સાવધાન : આ ૫ વસ્તુઓ ખાધા પછી તુરંત જ ભૂલીને પણ પાણી પીવું નહી, અજાણતા જ રોગને નિમંત્રણ મળી શકે છે

સાવધાન : આ ૫ વસ્તુઓ ખાધા પછી તુરંત જ ભૂલીને પણ પાણી પીવું નહી, અજાણતા જ રોગને નિમંત્રણ મળી શકે છે

તમે હંમેશાં જોયું હશે કે, ઘરના વડીલો મીઠાઈ ખાધા પછી તરતજ પાણી પીવાની મનાઈ કરે છે. જોકે આપણે તેમની વાતને અવગણીએ છીએ. અને પાણી પી લઇએ છીએ. પરંતુ પાણી પીધા પછી ગળામાં દુખાવો, સૂકી ઉધરસ કે અન્ય સમસ્યા થાય છે. તમને જણાવી દઇએ કે, આ સમસ્યા માત્ર મીઠાઈ ખાધા પછી પાણી પીવાને  લીધેજ નહીં પરંતુ આ ઉપરાંત કેટલીક બીજી વસ્તુઓ પણ છે જેનું સેવન કર્યા બાદ પાણી પીવામાં આવે તો આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આજે આ સ્ટોરીમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે, કઇ વસ્તુ નું સેવન કર્યા પછી ભૂલથી પણ પાણી પીવું જોઈએ નહીં.

કોફી

જીભ પર બડ ટેસ્ટ હોવાના કારણે હંમેશા લોકોને કોફી પીધા પછી તરત જ પાણી પીવાની ઈચ્છા થાય છે. સતત ગરમ પીણું પીધા પછી જીભને ઠંડક જોઈએ છે. એવામાં ઘણા લોકો કોફીની ઉપર પાણી પી લે છે. પરંતુ તમને જણાવી દઈએ કે, આવું ભૂલથી પણ ન કરવું જોઈએ. આવું કરવાથી તેની અસર પાચનતંત્ર પર પડે છે. તેથી કોફી પીધા પછી અડધી કલાક સુધી પાણીનું સેવન કરવું ન જોઈએ. તેનાથી કબજિયાતની સમસ્યા થઈ શકે છે.

ફળ

ફળ ખાધા પછી તરત જ પાણીનું સેવન કરવામાં આવે છે. તમે જોયું હશે કે વડીલો હમેશા ફળ ખાધા પછી પાણી પીવાની મનાઈ કરે છે. જોકે ફળ ખાધા પછી તરત જ પાણી પીવાથી અપચો, ઉધરસ વધવાની સમસ્યા થઈ શકે છે. સંતરા અને દ્રાક્ષ જેવા ફળ ખાઈને તરત જ પાણી પીવાથી ગળામાં દુખાવો, સૂકી ઉધરસ જેવી પરેશાની પણ થઈ શકે છે. કેળા, ચીકુ નાસ્પતિ, સફરજન, દાડમ વગેરે ફળોમાં સુગરની માત્રા અને સિટ્રિક એસિડ ની માત્રા વધારે હોય છે. જેના કારણે આવા ફળો ખાધા પછી તરત જ પાણી પીવાથી શરીરને નુકસાન થાય છે.

ચણા

ચણાની કોઈપણ ડીશ ખાધા પછી તરત જ પાણી સેવન ન કરવું જોઈએ. એવું કરવાથી પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. ચણા ને પચાવવા માટે આપણા શરીરને આપણા પેટ ની અંદર રહેલ તાપ ની જરૂર પડે છે. અને જો એવામાં પાણી પીવામાં આવે તો શરીરની અંદર રહેલ તાપ ઠંડો થઈ જાય છે. અને પેટમાં ગયેલા ચણા સારી રીતે પચતા નથી. અને પાચનતંત્ર ડિસ્ટર્બ થાય છે. જેથી પેટ માં દુખાવાની સમસ્યા થઈ શકે છે.

મગફળી

તમે જોયું હશે કે, મગફળી ખાઈને તરત જ પાણી પીવામાં આવે તો, સુકી ઉધરસ થઈ શકે છે. જોકે મગફળી ની તાસીર ગરમ હોય છે. અને તેનો સ્વાદ પણ થોડો મીઠો હોય છે. તેથી મગફળીગ્રામ હોય છે, તેથી તેનાં પર ઠંડા પાણીનું સેવન કરશો તો તમારી તબિયત પર અસર થઈ શકે છે. મગફળી ખાવામાં થોડી ડ્રાય પણ હોય છે જેથી તેનાં સેવનથી તરસ પણ લાગે છે. છતાં પણ મગફળી ખાધા પછી ૧૫ મિનિટ કે અડધી કલાક પછી પાણીનું સેવન કરવું જોઈએ.

મીઠાઈ

મીઠાઈ ખાઈને તરત જ પાણી પીવાથી શરીરમાં સુગર લેવલ વધી શકે છે. પાણીના કારણે શરીરમાં સુગર જમા થવાની ક્ષમતા વધી જાય છે. તેથી મીઠાઈ ખાઈને તરત પાણી પીવાથી શરીરની અંદર પરિવર્તન આવે છે. તમને મીઠાઈ ખાઈને પાણી પીવાની આદત છે તો જાણી લો કે, તમે અજાણતા જ ડાયાબિટીસને નિમંત્રણ આપી રહ્યા છો. તેથી આવું કરવાથી બચવું.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *