આ પ વસ્તુઓને ઘરમાં રાખવાથી દૂર થઈ જાય છે નકારાત્મક ઉર્જા, અને ઘરમાં રહેતી નથી ધન ની કમી

ઘર માં નકારાત્મક ઉર્જા હોવાથી ઘર ની ખુશી ને નજર લાગી જાય છે અને ધન સંબંધી સમસ્યાઓ શરુ થઈ જાય છે. જો તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા મહેસૂસ થતી હોય તો વાસ્તુ શાસ્ત્રોમાં જણાવેલા આ ઉપાયો કરવા આ ઉપાયો કરવાથી નકારાત્મક ઊર્જાનો પ્રભાવ ખતમ થશે અને ઘરમાં ફરીથી ખુશીઓનું આગમન થશે.
વાંસળી
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં વાંસળી રાખવીથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. વાસ્તુ માં કહેવામાં આવે છે કે ઘરમાં વાંસળી રાખવાથી ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની કૃપા બની રહે છે તમે ઈચ્છો તો સોના, ચાંદી કે વાંસની બનેલી વાંસળી ઘરમાં રાખી શકો છો. ઘરમાં વાંસળી રાખવાથી વાસ્તુદોષ દૂર થાય છે. તેમાં શિક્ષણ, વ્યવસાય અને નોકરીમાં વિધ્ન આવે ત્યારે શયનખંડ નાં દરવાજા પર વાંસળી રાખવી. બે વાંસળી શયનખંડમાં રાખવાથી શિક્ષા, વ્યવસાય અને નોકરીમાં આવી રહેલ વિઘ્નો દૂર થાય છે.
ગણેશજી ની મૂર્તિ
ઘરમાં ગણેશજીની મૂર્તિ રાખવી ખૂબ મંગળકારી ગણવામાં આવે છે. ગણેશજીની પ્રતિમા રાખવાથી ઘરમાં રાખવાથી ખુશીઓનું આગમન થાય છે. ઘર માં નૃત્ય વાળા ગણેશજી કે તેમની પ્રતિમાની લગાવી શકો છો. ફક્ત એ વાતનું ધ્યાન રાખવાનું કે તેમનું મુખ દક્ષિણ દિશા તરફ ન હોવું જોઈએ. આ ઉપરાંત દેવી લક્ષ્મીની ફોટો કે મૂર્તિ ઘરમાં જરૂર રાખવી માં લક્ષ્મી ધન અને સૌભાગ્ય આપે છે અને તેની ફોટો ઘરમાં રાખવાથી ધનની પ્રાપ્તિ થાય છે.
શંખ
શંખને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા અને વાસ્તુદોષ દૂર થાય છે ઘરમાં નકારાત્મક ઊર્જા મહેસુસ થાય ત્યારે શંખ વગાડવો અને શંખ નાં પાણી નો આખા ઘરમાં છંટકાવ કરવો માનવામાં આવે છે શંખ વગાડવાથી આસપાસની હવા શુદ્ધ અને સકારાત્મક થાય છે.
શ્રીફળ
હિન્દુ ધર્મમાં નાળિયેર ને શ્રીફળ કહેવામાં આવે છે. તે દેવી લક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવે છે. જે લોકો નાં પુજા ઘરમાં હંમેશા શ્રીફળ હોય છે અને તેની નિયમિત પૂજા થાય છે તેના ઘર થી નકારાત્મક ઉર્જા દૂર રહે છે.
તુલસી નું વૃક્ષ
ઘરમાં તુલસી નું વૃક્ષ લગાવવું શુભ ગણવામાં આવે છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે. જે લોકોના ઘરમાં નકારાત્મક શક્તિ નો આભાસ થતો હોય તે લોકોએ ઘરમાં તુલસી નું વૃક્ષ જરૂર લગાવવું અને તેની પૂજા કરવી. સવાર અને સાંજનાં સમયે તુલસી ની સામે દીવો જરૂર કરવો.