આ ૧૦ સમસ્યાઓ ને જડ મૂળમાંથી દૂર કરે છે ગોળ, જાણો તેનાં ફાયદાઓ

શેરડી માંથી બે મીઠી વસ્તુઓ તૈયાર થાય છે એક ગોળ અને બીજી ખાંડ, પરંતુ ગોળ અને ખાંડ કરતાં વધારે ફાયદાકારક ગણવામાં આવે છે. ગોળમાં કેલ્શિયમ, ફાઇબર, આયર્ન વિટામિન જેવા તમામ ગુણો હોય છે. જે શરીર માટે ખૂબ જ આવશ્યક છે. જાણકારો નાં મત અનુસાર દરેક વ્યક્તિ એ રોજ ૫ ગ્રામ ગોળ અવશ્ય ખાવો જોઈએ. તેનાથી પાચન શક્તિ મજબુત થાય છે. ન્યુટ્રીશન નાં કહેવા મુજબ ગોળ ખાવાથી આ ફાયદાઓ થાય છે. ચાલો જાણીએ તેનાં ફાયદાઓ વિશે
રોગ પ્રતિકારક શક્તિ માં વધારો
ગોળથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. જો તમે રોજ ૫ ગ્રામ ગોળ નું સેવન કરો છો તો તેનાથી તમને બીમારીઓનો જોખમ રહેશે. જો ગોળ ચાવવામાં તકલીફ થતી હોય તો એક ચપટી ગોળનાં પાવડરમાં હળદર ઉમેરી ને ખાઈ શકો છો.
હાડકાઓ મજબૂત થાય છે
ઉંમરલાયક લોકને હંમેશા શિયાળાની સિઝનમાં હાડકાં અને માંસપેશીઓમાં દર્દની સમસ્યા રહે છે આ પ્રકારની પરેશાની થી રાહત મેળવવા માટે ગોળ અને ગુંદના લાડુ નું સેવન કરી શકાય છે. તેનાથી શરીર મજબુત રહે છે અને હાડકા મજબૂત બને છે.
મોઢાની દુર્ગંધ દૂર કરે છે
ગોળ અને વરિયાળી ને સાથે ખાવાથી મોઢાની દુર્ગંધ ની સમસ્યા દૂર થાય છે એટલું જ નહીં પાચનતંત્ર પણ મજબૂત બને છે.
ઋતુજન્ય બીમારીઓથી બચાવ
શિયાળા ની સિઝનમાં લોકોને ખૂબ જલદીથી શરદી અને ઉધરસ અને તાવ પણ આવી જ જાય છે એવામાં ગોળ અને તલ નાં લાડુનું સેવન કરવું જોઇએ આ સિઝનમાં ગોળ અને તલનું સેવન કરવાથી બીમારીનું જોખમ ઓછું રહે છે.
કબજિયાતમાં આરામ
જે લોકોને કબજિયાત રહેતી હોય તેવા લોકોએ ગોળમાં દેશી ઘી મેળવીને ખાવું જોઈએ એક ચમચી દેશી ઘી અને ગોળ નો પાવડર મેળવીને ખાવાથી કબજિયાતમાં રાહત મળે છે. કબજિયાત દૂર થાય છે અને સાથે જ પાચન શક્તિ મજબૂત બને છે. આ ઉપરાંત ગોળ અને સંચળ મેળવીને ખાવાથી પણ કબજિયાત અને એસિડિટી ની પરેશાની દૂર થાય છે.
જલ્દીથી રીકવરી આવેછે
નાની-નાની બીમારીઓમાં રિકવરી આવવામાં સમય લાગે છે તો તેના માટે ગોળ રામબાણ ઈલાજ છે. તમારે દરરોજ ૫ ગ્રામ ગોળનું સેવન અવશ્ય કરવું જોઈએ. ગોળ અને સૂંઠ ના લાડુ પણ ફાયદાકારક રહે છે.
વાળ માટે ફાયદાકારક
ગોળમાં કેલ્શિયમ પ્રોટીન અને આયર્ન જેવા પોષક તત્વો રહેલા છે જે વાળ માટે ખૂબ જ જરૂરી છે. દરરોજ ગોળ નું સેવન કરવામાં આવે તો વાળ લાંબા અને ડેન્ડ્રફ ફ્રી થાય છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
એક્સપર્ટના કહેવા પ્રમાણે ગોળ માં મોજુદ પોષક તત્ત્વ શરીરમાં જમા થયેલા ઝેરીલા પદાર્થોને બહાર કાઢે છે તેનાથી પાચન તંત્ર મજબુત બને છે જેથી પેટને લગતી બીમારીઓ દૂર થાય છે. સાથે જ વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.જે છોકરીઓ ને પીરિયડ્સ નાં દિવસોમાં ખૂબ જ દુખાવો થાય છે તેઓએ ગોળ નું સેવન અવશ્ય કરવું જોઈએ.
ભૂખ ને કંટ્રોલ કરે છે
શિયાળા નાં દિવસોમાં વધારે ભૂખ લાગે છે તેથી વારંવાર ખાવાની જરૂર પડે છે એવામાં જો તમે ગોળ અને મગફળી ની બનેલી ચીકી નું સેવન કરો છો તો તે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે સાથે જ ભૂખને પણ શાંત કરવામાં મદદ કરેછે. ગોળ નો રંગ લાલ અથવા બ્રાઉન હોય છે તેનાથી વિપરીત સફેદ કે આછા પીળા રંગનો જોવા મળતો ગોળ નકલી હોય છે. આ ઉપરાંત પાણીમાં ઉકાળી ને સાચા ગોળ ની ઓળખ કરી શકાય છે જો ગોળ નકલી હશે તો પાણીમાં ઝડપથી પીગળશે નહીં અને અસલી ગોળ પાણીમાં તરત જ પીગળી જાય છે.