આ 3 ઉપાયો કરવાથી વેપાર અને નોકરીમાં થશે પ્રગતિ,જાણો શું કહેછે જ્યોતિષશાસ્ત્ર

દરેક વ્યક્તિ પોતાના વેપાર અને નોકરીમાં પ્રગતિ કરવાનું ઇચ્છે છે. અને તેના માટે તે પૂરી મહેનત અને લગનથી પોતાનું કાર્ય કરે છે પરંતુ ક્યારેક ક્યારેક વ્યક્તિ ને વેપાર અને નોકરીમાં પરિશ્રમ કર્યા બાદ પણ ઉચિત પરિણામ પ્રાપ્ત થતું નથી જેને કારણે તેનાં જીવનમાં નિરાશા આવી જાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ તેની પાછળ મનુષ્ય નાં ગ્રહોનો વિપરિત પ્રભાવ અથવા વાસ્તુદોષનું કારણ હોઇ શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ વિકટ પરિસ્થિતિમાંથી નીકળવા માટેનાં કેટલાક ઉપાયો બતાવવામાં આવ્યા છે જેના અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ
વેપારમાં પ્રગતિ માટે કરો ઉપાય
તમારો વેપાર સારી રીતે ચાલી રહ્યો ન હોય અથવા તો નોકરીમાં પ્રમોશન મળતું ન હોય તો તેનાં માટે શનિવાર નાં દિવસે કોઈ સફળ વેપારીને ત્યાંથી લોખંડ ની કોઈ વસ્તુ લાવવીત્યારબાદ તમારા કામ કરવાની જગ્યા પર હળદરથી સ્વસ્તિક બનાવો અને તેના પર કાળા અડદ નાં દાણા રાખવા ત્યારબાદ તે લોખંડ ની વસ્તુ તેનાં પર રાખવી આ ઉપાય કરવાથી માન્યતા છે કે, તમને વેપાર અને નોકરીમાં પ્રગતિ પ્રાપ્ત થશે.
શુક્લ પક્ષમાં કરો આ ઉપાય
શુક્લ પક્ષ નાં કોઈ પણ દિવસે તમારા વેપાર નાં સ્થળે દરવાજાની બહારની તરફ ડાબી બાજુએ અને જમણી બાજુ એ ઘઉં નાં લોટની એક એક મુઠ્ઠી લોટ રાખવો. આ ઉપાય નિયમિત રૂપથી એક મહિનો અને તેર દિવસ સુધી સુધી કરવો આ ઉપાય તમારા વેપાર અને નોકરિયાત લોકોને નોકરીમાં લાભદાયક બનશે.
તુલસી થી થાય છે ફાયદો
શ્યામ તુલસી એટલે કે કાળા પાનવાળા તુલસી ને વેપાર અને નોકરી માટે ખુબ શુભ માનવામાં આવે છે ગુરુવાર નાં દિવસે શ્યામ તુલસી ની પાસે અજમાના પાનનો અજમા નાં પાનનો નાનો રોપ પીળા વસ્ત્રમાં બાંધવો. ત્યારબાદ તેને તમારી વેપાર ની જગ્યા પર રાખવાથી તેનાથી લાભ પ્રાપ્ત થાય છે. ઉપરોક્ત ઉપાયો માંથી ગમે તે એક ઉપાય કરવાથી વેપાર માં ચાલી રહેલ ધન સંબંધી પરેશાની દુર થઈને આર્થિક લાભ પ્રાપ્ત થાયછે તેમજ નોકરિયાત લોકો ને પણ નોકરીમાં આવી રહેલ વિધ્નો દુર થઈ પ્રગતિ પ્રાપ્ત થાય છે. માટે વેપાર અને નોકરી માં પ્રગતિ મેળવવા માટે આ ઉપાયો જરૂર કરવા.