આ ૭ પ્રકાર નાં ખાદ્ય પદાર્થો નાં સેવન થી થઈ શકે છે કિડની માં પથરી નું જોખમ, સંભાળી ને ખાવું

કિડની માં પથરી ની સમસ્યા આજે સામાન્ય બની ગઈ છે. ૨૫ થી ૪૫ વર્ષ ની વચ્ચે નાં લોકો તેનો શિકાર બની રહ્યા છે. જોકે આની પાછળ ઘણા કારણો છે, પૂરતું પાણી ન પીવા માં આવે અને ખાવાની ખોટી આદતો તેનાં માટે સૌથી વધુ જવાબદાર છે. જીવન ની ભાગદોડ માં આપણે આપણા ખાવાપીવા પર યોગ્ય ધ્યાન આપી શકતા નથી. જેના કારણે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે. તેમાંથી એક કિડની માં પથરી ની સમસ્યા છે. હકીકત માં એવા કેટલાક ખોરાક ને દૈનિક આહાર માં સામેલ કરવામાં આવે છે, જેના વધુ સેવન થી કિડની માં પથરી થાય છે. આજે અમે તમને એવા જ ખોરાક વિશે જણાવવા જઈ રહ્યા છીએહકીકતમાં આવા ખોરાક માં ઓકસલેટ ની માત્રા વધારે પ્રમાણમાં હોય છે. જે યૂરીન માં રહેલ કેલ્શિયમ સાથે મળીને પથરી બનાવે છે. જે ખોરાક યોગ્ય રીતે પાચન થતા નથી અ તે ધીમે ધીમે કિડની માં જમા થાય છે અને પાછળ થી તે પથરી નાં રૂપમાં સામે આવે છે.એવામાં આપણા રોજ-બરોજ નાં ખાનપાન માં ધ્યાન દેવામાં આવે તો કિડની માં પથરી ની સમસ્યા ધણા હદ સુધી ઓછી થઈ જાય છે. તો ચાલો જાણીએ એવા ફૂડ વિશે જેનું ઓછા પ્રમાણમાં સેવન કરવાથી પથરી જેવી ગંભીર સમસ્યા થી બચી શકાય છે.
પાલક અને ભીંડી
જેવી પૌષ્ટિક સબ્જી પથરી જેવી ગંભીર સમસ્યા ઉત્પન્ન કરે છે. હકીકત માં તેમાં પુષ્કળ માત્રામાં ઓકસલેટ હોય છે જે કેલ્શિયમ જમા કરે છે. તેને યુરિન માં જવા દેતું નથી. ધીરે ધીરે તે કિડની માં જમા થાય છે અને ત્યારબાદ તે પથરી નું રૂપ લે છે. આમ પથરી થી બચવા માટે પાલક અને ભીંડી નું ઓછા પ્રમાણ માં સેવન કરવું જોઈએ.
ટમેટા
વધુ પ્રમાણ માં સેવન કરવાથી પણ પથરી નું કારણ બની શકે છે. હકીકતમાં તેમાં ઓકસલેટ ની માત્રા હોય છે જે પથરી બનાવે છે. તેમજ તેનાં બીજ સારી રીતે પચતા નથી જે પાછળ થી પથરી નું કારણ બને છે. આથી ટામેટા નું સેવન સીમિત માત્રામાં કરવું યોગ્ય છે.
નીમક
આપણા ભોજન માં અનિવાર્ય છે. જો જરૂરિયાત થી વધુ નીમક ભોજન માં લેવામાં આવે તો તેનાથી કિડની માં પથરી નું જોખમ વધી શકે છે. કારણ કે તેમાં સોડિયમ હોય છે જે પેટમાં જઈ અને કેલ્શિયમ નાં રૂપ માં રૂપાંતરિત થાય છે. અને તે ધીરે ધીરે પથરી નું રૂપ લે છે.
ચોકલેટ
બાળકો અને યુવાનો ને પણ ખૂબ જ પસંદ હોય છે. પણ હંમેશા લોકો તેના નુકશાન વિશે જાણતા નથી. ખૂબ જ સારી ક્વોલિટી ની ચોકલેટ માં પણ ઓકસલેટ પુષ્કળ માત્રા માં હોય છે. એવામાં તેનું વધારે પડતું સેવન કરવું કિડની માં પથરી નું જોખમ વધારે છે. માટે પથરી ની સમસ્યા થી બચવા માટે ચોકલેટ નું સેવન યોગ્ય પ્રમાણ માં કરવું.
ચા
જો વધારે પ્રમાણ માં ચાનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ થઈ શકે છે. તેમાંની એક સમસ્યા કિડની માં પથરી ની પણ છે. તમને જો પહેલાં થીજ કિડની માં પથરી ની સમસ્યા હોય તો ચા નું સેવન બને તેટલું ઓછું કરવું. કારણ કે તેનાથી પથરી ની સાઇઝ માં વધારો થાય છે.
નોનવેજ
વધારે પડતું સેવન કરવાથી કિડની માં પથરી નું જોખમ થઈ શકે છે. હકીકત માં માંસ, માછલી માં વધારે પ્રમાણ માં પ્રોટીન હોય છે, જે કિડની પ્યુરીન ની માત્રા માંવધારો કરે છે. અને આ પ્યુરીન નાં લીધે યુરિક એસિડ નું સ્તર વધે છે. જેના લીધે કીડની માં પથરી ની સમસ્યા થાય છે. તેથી નોનવેજ નો શોખ રાખવાવાળા લોકો એ તેનું બને તેટલું ઓછું સેવન કરવું જોઈએ.
બીટ
સામાન્ય રીતે બીટ ને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પણ તેનું આવશ્યક્તા કરતાં વધુ સેવન કરવાથી તે ચીજ નુક્શાનકારક સાબિત થઈ શકે છે. જો બીટ નું વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવે તો કિડની માં પથરી ની સમસ્યા નું કારણ બને છે.