આ ૭ બોલિવુડ સ્ટાર્સ ને અંગ્રેજી બોલવામાં પડે છે તકલીફ, આજે પણ નથી કરી શકતા યોગ્ય રીતે વાત

આ ૭ બોલિવુડ સ્ટાર્સ ને અંગ્રેજી બોલવામાં પડે છે તકલીફ, આજે પણ નથી કરી શકતા યોગ્ય રીતે વાત

હંમેશા જોવા મળે છે કે, જે લોકોનું અંગ્રેજી કમજોર હોય છે તેની અંદર કોન્ફિડન્સ લેવલ ઓછું હોય છે. જ્યારે કોઈ સારું અંગ્રેજી બોલવાવાળી વ્યક્તિ સામે આવી જાય છે ત્યારે તેને બોલતી બંધ થઈ જાય છે. જ્યારે અમુક લોકો એવા પણ હોય છે જેને સામાન્ય અંગ્રેજી આવડતું હોય છે. પરંતુ જ્યારે બોલવાની વાત આવે છે તો તેઓનું કોન્ફિડન્સ લેવલ ડાઉન થઈ જાય છે. અને તે બોલી શકતા નથી. તમને જણાવી દઈએ કે, ફક્ત સામાન્ય વ્યક્તિ સાથેજ નહીં પરંતુ બોલિવુડ નાં મોટા સેલિબ્રિટી સાથે પણ આવું જ થાય છે. તમે જોયું હશે કે, ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઘણા ખેલાડીઓ હિન્દી માંજ વાત કરે છે. તો અમુક લોકો અંગ્રેજી બોલતા અચકાઈ છે. એવો જ કંઈક પ્રોબ્લેમ બોલીવુડ નાં ફેમસ સિતારાઓ સાથે પણ છે. ભલે તે સિતારાઓ નું અંગ્રજી કમજોર હોય પરંતુ આજે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ કરે છે. આજે અમે આ પોસ્ટમાં તમને બોલિવૂડનાં એવા સ્ટાર્સ  વિશે જણાવીશું જેની અંગ્રેજી કમજોર છે અને જે અંગ્રેજી બોલવાથી દૂર રહે છે.

કંગના રનૌત

તમને જણાવી દઈએ કે, ભલે કંગના રનૌત બોલિવૂડમાં ક્વીન હોય પરંતુ અંગ્રેજી ની બાબત તે થોડા પાછળ છે. હાલમાં તો તેનું અંગ્રેજી થોડું સારું થઇ ગયું છે. પરંતુ જ્યારે તે ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હતા ત્યારે ત્યારે તે અંગ્રેજી બોલવામાં ખૂબ જ અચકાતા હતા. આ વાતને લઇ ને એકવાર કરણ જોહરે પોતાના શોમાં તેમની મજાક પણ કરી હતી.

નવાજુદ્દીન સિદ્દીકી

નવાજુદ્દીન સિદ્દીકી બોલીવુડ નાં સુપર સ્ટાર છે. આજે તેમનું નામ દિગ્ગજ અભિનેતાઓ માં સામેલ છે. બોલિવૂડમાં આવ્યા પહેલાં નવાબ ની સ્થિતિ કમજોર હતી. આર્થિક તંગીને કારણે તે પોતાનો અભ્યાસ સારી રીતે કરી શક્યા નહીં. જેના કારણે તેમનુ અંગ્રેજી પણ થોડું કમજોર રહી ગયું

કપિલ શર્મા

આજે કોમેડી ક્ષેત્રમાં કપિલ શર્મા ખૂબ જ મોટું નામ છે. આજે તેમનું  બેસવાનું મોટા મોટા સિતારાઓ સાથે થાય છે. હાલમાં જ કપિલની પત્નીએ બીજા બાળકને જન્મ આપ્યો છે. કપિલ નું અંગ્રેજી પણ થોડું વીક છે. અને આ બાબતને લઈને તે પોતાની મજાક પણ બનાવતા હોય છે.

ગોવિંદા

ગોવિંદા બોલિવૂડમાં કોમેડી કિંગ નંબર વન છે. તેનું નામ ૯૦ નાં દશક નાં શ્રેષ્ઠ એકટર માં સામેલ થાય છે. ગોવિંદા ને પોતાની ફિલ્મી કારકિર્દીમાં ૧૨ ફિલ્મ ફેર એવોર્ડ મળી ચૂક્યા છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે, ગોવિંદા આજે પણ હિન્દીમાં વાત કરવાનું વધુ પસંદ કરે છે. અને અંગ્રેજી થી દૂર રહે છે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર બાળકોથી લઇને વડીલો વડીલો ના પણ ફેવરિટ છે. વર્ષમાં તેની ઘણી ફિલ્મો આવે છે. જે કરોડો રૂપિયાની કમાણી કરે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે અક્ષય કુમાર જેવા સુપરસ્ટાર ને પણ અંગ્રેજી ભાષાનો ડર લાગે છે. તે હંમેશા હિન્દી માંજ વાતચીત કરતા જોવા મળે છે.

હેમા માલિની

આ લિસ્ટમાં બોલીવુડ ની ડ્રીમ ગર્લ હેમા માલિની નું પણ નામ સામેલ છે. જ્યારે હેમા માલિની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હતા ત્યારે હિન્દી ની જેમજ તેમનું અંગ્રેજી પણ વીક હતું. જોકે આજે પણ પરિસ્થિતી કંઇક એવી જ છે. પરંતુ હવે તેનું અંગ્રેજી થોડું સારું થયું છે.

ધર્મેન્દ્ર

ધર્મેન્દ્ર પોતાના સમયમાં બોલિવૂડના સુપરસ્ટાર હતા. તેમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોકો હી-મેન નાં નામથી ઓળખે છે. ધર્મેન્દ્ર પંજાબી પરિવારમાંથી આવે છે. તેમને હિન્દી અને પંજાબી બોલવું જ પસંદ છે. જોકે ધર્મેન્દ્ર ઇંગ્લિશ બોલી શકે છે પરંતુ તેઓ ફ્લુઅંટ બોલી શકતા નથી.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *