આ પ પ્રકાર નાં દાનથી મનુષ્યનું થાય છે કલ્યાણ, પરંતુ આ વાતોનું જરૂર રાખો ધ્યાન

હિંદુ સનાતન ધર્મમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, દાન વ્યક્તિને પુણ્યનો ભાગીદાર બનાવે છે. જો તમે પણ કોઈ વસ્તુનું દાન કરો છો તો તેનાથી તમને સાંસારિક મોહ માંથી મુક્તિ પ્રાપ્ત મળેછે દરેક ધર્મમાં દાન કરવાનું ખૂબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે. એ જ પ્રકારે સનાતન ધર્મમાં પણ દાનનું ખૂબ જ મહત્વ ગણવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે, જે વ્યક્તિ જીવનમાં દાન કરે છે તેનું આ લોક બાદ પરલોકમાં પણ કલ્યાણ થાય છે. જેમ જેમ સમય બદલાતો જાય છે તેમ તેમ નવી પેઢી નાં લોકો દાન જેવા કાર્યોમાં વધારે રૂચિ લેતા નથી. બદલાતા સમયની સાથે સાથે લોકોની ધારણા ફક્ત ધનનું દાન કરવા સુધી જ સીમિત રહી ગઈ છે. એવામાં જોવામાં આવે તો આજકાલ નાં સમયમાં લોકો પોતાના જીવનમાં ખૂબ જ વ્યસ્ત રહે છે. વ્યસ્ત જીવનશૈલીને કારણે લોકો ની પાસે બિલકુલ સમય રહેતો નથી જેથી તે દાન કરવા વિશે કંઇ વિચારી શકતા નથી મુખ્યત્વે લોકો હવે ધનનું જ દાન કરે છે.
તમને જણાવી દઈએ કે, દાન ને પુણ્ય કર્મો સાથે જોડવામાં આવે છે. દાન કરવાની પરંપરા આજ થી નહિ પરંતુ ઘણા વર્ષો સુધી ચાલી આવતી છે આ પ્રકારનાં દાન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમ કે વિદ્યા, ભૂમિ, કન્યા, અન્ન દાન વિશે જણાવવામાં આવે છે આ બધાં ખૂબ જ મહત્વ નાં દાન ગણવામાં આવે છે. પરંતુ જો તમે તેમાંથી કોઈપણ એક વસ્તુનું દાન કરો છો તો તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, તમે દાન નિસ્વાર્થ ભાવે કરો ત્યારે જ તેનું ફળ પ્રાપ્ત થાય છે.
વિદ્યાદાન
વિદ્યાદાન નું ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. વિદ્યા દાન ગુરુ દ્વારા મળે છે. વિદ્યા થી મનુષ્યને દરેક પરિસ્થિતિ સમજવામાં સહાયતા મળે છે. પહેલા નાં જમાનામાં ગુરુ પોતાનાં શિષ્યને વિદ્યાનું દાન કરતા હતા. વિદ્યા દાન કરવાથી વ્યક્તિની વિદ્યા માં વધારો થતો રહે છે. તેની વિદ્યા ક્યારેય ઓછી થતી નથી. તેથી વધારેમાં વધારે વિદ્યા દાન કરવી જોઈએ.
ભૂમિદાન
જો તમે ભૂમિ દાન કરો છો તો તે ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. પહેલા નાં સમયમાં રાજા-મહારાજા યોગ્ય અને શ્રેષ્ઠ લોકોને ભૂમિદાન કરતા હતા. જગત નાં પાલનહાર ભગવાન વિષ્ણુજી જ્યારે બટુક બ્રાહ્મણ નો અવતાર લીધો હતો ત્યારે તેઓએ ત્રણ પગ માં ત્રણ લોક માપી લીધા હતા. જો વ્યક્તિ સારી રીતે ભૂમિદાન કરે છે તો તેનું ખૂબ જ મહત્વ ગણવામાં આવે છે. જો મનુષ્ય કોઈ આશ્રમ, ભવન, ધર્મશાળા, ગૌશાળા કે વિદ્યાલય વગેરેનું નિર્માણ કરવા માટે ભૂમિદાન કરે છે તો તેને ખૂબ જ શ્રેષ્ઠ ગણવામાં આવે છે.
કન્યાદાન
હિંદુ સનાતન ધર્મમાં કન્યાદાન ને મહાદાન કહેવામાં આવે છે. આ સૌથી સર્વોચ્ચ દાન ગણવામાં આવે છે. જ્યારે કોઈ છોકરી નાં લગ્ન થાય છે ત્યારે તેનાં માતા-પિતા સંકલ્પ લે છે કે, પોતાની પુત્રી નો હાથ વર નાં હાથમાં રાખીને સમસ્ત જવાબદારીઓ તેમને સોપે છે.
ગૌદાન
હિંદુ સનાતન ધર્મમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવે છે કે, જે મનુષ્ય ગૌદાન કરે છે તેનું આ લોક અને પરલોકમાં પણ કલ્યાણ થાય છે. ગૌદાન કરવાથી મનુષ્ય અને તેનાં પૂર્વજો ને જન્મ મરણ નાં ચક્રમાંથી છુટકારો મળે છે.
અન્નદાન
સનાતન ધર્મમાં અન્ન દાનનું પણ ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યુ છે. જે વ્યક્તિ અન્ન દાન કરે છે તેને પુણ્યની પ્રાપ્તિ થાય છે. અન્ન દાન એવું દાન છે જેના માધ્યમથી ભૂખ્યા વ્યક્તિ ને તૃપ્તિ થાય છે. સાત્વિક ખોરાક નો આ દાન માં સમાવેશ થાય છે.