આ ૪ કારણો નાં લીધે પોતાની માતાથી દૂર થઈ જાય છે છોકરીઓ, માએ ક્યારેય ના કરવી આ ભૂલો

આ ૪ કારણો નાં લીધે પોતાની માતાથી દૂર થઈ જાય છે છોકરીઓ, માએ ક્યારેય ના કરવી આ ભૂલો

દુનિયામાં સૌથી પ્રેમાળ સંબંધ માં અને દીકરી નો હોય છે. માં પોતાની દીકરીની સૌથી સારી મિત્ર હોય છે. દીકરીઓ પણ પોતાની માતા સાથે દરેક વાત શેયર કરે છે. થોડો વિવાદ તો દરેક સંબંધમાં થતો હોય છે. ક્યારેક મીઠા ઝઘડા પણ આ સંબંધ માં જોવા મળે છે. ઘણીવાર માં પોતાની દીકરી પર ગુસ્સો કરે છે તેથી તે નારાજ થઈ જાય છે ધીરે ધીરે તેની માતાથી દૂર થવા લાગે છે.જોકે ઘણીવાર માં એ પણ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે પોતાની દીકરીને થોડી  સ્વતંત્રતા આપવી જોઈએ. જો તમારી દીકરી મોટી થઈ ગઈ હોય તો તેણે પર્સનલ સ્પેસ આપવી ખૂબ જરૂરી છે. યુવાન છોકરીઓ અને માં વચ્ચે તણાવ જોવા મળે છે. આજે અમે આપને એવી વાતો જણાવી રહ્યા છીએકે જેનાથી દીકરી પોતાની માતાથી દૂર થઈ જાય છે

રોક ટોક

છોકરી યુવાન થઈ ગઈ હોય ત્યારે દરેક માંની ચિંતા વધવા લાગે છે. માં વારંવાર તેને બહાર આવવા જવા પર રોક ટોક કરતી હોય છે. ક્યાં જઈ રહી છે, ક્યારે આવીશ જો ઘરે પહોંચવામાં મોડું થઈ જાય તો વારંવાર ફોન કરે છે, છોકરાઓ સાથે વાત કરવા દેતી નથી, માં ની આ વાતોથી છોકરીઓ પરેશાન થઈ જાય છે તેને લાગે છે કે તેની માં તેનો વિશ્વાસ કરતી નથી. આમ તે માતાની વાતોને નજરઅંદાજ કરવા લાગે છે.

તુલના કરવાથી

પેરેન્ટ્સ ની આદત હોય છે કે, તે પોતાનાં બાળકોની તુલના બીજા બાળકો સાથે કરે છે હંમેશા પોતાની દીકરીઓને બીજી છોકરીઓ સાથે ક્મ્યેઈર કરે છે. અને પોતાની દીકરી સામે બીજી છોકરીઓની પ્રશંસા કરે છે જેનાથી તેની દીકરી નો આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે. અને તેના મનમાં એવો ભાવ થાય છે કે, મારી માતા ની તુલના હું કોઇની સાથે નથી કરતી છતાં પણ તે મારી તુલના કેમ બીજી છોકરીઓ સાથે કરે છે. આવી સ્થિતિમાં દીકરી પોતાની માતાથી દૂર થતી જાય છે.

ઈચ્છાઓ ને અવગણવી

જયારે પોતાની માતાને પોતાના વિચાર જણાવે છે ત્યારે માં હંમેશા તેને અવગણે છે. અને વ્યર્થ કહી ટાળતી હોય છે. આ સમયે દીકરીઓને ખૂબ જ દુઃખ લાગે છે. પછી તે પોતાની ઈચ્છાઓ પોતાના મનમાં જ રાખે છે અને પોતાની માતાથી દૂર થતી જાય છે. અને મિત્રોની નજીક થવા લાગે છે અને અજાણ્તા જ માતાની અવગણનાને કારણે તેનાં મનને ઠેસ પહોંચે છે. અને તેને લાગે છે કે તેની વાત ને મજાક સમજે એ ડરથી તે પોતાની માં ને વાત કહેવાથી ગભરાય છે.

લગ્નની વાત

દરેક માં નું સપનું હોય છે કે તેની દીકરી નાં લગ્ન યોગ્ય સમય પર થાય. પરંતુ છોકરીઓ આજકાલ ઇન્ડિપેન્ડન્ટ થઈ ગઈ છે. તે જલદીથી લગ્ન કરવા ઈચ્છતી નથી છતાં પણ એ જ વાતને લીધે બન્નેમાં વિવાદ થઈ શકે છે. અને પરિસ્થિતિ એટલી ખરાબ થઈ જાય છે કે કેટલીક માં એવું કઈ ને પોતાની દીકરી ને ચૂપ કરાવી દે છે કે, અભ્યાસ ને બધું તો વ્યર્થ છે. આમ પણ તેને બીજા ઘરે જવાનું છે માંની આવી વાતો સાંભળીને દીકરીઓને ખૂબજ દુઃખ થાય છે. અને તે એવું સમજવા લાગે છે કે તેની માં તેને ઘરમાં રાખવા જ નથી ઈચ્છતી અને ધીરે ધીરે બંને દૂર થઈ જાય છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *