આ ૩ રાશિનાં જાતકો પોતાના જીવનમાં સૌથી વધુ પીડાય છે, ભાગ્ય પણ તેમને સાથ આપતું નથી

દુ:ખ એવી વસ્તુ છે જેનાથી દરેક લોકોને છુટકારો મેળવવો ગમે છે, પરંતુ ભાગ્ય જ કંઈક એવું હોય છે કે લાખો પ્રયત્નો કરવા છતાં પણ જીવનમાં ઘણીવાર દુઃખનો સામનો કરવો જ પડે છે. અને ઘણા લોકોનો તો દુ:ખ સાથે જન્મો જનમાંતર નો સબંધ હોય છે. એટલે કે, આ લોકોનાં જીવનમાં અન્ય લોકો કરતા વધુ પીડા લખાયેલી હોય છે. જ્યારે પણ તેમનાં જીવનમાં ખુશી ની તક આવે છે ત્યારે તે લાંબા સમય સુધી ટકતી નથી. આનું એક કારણ એ છે કે, તેમની રાશિ અને તેની સાથે સંકળાયેલ ગ્રહ-નક્ષત્ર હંમેશા એવી સ્થિતિમાં હોય છે કે જે નકારાત્મક અસર ઉત્પન્ન કરે છે. તે ભાગ્યને નબળું બનાવે છે અને અને દુર્ભાગ્યને મજબૂત કરે છે. જો તમારી સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું હોય તો ટેન્શન ના લેવું જોઈએ .
મેષ રાશિ
આ રાશિના જાતકોની ખુશીઓ લાંબા સમય સુધી ટકતી નથી. દુઃખ તેમની રાશિમાં ગુંદર ની જેમ ચોંટીને બેસી રહે છે. તેમની એક સમસ્યા નું નિરાકરણ થયું ના હોય કે, સામે બીજી સમસ્યા આવીને ઊભી રહી જાય છે. પરિણામ એ આવે છે કે, આ રાશિના કેટલાક લોકોને તો આ દુઃખ ના દલદલમાં રહેવાની આદત જ થઈ ગઈ હોય છે. આ દુ:ખને દૂર કરવા માટે તમારે દર બુધવારે ગણેશજીને પ્રસાદ ચડાવવો, આ પ્રસાદ તમે તો લો અને સાથે સાથે બીજાને પણ દિલ ખોલીને આપો. આથી તમારું ભાગ્ય ખુલશે.
કુંભ રાશિ
આ રાશિનાં જાતકો નાં જીવનમાં પણ દુઃખ નો સંગ્રહ લખાયેલો હોય છે. જીવનમાં તેમને ખૂબ જ મુસીબતોનો સામનો કરવો પડે છે. તેઓ જીવનમાં ખૂબ જ ખુશ રહેવાનો પ્રયત્ન કરે છે પરંતુ પરિસ્થિતિ જ કંઈક એવી થઈ જાય છે કે, તેમની સ્થિતિ નિયંત્રણની બહાર થઈ જય છે. તેમનાં જીવનને સુખી બનાવવા માટે તેઓએ દર ગુરૂવારે ગાયને ઘી લગાવેલી રોટલી અને ગોળ ખવડાવવા જોઈએ. આમ કરવાથી તમારા જીવનમાં અચાનક થી આવતી મુશ્કેલીઓ ઘટશે.
મીન રાશિ
આ લોકો જીવનમાં ક્યારેય શાંતિનો શ્વાસ લઈ શકતા નથી. તેમના જીવનમાં કંઈક ને કંઈક એવું થતું જ રહે છે કે જે, તેમને શાંતિથી બે ક્ષણ માટે આરામ પણ કરવા દેતું નથી. ઘણીવાર તો તેઓ તેમનાં પોતાનાં જીવનને નફરત કરવા લાગે છે. આ લોકોએ શાંતિ મળે તે માટે દર સોમવારે શિવજીને જળ ચડાવવું જોઈએ અને શિવજી નાં નામ નું વ્રત પણ કરવું જોઈએ.