટર્સે ટાટા ઇન્ડિકા કાર લોન્ચ કરી હતી. જે ટાટાની સૌથી વધુ વેચાણ કરનારી કાર સાબિત થઇ હતી.

રતન ટાટા ભારતીય પરિવાર માટે કંઈક અલગ જ કરવા માગતા હતા. તેમનું સપનું હતું કે, એક એવી કાર હોય કે,  જેમાં દરેક ભારતીય પરિવાર ફરવા જઈ શકે. સામાન્ય લોકોને ધ્યાનમાં રાખીને તેઓ કાર બનાવવા માંગતા હતા જેના આધારે તેમણે આ કામ કર્યું અને અંતે તેણે તેમનું સપનું પૂરું કરી બતાવ્યું. રતન ટાટાએ સૌથી સસ્તી કાર નેનો લોન્ચ કરી. આ કાર આર્થિક રીતે નબળા લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી. વર્ષ ૨૦૦૮ માં નેનો કાર લોન્ચ કરવામાં આવી હતી. આ કાર નું મેન્યુફેક્ચરિંગ ઘણાં વિવાદો માં રહ્યું હતું.

વર્ષ ૨૦૦૮ નાં માર્ચ મહિનામાં રતન ટાટાનાં નેતૃત્વ હેઠળ ફોર્ડ મોટર કંપની પાસેથી જગુઆર અને લેન્ડ રોવર ટાટા મોટર્સે ખરીદ્યા હતા. તે પછી ભારતમાં તેનું વેચાણ શરૂ થયું. રતન ટાટા એક સફળ રોકાણકાર તરીકે પણ જાણીતા છે. ૭૫ વર્ષની ઉંમરે રતન ટાટાએ વર્ષ ૨૦૧૨ માં ટાટા ગ્રૂપનું ચેરમેન પદ છોડયું હતું. રતન ટાટાએ પોતાની જવાબદારી સાયરસ મિસ્ત્રીને આપી હતી.

ટાટા ગ્રુપને આસમાનની ઊંચાઈએ લઈ ગયા પછી રતન ટાટા નિવૃત્ત થયા. તેમ છતાં ટાટા ગ્રુપ તેમનાં નામ વિના અધૂરું છે. ભારત સરકારે તેમની ઉપલબ્ધિઓ ને જોતા વર્ષ ૨૦૦૮ માં તેમને પદ્ય વિભૂષણ બીજો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ અને વર્ષ ૨૦૦૦ માં પદ્ય ભૂષણ થી સન્માનિત કર્યા હતા. રતન ટાટા માત્ર એક ઉદ્યોગપતિ જ નહીં પરંતુ એક દાતા પણ છે.  દેશ અને દુનિયા નાં યુવાનો માટે પ્રેરણા છે, તેઓ ૮૩ વર્ષની ઉંમરે પણ એકદમ સક્રિય રહે છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *