૯ જાન્યુઆરી સફલા એકાદશી નું વ્રત રાખવાથી દરેક કાર્યો પુરા થાય છે, જાણો એકાદશી સાથે જોડાયેલી કથા

પોષ મહિના ની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ ની એટલે સફલા એકાદશી. આ વખતે આ એકાદશી ૯ જાન્યુઆરી નાં આવી રહી છે. સફલા એકાદશી નાં દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે સફલા એકાદશીનું વ્રત સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. માન્યતા છે કે, આ વ્રત રાખનાર ભક્ત ની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને વિષ્ણુલોકમાં સ્થાન પ્રાપ્ત થાય છે એકાદશી નું વર્ણન કરતી વખતે લખવામાં આવ્યું છે કે, એક વાર શ્રી કૃષ્ણજી એ યુધિષ્ઠિરને એકાદશીની તિથિ નું મહત્વ સમજાવતા કહ્યું કે દરેક વ્રત માં એકાદશીનું વ્રત શ્રેષ્ઠ છે.માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુએ જનકલ્યાણ માટે પોતાના શરીર માંથી પુરુષોત્તમ માસની એકાદશીઓ સહિત કુલ ૨૬ એકાદશી ઉત્પન્ન કરી હતી. માટે
એકાદશી નાં દિવસે નારાયણની પૂજા કરવામાં આવે છે અને ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખવામાં આવે છે. જે લોકો આ દિવસે પૂજા આરાધના કરે છે તેના જીવનમાં કોઈ પરેશાની આવતી નથી.સફલા એકાદશી નું વ્રત કરવાથી અધૂરા દરેક કાર્ય પૂર્ણ થાય છે પુરાણોમાં આ એકાદશી નાં સંદર્ભમાં કહેવામાં આવ્યું છે કે, હજારો વર્ષો સુધી તપસ્યા કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે પુણ્ય ની પ્રાપ્તિ સફલા એકાદશીનું વ્રત કરવાથી મળે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરી ઉપરાંત દીપદાન કરવાનું પણ ખૂબ જ મહત્વ છે. દીપદાન કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. કેટલાક લોકો એકાદશી નાં દિવસે વ્રત પણ રાખે છે.
પુરાણમાં એકાદશીની કથાનું વર્ણન કરવામાં આવ્યુ છે. કથા અનુસાર રાજા માહિષમત નાં મોટા દીકરા હંમેશા ખોટું કામ કરતા હતા અને દેવ-દેવીઓની નિંદા કરવાનો કોઈ મોકો ચુકતા ન હતા. પોતાના પુત્રને આ સ્વરૂપ માં જોઇને રાજાએ તેનું નામ લુંમ્ભ્ક રાખ્યું અને તેને પોતાના રાજમાં થી બહાર કાઢી મૂક્યો. રાજ્યની બહાર કાઢયા બાદ લુંમ્ભ્ક જંગલોમાં રહેવા લાગ્યો. માંસ અને ફળ ખાઈને જીવન નિર્વાહ કરવા લાગ્યો. એક પીપળા નાં વૃક્ષ નીચે પોતાનું વિશ્રામ સ્થળ બનાવીને રોજ તે વૃક્ષ નીચે આવીને સુતો હતો. પોષ મહિનાની કૃષ્ણ પક્ષની દશમ નાં દિવસે ઠંડી નાં કારણે લુંમ્ભ્ક મોડે સુધી સુતો રહ્યો.
આગલા દિવસે સફલા એકાદશી ની બોપર નાં સૂર્યદેવ નાં તાપથી તેની આંખ ખુલી. ઉઠ્યા બાદ તેને ખૂબ જ ભૂખ લાગી છે તે ફળો એકઠા કરવા લાગ્યો. ફળ શોધતા-શોધતા સૂર્યાસ્ત થઈ ગયો સાંજના ફળ લઈને પીપળાના વૃક્ષ પાસે આવ્યો ત્યાં તેણે પીપળા નાં વૃક્ષ પાસે ફળો રાખ્યા અને કહ્યું કે, આ ફળોથી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય અને અજાણતા જ વ્રતનું પાલન થઈ ગયું. જેના કારણે તેનું ભાગ્ય પરિવર્તન થઈ ગયું અને તે દિવ્ય રૂપી રાજા બની ગયો.
આ રીતે વ્રત કરવું
સફલા એકાદશી નાં દિવસે તમારા ઘરમાં એક બાજોઠ સ્થાપિત કરવી તેનાં પર વિષ્ણુજી ની મૂર્તિ રાખવી અને પીળા રંગનું વસ્ત્ર અર્પણ કરવું. ત્યારબાદ એક દીવો કરવો તેની પાસે ફળ, મીઠાઈ વગેરે વસ્તુઓ નો પ્રસાદ અર્પણ કરવો. પૂજા કરવીઅને વિષ્ણુ ભગવાન સાથે જોડાયેલા મંત્રનાં જાપ કરવા. આ દિવસે દીપ દાનનું પણ મહત્વ છે તેથી સાંજના ઘરે આ દીવો અવશ્ય કરવો. તુલસી નાં છોડ પાસે દીવો કરવો.