આ વસ્તુઓ ને કાચી ખાવાથી જીવ જોખમ માં મુકાઈ શકે છે, ફૂડ પોઇઝનિંગ થઈ શકે છે

ઘણા લોકો કોઈપણ વસ્તુ કાચી ખાવામાં વિચારતા નથી હકીકત માં આ તેમનાં સ્વાસ્થ્ય માટે નુકશાનકર્તા છે. મનુષ્ય માટે ભોજન એટલા માટે જ છે કે તેને ખાઈને પોતાનાં શરીર ને યોગ્ય ઉર્જા આપી અને પોતાનું કાર્ય સારી રીતે કરી શકે. જોકે ભોજન બનાવવા અને ભોજન પ્રથામાં ઘણા એવા પરિવર્તનો આવ્યા છે. અત્યારે લોકો જુદા-જુદા પ્રકાર ની અનેક વાનગીઓ પોતાનાં ભોજન માં લેછે. જેનો પહેલા આપણ ને ખ્યાલ પણ નહોતો. તેમાંથી જીભને સ્વાદ તો જરૂર મળે છે સાથે જ મનને પણ સુખ મળે છે. જોકે કેટલાક ખાદ્ય પદાર્થો એવા હોય છે જેને રાંધી ને જ ખાવા જોઈએ. ઘણા લોકો કોઈપણ વસ્તુ કાચી ખાતી વખતે વિચારતા જ નથી. હકીકત માં તે તમારી તંદુરસ્તી માટે હાનિકર્તા છે. જો ભોજન સારી રીતે પકાવા માં નાં આવે તો તમારી જાન પણ જોખમ માં મુકાઈ શકે છે. તમને જણાવી દઈએ કે કઈ વસ્તુ ને કાચી ખાવી જોઈએ નહી
બટાકા :
શાકભાજી નો રાજા એટલે બટાકા લગભગ દરેક ડીશ માં ઉપયોગ માં લેવામાં આવે છે બટાકા નું શાક અથવા તો તેનાં પરાઠા કે પકોડા નાં સ્વરૂપ માં પણ તેને ઉપયોગ માં લેવામાં આવે છે. જોકે બટાકા ક્યારેય કાચા ખાવામાં આવતા નથી. બટાકા માં સ્ટાર્ચ હોય છે જે ભોજન ને સારી રીતે પચાવવાનું કામ કરે છે. પરંતુ બટાકા કાચા ખાવામાં આવે તો પેટ માં ગેસની સમસ્યા થાય છે તેના લીધે ફૂડ પોઇઝનિંગ પણ થઈ શકે છે.
સફરજન નાં બીજ :
કહેવાય છે કે રોજ સવારે એક સફરજન ખાઈએ તો બીમારીઓ આપણા થી દૂર રહે છે. સફરજન તંદુરસ્તી માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ સફરજન નાં બીજ એક ઝેર નું કામ કરે છે. તેથી જ સફરજન ને સમારી ને જ ખાવું જોઈએ. જેથી ભૂલ થી પણ તેનાં બીજ ગળી ના જવાય સફરજન નાં બીજ માં એક પ્રકારનું રસાયણ હોય છે જે પાચન થી સાઇનાઇટ ના રૂપમાં પરિવર્તન થાય છે.
રાજમા :
રાજમા ચાવલ તો દરેક ની પસંદ હોય છે. તેમાં પ્રોટીન ફાઇબર અને એન્ટિ ઓક્સિડેન્ટ હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ જો તમે ભૂલ થી પણ રાજમા ને કાચા સેવન કરી લો છો તો તેમાં રહેલા ફાઇટોમેગલગુતટીન ટોક્સીન શરીર માં ફૂડ પોઇઝનિંગ પેદા કરે છે. તેથી જ રાજમા ને કલાકો સુધી પલાળવામાં આવે છે જેથી તેની અંદર ટોક્સિન ની માત્રા નષ્ટ થાય છે.
દૂધ :
દૂધ ને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. દૂધ માંથી તમને ભોજન માંથી પ્રાપ્ત થતાં તમામ પોષક તત્વો મળી રહે છે. ઘણા લોકો ગાયનું કે ભેંસનું કાચા દૂધ નું જ સેવન કરતા હોય છે જે યોગ્ય નથી દૂધમાં હાનિકારક બેક્ટેરિયા રહેલા હોય છે. દૂધ ને ગરમ કરવાથી તે નષ્ટ થાય છે માટે દૂધનું સેવન એકવાર ગરમ કર્યા પછી કરવું જ યોગ્ય ગણાય.
લોટ:
કોઈપણ લોટ નું સેવન હંમેશા રાંધીને જ કરવું જોઈએ. પછી તમે રોટલી બનાવો, હલવો કે બીજું કોઈ ભોજન ક્યારેય પણ કાચા લોટ નું સેવન ન કરવું ખેતર થી લઇ અને રસોઈ સુધી આવે તે સમય દરમ્યાન તેમાં રોગો ઉત્પન્ન કરનાર જીવાણુઓ હોયછે. આથી તેનું પકાવીને જ સેવન કરવું.
બદામ :

બદામ કાચી જ ખાવામાં આવે છે. પરંતુ કડવી બદામ ખાવાથી બચવું જોઈએ. પ્રોસેસ કર્યા વગર ની સાતથી દસ બદામ ખાવામાં આવે તો એક બાળક નું મૃત્યુ પણ થઇ શકે છે. ઘણી બદામમાં ડાઈડ્રોજન સાઈનાટ અને જલ નું મિશ્રણ જોવા મળે છે. એક ડઝન કડવી બદામ ખાવાથી વ્યક્તિનું મૃત્યુ થઇ શકે છે.
ચોખા :
ઘણા લોકો કાચા ચોખા પણ ખાય છે તે બિલકુલ યોગ્ય નથી. કાચા ચોખા માં રોગ ઉત્પન્ન કરનારા બેક્ટેરિયા હોય છે જે પકાવવા થી નષ્ટ થાય છે. માટે હંમેશા ચોખા પકાવી ને જ ખાવા.
ઈંડા :
ઘણા લોકો સ્વાસ્થ્ય માટે કાચા ઈંડાનું સેવન કરતા હોય છે. જે ખૂબ જ ખતરનાક છે કાચા ઈંડા માં રોગ જનક સાલ્મોનેલા હોય છે જેનાથી ફૂડ પોઇઝનિંગ ની સમસ્યા થઈ શકે છે એવામાં મોટી ઉંમર નાં લોકો, ગર્ભવતી મહિલાઓ અને બાળકો એ તેનાં સેવનથી દૂર રહેવું જોઈએ.