નવ મહિના પછી ખોલવામાં આવશે પશુપતિનાથ નું મંદિર, આ નિયમો નાં પાલન સાથે દર્શન કરવાની અનુમતિ મળશે

નવ મહિના પછી ખોલવામાં આવશે પશુપતિનાથ નું મંદિર, આ નિયમો નાં પાલન સાથે દર્શન કરવાની અનુમતિ મળશે

કોરોના નાં કારણે નેપાળમાં કાઠમંડુ માં આવેલ પ્રસિધ્ધ પશુપતિનાથ નું મંદિર લાંબા સમય સુધી બંધ હતું, આજે નવ મહિના બાદ આ મંદિર નાં દ્વાર ફરીથી ખોલવામાં આવ્યા છે. અને દરેક ભક્તો પશુપતિનાથ ભગવાન નાં દર્શન કરી શકશે. જોકે કોરોનાવાયરસ  નાં કારણે ભક્તોએ પ્રોટોકોલ નું પાલન કરવું પડશે અને પ્રોટોકોલ નાં મુજબ જ મંદિરમાં પ્રવેશ કરવાની અનુમતિ આપવામાં આવશે. પશુપતિનાથ નું મંદિર ખુલવા વિશેની જાણકારી પશુપતિનાથ એરિયા ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે. પશુપતિનાથ મંદિર ટ્રસ્ટ નાં સચિવ પ્રદીપભાઈ એ જણાવ્યું છે કે સ્વાસ્થ્ય સુરક્ષા પ્રોટોકોલ નું પાલન કરીને જ ભક્ત મંદિરમાં આવી દર્શન કરી શકશે.

મંદિરમાં પ્રવેશ કરતી વખતે ભક્તોએ માસ્ક લગાવવું  જરૂરી રહેશે. અને દર્શન ની લાઈનમાં એકબીજાથી ૨ મીટર નું અંતર રાખવું ફરજીયાત છે. મંદિરની દરેક જગ્યાએ સેનિટાઈઝર ની વ્યવસ્થા કરવામાં આવી છે. અને સમય સમય પર મંદિરને સેનેટાઈઝર કરવામાં આવે છે. તેઓએ આગળ જણાવ્યું છે કે, કોરોનાકાળ માં  લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ નિયમો બનાવવામાં આવ્યા. કોરોના પ્રોટોકોલ  અનુસાર મંદિર ને બંધ કરવામાં આવ્યું હતું પરંતુ હવે મંદિર નાં દ્વાર ખોલવામાં આવ્યા છે. જોકે હજી પણ વિશેષ પૂજા અને સામુહિક ભજન કિર્તનની મંજુરી લોકોને આપવામાં આવશે નહીં. મંદિર પ્રશાસન પ્રદીપ કુમાર નાં કહેવા મુજબ મંદિર ખોલવામાં આવ્યું છે.

પરંતુ કોરોનાવાયરસ નાં કારણે ઘણી વસ્તુઓ પર પ્રતિબંધ રાખવામાં આવશે. વિશેષ પૂજા ભજન અને અન્યઅનુષ્ઠાનો ધીમે ધીમે શરૂ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે વૈશ્વિક મહામારી કોરોના વાયરસ નાં કારણે ભગવાન પશુપતિનાથ મંદિર ને ૨૦ માર્ચ ૨૦૨૦ થી બંધ કરવામાં આવ્યું હતું. લાંબા સમય બાદ મંદિર ખોલવામાં આવ્યું છે આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. દર વર્ષે લાખોની સંખ્યામાં દર્શનાર્થી અહીં આવે છે. આ મંદિરમાં વધારે લોકો ભારતથી આવે છે. પીએમ મોદી જ્યારે નેપાળની યાત્રા પર ગયા હતા ત્યારે તેઓએ આ મંદિરમાં વિશેષ પૂજા કરી હતી અને પશુપતિનાથ ભગવાન નાં દર્શન પણ કર્યા હતા.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *